નલિયા સેક્સકાંડ: 3ની ધરપકડ, જાણો શું છે આ આખો મામલો

Posted By:
Subscribe to Oneindia News

કચ્છના નલિયામાં ચકચાર મચાવનારા દુષ્કર્મમાં હાલ 3 લોકોની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આજે આ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અને પૂછપરછ માટે પોલીસે 14 દિવસની રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આ કેસમાં પોલીસે અશ્વિન ઠક્કર. વિનોદ ભીંડે અને તેના પુત્ર ચેતનની અટક કરી છે.

Read also: નલિયા દુષ્કર્મકાંડ: 4 ભાજપના કાર્યકરોને કરવામાં આવ્યા સસ્પેન્ડ

આ કેસમાં 13 દિવસ પહેલા પીડિતોએ નવ લોકો દ્વારા તેના પર દુષ્કર્મ કર્યું હોવાની જાણકારી આપી હતી. જો કે તે બાદ પોલીસે આ અંગે કોઇ અટકાયત ના કરતા અને સોશ્યલ મીડિયા પર આ કેસ ચર્ચામાં આવતા આમ આદમી પાર્ટી અને વિપક્ષ કોંગ્રેસે આ અંગે વિરોધ નોંધાવ્યો હતો. રાજકીય રીતે આ મામલો ગરમાતો જોઇને ભાજપે પણ તેના ચાર કાર્યકર્તાઓને સસ્પેન્ડ કર્યા હતા.

ચાર નરાધમો

ચાર નરાધમો

નોંધનીય છે કે પીડીતાએ જે રીતે ફરિયાદ નોંધાવી છે તે મુજબ આ દુષ્કર્મનો મુખ્ય આરોપી શાંતિલાલે નલિયાના કોઠારા ગામની એક 24 વર્ષીય યુવતીને નોકરી અને એડવાન્સ સેલરી આપવાના બહાનું આપી ઘરે બોલાવી હતી અને કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ કર્યું હતું. વળી યુવતીનો વીડીયો બનાવીને તેને બ્લેકમેલ પણ કરવામાં આવી હતી કે જો કોઇને કહેશે તો તેના પતિ વીડિયો મોકલી દેવામાં આવશે અને તેના ભાઇને પણ મારી નાંખવામાં આવશે.

દુષ્કર્મ

દુષ્કર્મ

યુવતીએ જણાવ્યા મુજબ વીડીયોની ડર બતાવીને જ તેને કામ અર્થે નખત્રણા અને માંડવી પણ મોકલવામાં આવી હતી. અને ત્યાં પણ તેની પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. વધુમાં યુવતી ચોંકવનારી માહિતી આપી હતી કે તેના જેવી અન્ય 35 થી 60 યુવતીઓને શાંતિલાલ જેવા લોકો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે.

આત્મહત્યા

આત્મહત્યા

હાલ પતિ સાથે મુંબઇ ચાલી ગયેલી પરણિતાના પતિએ જણાવ્યું કે તેણે એક વાર આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે પીડિતાને આ નરાધમો દ્વારા વારંવાર રાજકીય શાખ હોવાની બીક બતાવીને ડરાવવામાં આવી છે. જે વાતની જાણકારી તેને આત્મહત્યા કરતી વખતે સુસાઇડ નોટમાં પણ કરી છે.

ગુજરાત અને મહિલા સુરક્ષા

ગુજરાત અને મહિલા સુરક્ષા

નોંધનીય છે કે રાજકારણમાં આ પહેલા પણ અનેક વાર યુવતીઓનો ઉપયોગ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે કરવામાં આવ્યો છે. ત્યારે પીડિતા જે મુજબ માહિતી આપી છે તે પ્રમાણે જે ખરેખરમાં આવી અન્ય પણ યુવતીઓનો પોતાના સ્વાર્થ માટે આરોપી શાંતિલાલ જેવા લોકો દ્વારા ઉપયોગ લેવાતો હોય ત્યારે તે વાત વિચારવા લાયક બની જાય છે કે ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે?

English summary
Naliya Rape Case: 3 BJP Workers presented in court. Read here whole update on Naliya rape case.
Please Wait while comments are loading...