નરેન્દ્ર મોદીએ પૂછ્યું અફજલ ગુરૂનો નંબર ક્યારે આવશે

narendra-modi
અમદાવાદ, 21 નવેમ્બર: મુંબઇ હુમલાના મુખ્ય આરોપી અજમલ કસાબને ફાંસી આપ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે હવે અફજલ ગુરૂનો નંબર ક્યારે આવશે.

નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી પૂછ્યું છે કે અજમલ કસાબને ફાંસી આપીને સરકારે સારું કામ કર્યું છે. પરંતું અફજલ ગુરૂને ફાંસી ક્યારે આપવામાં આવશે. નરેન્દ્ર મોદી સિવાય કોંગ્રેસના દિગ્વિજય સિંહે કહ્યું છે કે હવે ટુંક સમયમાં સંસદ હુમલાના મુખ્ય આરોપી અફજલ ગુરૂને ફાંસી આપવી જોઇએ. હવે દેશના નેતાઓએ અફજલ ગુરૂ પર રાજકારણ શરૂ કરી દિધું છે.

દેશના રાજકિય વિશ્લેષકોનું કહેવું છે કે દિગ્વિજય સિંહના નિવેદનને સામાન્ય ગણવામાં ન આવે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે કેન્દ્ર સરકારે અફજલ ગુરૂની ફાંસીની તૈયારીઓ શરૂ કરી દિધી છે. ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે 7.30 વાગે પુણેની જેલમાં અજમલ કસાબને ફાંસી આપવામાં આવી છે. ત્યારબાદ દેશભરમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X