નાગેશ્વર નિષ્ઠાવાન અભિનેતા હતા: નરેન્દ્ર મોદી

Posted By: Super Admin
Subscribe to Oneindia News

ગાંધીનગર, 22 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફતી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના ટ્વિટર પેજ પર નાગેશ્વર રાવના નિધન પર શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ આપી.

મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં લખ્યું કે 'અક્કીનેની નાગેશ્વર રાવ ભારતીય સિનેમાના નિષ્ઠાવાન અભિનેતાઓમાંના એક હતા. તેમને તેમના સમૃદ્ધ યોગદાન માટે યાદ કરવામાં આવશે. તેમના નિધનથી દુ:ખ થયું છે.'

nageswar rao
તેલુગૂ અભિનેતા નાગેશ્વર રાવનું 89માં વર્ષે આજે સવારે નિધન થયું છે. તેઓ આંતરડાના કેંસરથી પીડાઇ રહ્યા હતા. એએનઆરના નામથી જાણીતા રાવના પરિવારમાં ત્રણ પુત્રીઓ અને પ્રસિદ્ધ અભિનેતના નાગાર્જૂન સહિત બે પુત્રો છે.

નાગેશ્વર રાવે પોતાના સિનેમાઇ કારકિર્દીની શરૂરાત 1941માં ફિલ્મ 'ધર્મપત્ની'થી કરી હતી. તેઓ ફિલ્મ 'દેવદાસૂ'થી ચર્ચામાં આવ્યા. તેમની કેટલીક યાદગાર ફિલ્મોમાં 'લેલા મજનૂ', 'પ્રેમાભિષેકમ', 'અનારકલી', 'પ્રેમનગર' અને 'મેઘા સંદેશમ'નો સમાવેશ થાય છે. બીમાર પડતા પહેલા તેઓ પુત્ર નાગાર્જૂન અને પૌત્ર નાગા ચૈતન્યની સાથે ફિલ્મ 'મનન'ની શૂટિંગ કરી રહ્યા હતા.

image1
image1
image1
English summary
Bharatiya Janata Party's prime ministerial candidate Narendra Modi mourned the death of legendary actor Akkineni Nageswara Rao and said he was among the "stalwarts" of Indian cinema.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.