• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોરબીમાં મોદીના અભિવાદનની અનોખી શૈલી: રજતતુલાથી સન્માન

|

મોરબી, 25 ઑગસ્ટ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નવરચિત મોરબી જિલ્લાનો શનિવારે ગરિમામય શુભારંભ કરાવ્યો હતો અને જાહેર કર્યું હતું કે, ગતિશીલ વિકાસ અને જનશક્તિને વિકાસમાં ભાગીદાર બનાવવા ઉત્તમ વહીવટી વિકેન્દ્રીંકરણ ગુજરાતે કર્યું છે. ભારતના વિકાસ માટે ગુજરાત જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ ગુજરાતની જનતાને જે નરી આંખે દેખાય છે તે ગુજરાત વિરોધીઓને દેખાતું નથી. મોરબીના શહેરી ગરીબો માટે રૂ. ર૫ કરોડના ખર્ચે ૧૦૦૮ પાકાં આવાસો બાંધવાના પ્રોજેક્ટની નવા જિલ્લાના શુભારંભ અવસરે મુખ્યમંત્રીએ ભેટ આપી હતી.

નાના જિલ્લાઓ અને વહીવટી વિકેન્દ્રી કરણથી જનશાસન વધુ લોકાભિમુખ અને વેગવંતું બનશે એની ખાતરી ૫ણ આપી હતી. મુખ્ય મંત્રીએ ૧૫મી ઓગસ્ટના આઝાદી પર્વથી ગુજરાતમાં સાત નવા જિલ્લાની રચના કરી છે અને મોરબી ખાતે આજે નરેન્દ્રભાઇ મોદીનું આગમન થતાં જ સમગ્ર મોરબી શહેર આનંદોત્સવમાં રમમાણ બની ગયું હતું. મોરબી જિલ્લા માં રાજકોટ જિલ્લાખમાંથી મોરબી, વાંકાનેર, ટંકારા, માળિયા-મિયાણા, જામનગર જિલ્લાજમાંથી જોડીયા અને સુરેન્દ્ર નગર જિલ્લામાંથી હળવદ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નવરચિત જિલ્લાંના ૩૫૭ ગામોની કુલ વસતિ નવ લાખ ૪૮ હજાર ૮૪૬ અને વિસ્તા ર ર,૯૭,ર૮૭.૧ ચો.કિ. થાય છે. નરેન્દ્ર મોદીની જિલ્લાનો સહુ નાગરિક સંસ્થાઓ, મંડળો, સ્વૈનચ્છિક સંગઠનોએ અભિવાદન પ્રતિકરૂપે રજતતુલા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીનું અભિવાદન કરવા ૧૦૦થી વધુ સંસ્થાઓ અને આગેવાન-પ્રતિનિધિઓએ સન્માન કર્યું હતું. સમગ્ર નગર-રૂટ ઉપર હજારોની સંખ્યામાં નાગરિક સમુદાયો અભૂતપૂર્વ ઉત્સાદહથી ઉમટ્યાં હતાં. નરેન્દ્ર મોદીએ આ નાગરિક શક્તિના દર્શનથી અભિભૂત થઇને તેમનું અભિવાદન કર્યું હતું.

જનતાને નવરચિત મોરબી જિલ્લાના શુભારંભને જાજરમાન બનાવવામાં હૈયાનો ઉમંગ છલકાવ્યો છે તેનું ગૌરવ કરતાં મુખ્ય મંત્રીએ મોરબીના નવા જિલ્લાની આગવી ઓળખ ઉભી થવાની છે. અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે ક્રાંતિકારી જ્ઞાન-પ્રકાશની જયોતિ પ્રગટાવનારા સ્વામી દયાનંદ સરસ્વાતીની આ ભૂમિમાં વિકાસનું પણ અનોખું સામર્થ્ય છે તેને અવસર મળ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

