For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ 20મી તારીખે નલિયા સેક્સકાંડ મામલે વિધાનસભાને ઘેરશે

કોંગ્રેસ દ્વારા 20મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભાને ઘેરવામાં આવશે. આજે કોંગ્રેસે પ્રેસ કોન્ફર્ન્સ તેની જાહેરાત કરી હતી. વધુમાં શંકરસિંહએ પીએમ મોદીથી લઇને અન્ના હજારે પર કંઇક આ રીતે કટાક્ષ કર્યો હતો

|
Google Oneindia Gujarati News

નલિયા દુષ્કર્મ મામલે કોંગ્રેસે પોતાનો વિરોધ ચાલુ રાખતા 18 ફેબ્રુઆરીથી નલિયાથી એક યાત્રા નીકાળશે. જે 20મી ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર પહોંચશે અને ગાંધીનગર વિધાનસભાનો કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા ઘેરવામાં આવશે. નોંધનીય છે કે બજેટ સત્રની શરૂઆત પહેલા જ કોંગ્રેસ દ્વારા ભાજપ પર પ્રહાર કરવા માટે આ ઘેરાવ કરવામાં આવશે. આજે આ અંગે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલાએ એક પ્રેસકોન્ફર્ન્સ બોલાવીને જાહેરાત કરી હતી.

sankar bapu and bharat

વીડિયો ક્લીપ જાહેર કરવા અંગે

આ પ્રેસ કોન્ફર્ન્સમાં જ્યારે શંકરસિંહ વાઘેલાએ સેક્સકાંડની સીડી જાહેર કરવા અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તે જરૂરથી નીતીન પટેલને ફોન કરીને આ વીડિયોની ક્લીપ મોકલશે પણ તેને બધાની સામે એટલા માટે જાહેરાત કારણ કે તેનાથી કોઇની આબરૂ લજાય.

બાબા રામદેવ
નોંધનીય છે કે જે જ્યારે મીડિયા વતી નલિયા પીડિતાએ કોંગ્રેસી સદસ્યોને ન મળવાની વાત કહેવામાં આવી તો શંકરસિંહે જણાવ્યું કે તે ગુજરાતની તમામ મહિલાઓની સલામતી માટે તે આ કદમ ઉઠાવી રહ્યા છે. આ પ્રસંગે શંકર સિંહ વાધેલાએ બાબા રામદેવ અને અન્ના હજારે પર પણ ટિપ્પણી કરતી કહ્યું કે દિલ્હીમાં અન્ના હજારે અને બાબા રામદેવ ભાજપના ઇશારે મીણબત્તી લઇને નિર્ભયા વખતે વિરોધ કરવા નીકળેલા. તો ગુજરાતની આ નિર્ભયા માટે જો અગરબત્તી લઇને પણ હાજર રહેશે તો અમે તેમને આવકારીશું.

Read also: યુપી વિધાનસભા ચૂંટણી 2017: હરદોઇ અને બારાબંકીમાં ગર્જ્યા પીએમ મોદીRead also: યુપી વિધાનસભા ચૂંટણી 2017: હરદોઇ અને બારાબંકીમાં ગર્જ્યા પીએમ મોદી

પીએમ મોદી પર કટાક્ષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરતા કહ્યું કે મોદી કહે છે કે ઉત્તર પ્રદેશમાં માં-બહેનાની ઇજ્જત ખુલ્લે આમ લૂંટાઇ રહી છે. પણ ઘરમાં નાલિયા કાંડમાં બહેનોની ઇજ્જત લૂંટાઇ રહી છે તે અંગે મોદી કશું પણ નથી બોલી રહ્યા. નોંધનીય છે કે ગુજરાતમાં બજેટ સત્ર 20મી શરૂ થશે ત્યારે કોંગ્રેસ દ્વારા આ દિવસે જ વિધાનસભાને ઘેરવામાં આવી રહ્યું છે. જે જોતા આ વખતનું બજેટ સત્ર હંગામી બની રહેશે તે વાત તો ચોક્કસ છે.

English summary
Congress will block Gujarat assembly on 2oth February for protesting Naliya sex scandal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X