નલિન કોટડિયાએ કહ્યું કે BJP વિધાયક કોવિંદને વોટ નહીં આપે
નલિન કોટડિયાએ બીજેપીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદને વોટ આપવાની પાડી ના.
એક તરફ જ્યાં દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે ત્યાં જ ગુજરાત બીજેપીના એક નેતાએ આ ચૂંટણીમાં રામ નાથ કોવિંદને વોટ ન આપવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજ સવારથી જ મુખ્યમંત્રી સમેત વિપક્ષના પણ તમામ મોટા નેતાઓએ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વિશેષ પેન દ્વારા પોતાનો મત આપવા તાજવીજ હાથ ઘરી છે. ત્યારે ભાજપના નલિન કોટડિયાએ આ મામલે પોતાનો વોટ રામ નાથ કોવિંદ આપવાની ના પાડી દીધી છે.

નલિન કોટડિયાએ આ વાતની જાહેરાત કરતા જણાવ્યું કે તે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને વોટ નહીં આપે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ છું અને આ માટે જ હું આ ચૂંટણીમાં વોટ નહીં આપું. ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત મામલે નલિન કોટડિયા ભાજપથી લાંબા સમયથી નાખુશ છે. અને અવાર જવાર તેમના ભાષણોમાં પણ ભાજપની જ ફજેતી થતી રહેતી હોય છે. ત્યારે આ વખતે પણ તેમણે આ મતદાન ન કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે.












Click it and Unblock the Notifications