મોરબી જિલ્લા‍ની અનેક વિશેષતા ઓળખાવતા મુખ્યે મંત્રીએ જણાવ્યું કે, આઝાદીની લડતમાં સત્યાગ્રહ અને જનચેતના જગાવનારા મહાત્મા ગાંધીજી જેને ગુરૂ માનતા એવા શ્રીમદ્ રાજચંદ્રની પણ આ ભૂમિ છે. મોરબીમાં તળીયાથી નળીયા સુધી સામાન્યવ માનવીની સાથે નાતો જોડે છે. સમગ્ર હિન્દુ સ્તા નનો સમય મોરબી સાચવે છે. એક આર્થિક પ્રવૃત્તિથી ધબકતો આ નવો જિલ્લો કચ્છના શાખ પડોશી જિલ્લા તરીકે પોતાની આગવી વિકાસની હરણફાળ ભરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિકાસ સ્થગિત હોઇ શકે નહીં, વ્યક્તિલક્ષી હોઇ શકે નહીં, પણ વિકાસ સર્વસમાવેશક, સર્વસ્પર્શી હોય એ દિશામાં ગુજરાતે સફળતાપૂર્વક વહીવટી સુધારણા અને વ્ય્વસ્થાપન કરી બતાવ્યું છે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

નવા સાત જિલ્લામાંથી ચાર જિલ્લા તો સૌરાષ્ટ્રમાં કાર્યરત થઇ ગયા છે. વિકાસ માટે વહીવટનું વિકેન્દ્રીરકરણ કરીને ઇ-ગવર્નનન્સથી સેવા, સુવિધા અને સુખાકારીમાં ગુણાત્મક પરિવર્તન લાવવામાં ગુજરાત મોખરે છે. તાલુકા સરકાર અને આપણો તાલુકો- વાઇબ્રન્ટ તાલુકાથી ૫ર-માંથી બમણા ૧૦ર પ્રાન્ત બનાવી દીધા છે. તાલુકાઓ વચ્ચે વિકાસની સ્પર્ધા શરૂ થઇ છે. ભારતની જનતાની આંખમાં ધૂળ ઝોંકનારાને ગુજરાતની જનતાએ જાકારો આપી દીધો છે અને છ મહિના પહેલાં જ આખી જૂઠાણા ફેલાવનારી ફોજને ફેંકી દીધી એ આ ગુજરાતની જનતા છે. હવે દેશની જનતાને ભ્રમિત કરવા નીકળ્યા છે, પણ ર૦૧રમાં ગુજરાતની જનતાને અમારા કામોનો હિસાબ આપીને જનતા જનાર્દનનો વિશ્વાસ મેળવ્યો છે. હવે ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રની સરકાર પાસે જનતા હિસાબ માંગી રહી છે અને અવસર આવ્યે તેનો હિસાબ ચૂકતે કરી દેશે એમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.

દેશમાં રૂપિયાની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે અને રૂપિયાને જીવલેણ બિમારીનો ભોગ બનાવી દીધો છે એવો યુપીએ સરકારની સરિયામ નિષ્ફીળતા ઉપર આક્રોશ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ દેશને સંકટોમાંથી બચાવવો હશે તો આ નિષ્ફળ શાસકોથી મુક્ત થવું પડશે.

ચાંદીની રજતતુલાથી મળેલી ૯૫ કિલો ચાંદીનું ટ્રસ્ટીરશીપ તરીકે જેટલું મૂલ્યસ થાય તે ભંડોળનો ઉપયોગ લોહપુરૂષ સરદાર પટેલના ભવ્યં સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં વાપરવાના સંકલ્પલની મુખ્ય મંત્રીએ જાહેરાત કરી હતી. ઊર્જા રાજ્ય મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતનું સૌથી વધુ ઝડપી વિકાસ પામી રહેલું શહેર મોરબી છે. આ વિસ્તાહરના સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગના કારણે વિદેશી હૂંડિયામણ ભારતને મળે છે. આવા સંજોગોમાં મોરબી સહિત ગુજરાતને દેશમાં ઉત્પાદિત થતાં ગેસની આવશ્યકતા હોવાનું કહ્યું હતું. તેમણે ગુજરાતને સસ્તા ભાવનો ગેસ પૂરો પાડવામાં કેન્દ્ર સરકાર અંતરાય બને છે, તેમ જણાવ્યું હતું. તેમણે વિકાસ આયોજન, શિક્ષણ, ઊર્જા, જળ સંચય ક્ષેત્રની યોજનાની વિગતો પણ પ્રવચનમાં દર્શાવી હતી.

