For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ સુરતમાં સંજીવ કુમાર ઓડિટોરીયમનું ઉદઘાટન કર્યું, વીડિયો

|
Google Oneindia Gujarati News

સુરત, 14 ફેબ્રુઆરી: ગુજરતાના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ગુજરાના સુરતમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી. નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સુરતમાં સંજીવ કુમાર ઓડિટોરીયમને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સંજીવ કુમાર હિન્દી ફિલ્મ જગતના જાણીતા કલાકાર હતા, જેમણે સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું હતું.

આ ઉપરાંત નરેન્દ્ર મોદીના હસ્તે સુરતના વિવિધ યોજનાનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ગૃહ યોજનાનું કમ્પ્યુટરાઇઝેશન અને સંજીવ કુમાર ઓડીટોરીયમના ઉદઘાટનનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મોદીનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં આજે બીઆરટીએસ, ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મરીન એક્વેરિયમ તેમજ મોબાઇલ એક્ટ દ્વારા પેમેન્ટ સુવિધાનો પ્રારંભ કર્યો છે.

નરેન્દ્ર મોદીનું ઉદબોધન:
નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે પોતાનું ઉદબોધન કરતા જણાવ્યું કે હમણા સુરતમાં આરામ કરવાનો સમય છે છતાં સુરતીઓ ધબકી રહ્યા છે એ વાત આખી અદભૂત છે. આ ઉપરાંત સંજીવ કુમારને આટલી સરસ શ્રદ્ધાંજલિ આપી છે, તે બદલ હું આપનો આભારી છું. સુરતના લોકોએ એક કલાકારનું સન્માન કરીને એક કલાનું સન્માન કર્યું છે, માટે સુરત મહાનગર પાલિકા ખૂબ જ શુભેચ્છાને પાત્ર છે. મને વિશ્વાસ છે કે જ્યારે મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આ વાત પહોંચશે ત્યારે તેમને થશે કે એક રાજ્ય છે જ્યા કલા અને કલાકારનું આવી રીતે સન્માન થાય છે. તેમના પરિવારજનોનો પણ આભાર માનું છું કે તેમને સંજીવ કુમારને મળેલા તમામ પુરસ્કારો અને સન્માનો સ્મૃતિમાં મૂકવા માટે આપ્યા છે.

આજે સુરતને એક નવું એક્વેરિયમ મળ્યું છે. સુરત અને સુરતમાં આવનારા લોકો માટે એક્વેરિયમ એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સુરત તાપીની પાસે વસેલું છે અત્રે પાણીનું કોઇ સંકટ નથી. જેટલું જોઇએ તેટલું પાણી છે. છતાં પણ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાનો વિચાર આવવો એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે.

ગરીબમાં ગરીબ વ્યક્તિ માટે ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગમાં આવે. અને એક ડિજીટલ ઇન્ડિયા આ સપનું આપણે જલદી સાકાર કરીએ. કોઇ ભેદભાવ ના અનુભવાય. આ કાર્યક્રમ જેવી રીતે અહીં ચાલી રહ્યો છે, તેવી રીતે 16 રાજ્યોમાં પણ આવો કાર્યક્રમ ચાલી રહ્યો હશે. ત્યાં પણ હાઉસીંગ માટે ડ્રો ચાલી રહ્યા હશે.

હમણાં ગાંધીજીની 150મી જન્મજયંતી આવી રહી છે, ત્યારે આપણે ગાંધી-150 હેઠળ આપણે આપણા દેશને કેવું જોવા માંગો છો આપણા રાજ્ય અને આપણા સુરતને કેવું જોવા માંગીએ છીએ. મિત્રો ગુજરાતે એક બિડું ઝડપ્યું છે અમે ઝોપડીમાં રહેતા લોકોને મકાન આપવાનું કામ શરૂ કર્યું છે. તેમને માથે છત મળશે ત્યારે તેઓ બચત તરફ વળશે અને વિકાસના ધારામાં આવી જશે.

એક જમાનો હતો 97-98માં ગુજરાતનું બજેટ ખૂબ ઓછું હશે, જ્યારે હાલમાં ગુજરાત લોકોને મકાન આપવા માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવી રહ્યું છે. ડ્રોમાં જેમને મકાન લાગ્યા છે તેમને શુભેચ્છા છે. અને જેમને નથી મકાન નથી લાગ્યા તેમને નિરાશ થવાની જરૂર નથી આવા ડ્રો થતા રહેશે. જે લોકો ઇનક્લુસિવ ડ્રોની વાત કરે છે તેમને હું કહેવા માંગુ છું આને ઇન્ક્લુઝિવ ગ્રોથ કહેવાય.

