નન્હી પરી અવતરણ કાર્યક્રમને મળ્યો બહોળો પ્રતિસાદ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

બેટી બચાઓ બેટી પઢાવો સૂત્રને સાર્થક કરવા વિશ્વ મહિલા દિને નન્હી પરી અવતરણ યોજના અંતર્ગત ગુજરાત સરકાર ના આ કાર્યક્રને બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને સમગ્ર રાજયમાં તમામ જિલ્લાઓમાં દીકરી જન્મના અદભુત વધામણા કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ મમતા કીટ તેમજ ચાંદીનો સિક્કો, તેમજ ઘીની શુદ્ધ મીઠાઈ તેમજ ઝભલા આપીને દીકરી જન્મને આવકાર્યો હતો. આ ઉપરાંત સમગ્ર રાજયમાં પણ આ કાર્યક્રમ અંતર્ગત ભાગરૂપે આજે વિવિધ સિવિલ ખાનગી હોસ્પિટલ ખાતે નવી જન્મેલ બાળકીઓને વધાવવામાં આવી હતી.

gujarat samachar

સરકારે ચાંદીનો સિક્કો ,મીઠાઈ અને ગુલાબ આપવાનું નક્કી કર્યું છે ,દીકરા -દીકરી વચ્ચે નો ભેદ ભૂલાય અને ઘટતો સ્ત્રી દર નિયંત્રિત બને તેવા આશય સાથે દરેક હોસ્પિટલમાં જીલ્લા વહીવટી તંત્ર અને રાજ્યના મુખ્યમંત્રી પણ આ મુજબ કાર્યક્રમો આપ્યા છે ,ત્યારે પાટણમાં પણ કલેકટર આનંદ પટેલ જીલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ એ પણ પાટણ બસ સ્ટોપ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં આજે જન્મેલી દીકરીઓને આનંદથી આવકારી હતી અને કિટનું વિતરણ કર્યું હતું

સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ સરકારી હોસ્પિટલ માં આજે જન્મેલી બાળકી નું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ રીતે મહિલા દિન નિમિત્તે ગુજરાત સરકારે એક અનોખી પહેલ પડી ને મહિલા દિન ની ઉજવણી કરી છે.

મહિસાગર જિલ્લામાં પણ મહિલા અને બાળ વિકાસ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આંતરાષ્ટ્રીય મહીલા દિન ઉજવણી અંતર્ગત નન્હી પરી અવતરણ કાર્યક્રમની સાથે મહિલા લક્ષી યોજનાઓ અંગેના અનેક કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી ર્ડો. એમ.ડી મોડીયાએ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ પુજા હોસ્પીટલની મુલાકાત લઇ ૮મી માર્ચ-૨૦૧૮ના રોજ જન્મેલી દિકરીઓને અને માતાઓને ચાંદીના સિક્કા, મીઠાઇના પેકેટ અને મમતા કીટ્સ આપી પ્રોત્સાહિત કરી આવકારી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી.

gujarat samachar

મહેસાણામાં આ દિવસે નવજાત બાળકીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું..જિલ્લામાં સિવિલ સહિત ૩૫ સ્થળોએ મહાનુંભાવોના હસ્તે " નન્હી પરી અવતરણ " કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જિલ્લા કલેકટર એચ.કે.પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સિવિલ હોસ્પિટલ અને લાયન્સ હોસ્પિટલમાં જઇ આજે જન્મ પામેલ બાળકીઓનું સ્વાગત કર્યું હતું..જિલ્લા વહીવટીંતત્ર દ્વારા આ દિકરીઓને " મમતા કીટ " આપવામાં આવી હતી આ કીટમાં ઝભલુ,ટોપી,હાથ પગના મોજા,ફરવાળો રૂમાલ,ફ્લાનીલ,સેનેટરી નેપકીન,ચાંદીનો સિકકો આપવામાં આવશે, આ ઉપરાંત આ દિવસે આર્કષક પેકીંગમાં શુધ્ધ મીઠાઇનો ડબ્બો,,ગુલાબનું ફુલ દિકરીના આપી જન્મને વધાવવામાં આવ્યો હતો.

જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે સમાજમાં દિકરી અને દિકરીઓનું સપ્રમાણ જરૂરી છે.દિકરીઓનું સન્માન કરવું જરૂરી છે. સંસ્કૃતમાં ખૂબ જ જાણીતો શ્લોક છે,'યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ’. જ્યાં દીકરીઓ, મહિલાઓ, માતાઓનું પૂજન થાય છે સન્માન જાળવવામાં આવે છે ત્યાં દેવતાઓ હંમેશા પ્રસન્ન રહે છે. લોકો પાસે ઘણા વર્ષોથી આ જ્ઞાન છે પણ તેને સંપૂર્ણ અમલ થતો નથી. છેલ્લાં કેટલાક વર્ષોથી આ દિશામાં સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને દીકરીઓને દરેક તબક્કે શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. આ અભિયાનનો સૌથી મોટો શ્રેય દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને જાય છે. દીકરીઓને બચાવવા માટે વડાપ્રધાને સમગ્ર દેશમાં અભિયાન ચાલુ કર્યું છે. ગામે ગામ અને શહેરોમાં આ અભિયાનને એક આંદોલનનું સ્વરૂપ આપવા માટે પ્રયાસ થઈ રહ્યા છે.

જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું કે ૦૮ માર્ચના રોજ જન્મેલ તમામ દિકરીઓને મમતા કીટ આપી સન્માન કરવામાં આવશે.આગામી ૧૦ માર્ચને શનિવારના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ટાઉનહોલ ખાતે મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાવાનો છે.જે દિવસે સવારે બાઇક રેલી,સાયકલોથો અને પગપાળા સહિતના કાર્યક્મો યોજાવાનો છે. આ દિવસે વિવિધ ક્ષેત્રમાં નામના પ્રાપ્ત મહિલાનું સન્માન કરવામાં આવશે.

English summary
Nanhi Pari karyakram gets huge response

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.