ગ્રામ વિકાસ મંત્રી જયંતિભાઈ કવાડિયાએ મોરબીને જિલ્લો બનાવવા બદલ મુખ્યમંત્રી નરેન્દ્રયભાઈ મોદીને વિસ્તાલરની જનતા વતી હર્ષની લાગણી વ્ય કત કરી, અભિનંદન આપ્યાદ હતા. કૃષિ રાજ્ય મંત્રી ગોવિંદભાઈ પટેલે જણાવ્યું કે, અનેક કુદરતી આફતોનો સામનો કરી મોરબીએ વિકાસ સાધ્યોભ છે તથા હવે નવો જિલ્લોય બનતાં રાજ્ય સરકારની નીતિના પરિણામે મોરબીના વિકાસના દ્વાર ખુલ્યાવ છે.

મુખ્ય મંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની દૂરંદેશી અને દ્રઢ ઇચ્છાજશક્તિના કારણે નવા જિલ્લાઓ અસ્તિત્વમાં આવ્યાં છે અને આ નિર્ણય વિકાસ માટે ઇંધણ બનશે, તેમ તેમણે જણાવ્યું હતું. ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ સરકારે મોરબી જિલ્લો બનાવતાં હવે વિકાસને વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ધારાસભ્ય મોહનભાઈ કુંડારિયાએ મોરબી જિલ્લો બનતાં હવે તે વિકાસમાં નંબર વન બનશે તેવી આશા સેવી હતી. મોરબીના નવનિયુક્ત કલેક્ટર શૈલેષ રાવળે શાબ્દિક સ્વાનગત કર્યું હતું. આ અભિવાદન સમારોહમાં માર્ગ વાહન વ્યષવહાર નિગમના અધ્યક્ષ બાબુભાઈ ઘોડાસરા, સાંસદ શંકરભાઈ વેગડ, ધારાસભ્યો પ્રવિણ માંકડીયા, જિતુભાઈ વાઘાણી તથા ભાવનાબહેન તેમજ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના પ્રમુખઓ, પદાધિકારીઓ તથા જિલ્લા તંત્રના અધિકારીઓ અને નવરચિત જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

મોરબીમાં નરેન્દ્ર મોદીએ શું સંબોધન કર્યું સાંભળો...

મુખ્ય મંત્રીશ્રીના અભિવાદનની અનોખી શૈલી: રજતતુલાથી સન્માન

મુખ્ય મંત્રીશ્રીના અભિવાદનની અનોખી શૈલી: રજતતુલાથી સન્માન

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નવરચિત મોરબી જિલ્લાનો શનિવારે ગરિમામય શુભારંભ કરાવ્યો હતો અને જાહેર કર્યું હતું કે, ગતિશીલ વિકાસ અને જનશક્તિને વિકાસમાં ભાગીદાર બનાવવા ઉત્તમ વહીવટી વિકેન્દ્રીંકરણ ગુજરાતે કર્યું છે.

શહેરના ૧૦૦૮ ગરીબોને આવાસો માટે રૂ. રપ કરોડનો પ્રોજેકટ જાહેર

શહેરના ૧૦૦૮ ગરીબોને આવાસો માટે રૂ. રપ કરોડનો પ્રોજેકટ જાહેર

મોરબીના શહેરી ગરીબો માટે રૂ. ર૫ કરોડના ખર્ચે ૧૦૦૮ પાકાં આવાસો બાંધવાના પ્રોજેક્ટની નવા જિલ્લાના શુભારંભ અવસરે મુખ્યમંત્રીએ ભેટ આપી હતી.

મોરબીમાં નવા જિલ્લાસના શુભારંભ પ્રસંગે મોદીનું અભિવાદન

મોરબીમાં નવા જિલ્લાસના શુભારંભ પ્રસંગે મોદીનું અભિવાદન

ભારતના વિકાસ માટે ગુજરાત જે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ ગુજરાતની જનતાને જે નરી આંખે દેખાય છે તે ગુજરાત વિરોધીઓને દેખાતું નથી.

