આખરે તપાસ પંચ સમક્ષ હાજર રહ્યાં નારાયણ સાંઇ

ડીકે ત્રિવેદી તપાસ પંચ દ્વારા આસારામ બાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઇને 8 નવેમ્બરે હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ બન્ને પંચ સમક્ષ હાજર રહ્યાં નહોતા અને વધું 15 દિવસ આપવામાં આવે તેવી અપીલ કરી હતી. જો કે, પંચે તેમની આ અપીલને ઠુકરાવી દીધી હતી. તેમજ 11 નવેમ્બરે હાજર રહેવા ફરમાન કર્યું હતું. જેના પગલે નારાયણ સાંઇ હાજર રહ્યાં હતા, પરંતુ આસારામ બાપુ આવ્યા નહોતા. તેમને પહેલી ડિસેમ્બરે હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, આ પહેલા પણ પંચ દ્વારા અનેક વખત આસારામ બાપુને નોટીસ પાઠવવામાં આવી છે કે, તેઓ નિવેદન આપવા માટે પંચ સમક્ષ હાજર રહે, પરંતુ આસારામ બાપુ એવો જવાબ આપી રહ્યાં છેકે તેઓ પંચ સમક્ષ નિવેદન આપવા માટે નહીં આવે, જો તેમને નિવેદન લેવું હોય તો પંચ તેમની પાસે આવે.












Click it and Unblock the Notifications
