અમદવાદની રબારી કોલોનીમાં જમીન દલાલની છરીના ઘા મારી હત્યા

Subscribe to Oneindia News

અમદાવાદની રબારી કોલોનીમાં ગેટ નં. 6 પાસે ગત મોડી રાત્રે મોતી દેસાઇ નામના એક જમીન દલાલની છરીના ઘા મારી હત્યા કરી દેવામાં હતી. જમીનની લે વેચ મામલે હત્યા કરી તેમના જ મિત્રો ફરાર થઇ ગયા છે.

murder

ઘટનાની વિગત એવી છે કે ગત મોડી રાત્રે 4 વાગે અમદાવાદની રબારી કોલોનીના ગેટ નં. 6 પાસે મોતી દેસાઇ નામના એક જમીન દલાલને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. હત્યાને અંજામ આપી તેના મિત્રો ફરાર થઇ ગયા હતા. થોડા વર્ષો અગાઉ મોતી દેસાઇએ તેના મિત્રો સાથે મળી જમીનનો એક મોટો સોદો કર્યો હતો. આ સોદાને કારણે છેલ્લા કેટલાક સમયથી બધા મિત્રો વચ્ચે અનબન ચાલી રહી હતી. જો કે હત્યા કયા કારણોસર કરાઇ તે હજુ સુધી જાણી શકાયુ નથી. રામોલ પોલિસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલિસે 4 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

English summary
murder of estate broker in ahamedabad rabari colony last night
Please Wait while comments are loading...