સમગ્ર જિલ્લામાંથી મુખ્ય મંત્રીશ્રીનુ ઉષ્માભર્યું સ્વાનગત

સમગ્ર જિલ્લામાંથી મુખ્ય મંત્રીશ્રીનુ ઉષ્માભર્યું સ્વાનગત

નાના જિલ્લાઓ અને વહીવટી વિકેન્દ્રી કરણથી જનશાસન વધુ લોકાભિમુખ અને વેગવંતું બનશે એની ખાતરી ૫ણ આપી હતી. મુખ્ય મંત્રીએ ૧૫મી ઓગસ્ટના આઝાદી પર્વથી ગુજરાતમાં સાત નવા જિલ્લાની રચના કરી છે અને મોરબી ખાતે આજે નરેન્દ્રભાઇ મોદીનું આગમન થતાં જ સમગ્ર મોરબી શહેર આનંદોત્સવમાં રમમાણ બની ગયું હતું.

મોદીનું સન્માન કરવા સમાજના તમામ આગેવાનો ઉમટયા

મોદીનું સન્માન કરવા સમાજના તમામ આગેવાનો ઉમટયા

મોરબી જિલ્લા માં રાજકોટ જિલ્લાખમાંથી મોરબી, વાંકાનેર, ટંકારા, માળિયા-મિયાણા, જામનગર જિલ્લાજમાંથી જોડીયા અને સુરેન્દ્ર નગર જિલ્લામાંથી હળવદ તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગતિશીલ વિકાસ માટે ઉત્તમ માર્ગ ગુજરાતે બતાવ્યો

ગતિશીલ વિકાસ માટે ઉત્તમ માર્ગ ગુજરાતે બતાવ્યો

નવરચિત જિલ્લાંના ૩૫૭ ગામોની કુલ વસતિ નવ લાખ ૪૮ હજાર ૮૪૬ અને વિસ્તા ર ર,૯૭,ર૮૭.૧ ચો.કિ. થાય છે. નરેન્દ્ર મોદીની જિલ્લાનો સહુ નાગરિક સંસ્થાઓ, મંડળો, સ્વૈનચ્છિક સંગઠનોએ અભિવાદન પ્રતિકરૂપે રજતતુલા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીનું અભિવાદન કરવા ૧૦૦થી વધુ સંસ્થાઓ અને આગેવાન-પ્રતિનિધિઓએ સન્માન કર્યું હતું. સમગ્ર નગર-રૂટ ઉપર હજારોની સંખ્યામાં નાગરિક સમુદાયો અભૂતપૂર્વ ઉત્સાદહથી ઉમટ્યાં હતાં. નરેન્દ્ર મોદીએ આ નાગરિક શક્તિના દર્શનથી અભિભૂત થઇને તેમનું અભિવાદન કર્યું હતું.

નાગરિક સમુદાયો અભૂતપૂર્વ ઉત્સાહથી ઉમટ્યાં

નાગરિક સમુદાયો અભૂતપૂર્વ ઉત્સાહથી ઉમટ્યાં

સમગ્ર નગર-રૂટ ઉપર હજારોની સંખ્યામાં નાગરિક સમુદાયો અભૂતપૂર્વ ઉત્સાહથી ઉમટ્યાં હતાં. નરેન્દ્ર મોદીએ આ નાગરિક શક્તિના દર્શનથી અભિભૂત થઇને તેમનું અભિવાદન કર્યું હતું.

મોરબી જિલ્લાના શુભારંભને જાજરમાન બનાવવામાં હૈયાનો ઉમંગ

મોરબી જિલ્લાના શુભારંભને જાજરમાન બનાવવામાં હૈયાનો ઉમંગ

જનતાને નવરચિત મોરબી જિલ્લાના શુભારંભને જાજરમાન બનાવવામાં હૈયાનો ઉમંગ છલકાવ્યો છે તેનું ગૌરવ કરતાં મુખ્ય મંત્રીએ મોરબીના નવા જિલ્લાની આગવી ઓળખ ઉભી થવાની છે. અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે ક્રાંતિકારી જ્ઞાન-પ્રકાશની જયોતિ પ્રગટાવનારા સ્વામી દયાનંદ સરસ્વાતીની આ ભૂમિમાં વિકાસનું પણ અનોખું સામર્થ્ય છે તેને અવસર મળ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

