અમદાવાદઃ નરોડા પાસેથી 15 લાખના ચરસ સાથે મહિલા ઝડપાઇ

આ અંગે મળેલી માહિતી અનુસાર, એનસીબીને બાતમી મળી હતી, જેના આધારે નરોડામાંથી ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી નુસરત જ્હા નામની મહિલા પાસેથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. નુસરત જ્હા ચરસનું વેચાણ કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.
નશીલા પદાર્થ સામે હાથ ધરાયેલી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી ડ્રગ્સનું વેચાણ કરનારા અને ડિલીવરી કરનારાઓએ પોતાની મોડસ ઓપરેન્ડી બદલી નાંખી છે અને સરકારી પરિવહનની બસ અને રેલવે જેવા વાહનોનો ઉપયોગ શરૂ કર્યો છે. એનસીબીએ છેલ્લા કેટલાક વર્ષોની તુલનામાં આ વર્ષે ડ્રગ્સ પકડવાના કેસ વધુ નોંધાયા છે.












Click it and Unblock the Notifications