બીઆરટીએસનો પ્રયોગ આપણે અમદાવાદ અને રાજકોટમાં કર્યો તેનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. યુનાઇટેડ નેશને પણ તેની નોંધ લીધી છે. વિદેશથી આવતા લોકો માટે બીઆરટીએસ એક કૌતુક સમાન છે. માટે સુરતવાસીઓને બીઆરટીએસની ભેંટ બદલ ખૂબ ખૂબ અભિનંદન.

કાર્યક્રમને જુઓ વીડિયોમાં....

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ગુજરતાના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ગુજરાના સુરતમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

આ ઉપરાંત નરેન્દ્ર મોદીના હસ્તે સુરતના વિવિધ યોજનાનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સુરતમાં સંજીવ કુમાર ઓડિટોરીયમને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સંજીવ કુમાર હિન્દી ફિલ્મ જગતના જાણીતા કલાકાર હતા, જેમણે સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું હતું.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

આ પ્રસંગે મોદીનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં આજે બીઆરટીએસ, ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મરીન એક્વેરિયમ તેમજ મોબાઇલ એક્ટ દ્વારા પેમેન્ટ સુવિધાનો પ્રારંભ કર્યો છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે પોતાનું ઉદબોધન કરતા જણાવ્યું કે હમણા સુરતમાં આરામ કરવાનો સમય છે છતાં સુરતીઓ ધબકી રહ્યા છે એ વાત આખી અદભૂત છે. આ ઉપરાંત સંજીવ કુમારને આટલી સરસ શ્રદ્ધાંજલિ આપી છે, તે બદલ હું આપનો આભારી છું. સુરતના લોકોએ એક કલાકારનું સન્માન કરીને એક કલાનું સન્માન કર્યું છે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

આજે સુરતને એક નવું એક્વેરિયમ મળ્યું છે. સુરત અને સુરતમાં આવનારા લોકો માટે એક્વેરિયમ એક આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સુરત તાપીની પાસે વસેલું છે અત્રે પાણીનું કોઇ સંકટ નથી. જેટલું જોઇએ તેટલું પાણી છે. છતાં પણ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાનો વિચાર આવવો એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ગરીબમાં ગરીબ વ્યક્તિ માટે ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગમાં આવે. અને એક ડિજીટલ ઇન્ડિયા આ સપનું આપણે જલદી સાકાર કરીએ. કોઇ ભેદભાવ ના અનુભવાય. આ કાર્યક્રમ જેવી રીતે અહીં ચાલી રહ્યો છે, તેવી રીતે 16 રાજ્યોમાં પણ આવો કાર્યક્રમ ચાલી રહ્યો હશે. ત્યાં પણ હાઉસીંગ માટે ડ્રો ચાલી રહ્યા હશે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

હમણાં ગાંધીજીની 150મી જન્મજયંતી આવી રહી છે, ત્યારે આપણે ગાંધી-150 હેઠળ આપણે આપણા દેશને કેવું જોવા માંગો છો આપણા રાજ્ય અને આપણા સુરતને કેવું જોવા માંગીએ છીએ. મિત્રો ગુજરાતે એક બિડું ઝડપ્યું છે અમે ઝોપડીમાં રહેતા લોકોને મકાન આપવાનું કામ શરૂ કર્યું છે. તેમને માથે છત મળશે ત્યારે તેઓ બચત તરફ વળશે અને વિકાસના ધારામાં આવી જશે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

એક જમાનો હતો 97-98માં ગુજરાતનું બજેટ ખૂબ ઓછું હશે, જ્યારે હાલમાં ગુજરાત લોકોને મકાન આપવા માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવી રહ્યું છે. ડ્રોમાં જેમને મકાન લાગ્યા છે તેમને શુભેચ્છા છે. અને જેમને નથી મકાન નથી લાગ્યા તેમને નિરાશ થવાની જરૂર નથી આવા ડ્રો થતા રહેશે. જે લોકો ઇનક્લુસિવ ડ્રોની વાત કરે છે તેમને હું કહેવા માંગુ છું આને ઇન્ક્લુઝિવ ગ્રોથ કહેવાય.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

બીઆરટીએસનો પ્રયોગ આપણે અમદાવાદ અને રાજકોટમાં કર્યો તેનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. યુનાઇટેડ નેશને પણ તેની નોંધ લીધી છે. વિદેશથી આવતા લોકો માટે બીઆરટીએસ એક કૌતુક સમાન છે.

મોદીએ સુરતમાં સંજીવ કુમાર ઓડિટોરીયમનું ઉદઘાટન કર્યું

મોદીએ સુરતમાં સંજીવ કુમાર ઓડિટોરીયમનું ઉદઘાટન કર્યું

English summary
Modi will dedicate various development projects and attend the computerized draw for the beneficiaries of the Mukhyamantri Gruh Yojana thereafter, at the Sanjeev kumar Auditorium in Surat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X