આર્થિક પ્રવૃત્તિથી ધબકતો નવો જિલ્લો

આર્થિક પ્રવૃત્તિથી ધબકતો નવો જિલ્લો

મોરબી જિલ્લા‍ની અનેક વિશેષતા ઓળખાવતા મુખ્યે મંત્રીએ જણાવ્યું કે, આઝાદીની લડતમાં સત્યાગ્રહ અને જનચેતના જગાવનારા મહાત્મા ગાંધીજી જેને ગુરૂ માનતા એવા શ્રીમદ્ રાજચંદ્રની પણ આ ભૂમિ છે. મોરબીમાં તળીયાથી નળીયા સુધી સામાન્યવ માનવીની સાથે નાતો જોડે છે. સમગ્ર હિન્દુ સ્તાનનો સમય મોરબી સાચવે છે. એક આર્થિક પ્રવૃત્તિથી ધબકતો આ નવો જિલ્લો કચ્છના શાખ પડોશી જિલ્લા તરીકે પોતાની આગવી વિકાસની હરણફાળ ભરશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિકાસ સ્થગિત હોઇ શકે નહીં, વ્યક્તિલક્ષી હોઇ શકે નહીં, પણ વિકાસ સર્વસમાવેશક, સર્વસ્પર્શી હોય એ દિશામાં ગુજરાતે સફળતાપૂર્વક વહીવટી સુધારણા અને વ્ય્વસ્થાપન કરી બતાવ્યું છે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

વિકાસ માટે વહીવટનું વિકેન્દ્રીરકરણ

વિકાસ માટે વહીવટનું વિકેન્દ્રીરકરણ

નવા સાત જિલ્લામાંથી ચાર જિલ્લા તો સૌરાષ્ટ્રમાં કાર્યરત થઇ ગયા છે. વિકાસ માટે વહીવટનું વિકેન્દ્રીરકરણ કરીને ઇ-ગવર્નનન્સથી સેવા, સુવિધા અને સુખાકારીમાં ગુણાત્મક પરિવર્તન લાવવામાં ગુજરાત મોખરે છે. તાલુકા સરકાર અને આપણો તાલુકો- વાઇબ્રન્ટ તાલુકાથી ૫ર-માંથી બમણા ૧૦ર પ્રાન્ત બનાવી દીધા છે. તાલુકાઓ વચ્ચે વિકાસની સ્પર્ધા શરૂ થઇ છે.

કેન્દ્રની સરકાર પાસે જનતા હિસાબ માંગી રહી છે

કેન્દ્રની સરકાર પાસે જનતા હિસાબ માંગી રહી છે

ભારતની જનતાની આંખમાં ધૂળ ઝોંકનારાને ગુજરાતની જનતાએ જાકારો આપી દીધો છે અને છ મહિના પહેલાં જ આખી જૂઠાણા ફેલાવનારી ફોજને ફેંકી દીધી એ આ ગુજરાતની જનતા છે. હવે દેશની જનતાને ભ્રમિત કરવા નીકળ્યા છે, પણ ર૦૧રમાં ગુજરાતની જનતાને અમારા કામોનો હિસાબ આપીને જનતા જનાર્દનનો વિશ્વાસ મેળવ્યો છે. હવે ર૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રની સરકાર પાસે જનતા હિસાબ માંગી રહી છે અને અવસર આવ્યે તેનો હિસાબ ચૂકતે કરી દેશે એમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.

કોંગ્રેસ પર પ્રહાર

કોંગ્રેસ પર પ્રહાર

દેશમાં રૂપિયાની આબરૂનું ધોવાણ થઇ રહ્યું છે અને રૂપિયાને જીવલેણ બિમારીનો ભોગ બનાવી દીધો છે એવો યુપીએ સરકારની સરિયામ નિષ્ફીળતા ઉપર આક્રોશ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ દેશને સંકટોમાંથી બચાવવો હશે તો આ નિષ્ફળ શાસકોથી મુક્ત થવું પડશે.

સૌરભભાઈ પટેલે જણાવ્યું કે...

સૌરભભાઈ પટેલે જણાવ્યું કે...

ચાંદીની રજતતુલાથી મળેલી ૯૫ કિલો ચાંદીનું ટ્રસ્ટીરશીપ તરીકે જેટલું મૂલ્યસ થાય તે ભંડોળનો ઉપયોગ લોહપુરૂષ સરદાર પટેલના ભવ્યં સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં વાપરવાના સંકલ્પલની મુખ્ય મંત્રીએ જાહેરાત કરી હતી. ઊર્જા રાજ્ય મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતનું સૌથી વધુ ઝડપી વિકાસ પામી રહેલું શહેર મોરબી છે. આ વિસ્તાહરના સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગના કારણે વિદેશી હૂંડિયામણ ભારતને મળે છે. આવા સંજોગોમાં મોરબી સહિત ગુજરાતને દેશમાં ઉત્પાદિત થતાં ગેસની આવશ્યકતા હોવાનું કહ્યું હતું. તેમણે ગુજરાતને સસ્તા ભાવનો ગેસ પૂરો પાડવામાં કેન્દ્ર સરકાર અંતરાય બને છે, તેમ જણાવ્યું હતું. તેમણે વિકાસ આયોજન, શિક્ષણ, ઊર્જા, જળ સંચય ક્ષેત્રની યોજનાની વિગતો પણ પ્રવચનમાં દર્શાવી હતી.

મુસ્લિમ બિરાદર પણ મળ્યા મોદીને

મુસ્લિમ બિરાદર પણ મળ્યા મોદીને

ગ્રામ વિકાસ મંત્રી જયંતિભાઈ કવાડિયાએ મોરબીને જિલ્લો બનાવવા બદલ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને વિસ્તાલરની જનતા વતી હર્ષની લાગણી વ્યક્ત કરી, અભિનંદન આપ્યાદ હતા. કૃષિ રાજ્ય મંત્રી ગોવિંદભાઈ પટેલે જણાવ્યું કે, અનેક કુદરતી આફતોનો સામનો કરી મોરબીએ વિકાસ સાધ્યો છે તથા હવે નવો જિલ્લો બનતાં રાજ્ય સરકારની નીતિના પરિણામે મોરબીના વિકાસના દ્વાર ખુલ્યાવ છે.

શાળાના બાળકો મળ્યા મોદીને

શાળાના બાળકો મળ્યા મોદીને

મુખ્ય મંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની દૂરંદેશી અને દ્રઢ ઇચ્છાજશક્તિના કારણે નવા જિલ્લાઓ અસ્તિત્વમાં આવ્યાં છે અને આ નિર્ણય વિકાસ માટે ઇંધણ બનશે, તેમ તેમણે જણાવ્યું હતું. ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ સરકારે મોરબી જિલ્લો બનાવતાં હવે વિકાસને વેગ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

નવરચિત મોરબી જિલ્લાનો ગરિમાપૂર્ણ અભિવાદન સમારોહ સંપન્ન

નવરચિત મોરબી જિલ્લાનો ગરિમાપૂર્ણ અભિવાદન સમારોહ સંપન્ન

ધારાસભ્ય મોહનભાઈ કુંડારિયાએ મોરબી જિલ્લો બનતાં હવે તે વિકાસમાં નંબર વન બનશે તેવી આશા સેવી હતી. મોરબીના નવનિયુક્ત કલેક્ટર શૈલેષ રાવળે શાબ્દિક સ્વાનગત કર્યું હતું. આ અભિવાદન સમારોહમાં માર્ગ વાહન વ્યષવહાર નિગમના અધ્યક્ષ બાબુભાઈ ઘોડાસરા, સાંસદ શંકરભાઈ વેગડ, ધારાસભ્યો પ્રવિણ માંકડીયા, જિતુભાઈ વાઘાણી તથા ભાવનાબહેન તેમજ જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના પ્રમુખઓ, પદાધિકારીઓ તથા જિલ્લા તંત્રના અધિકારીઓ અને નવરચિત જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

મોદીએ મોરબીમાં શું કહ્યું સાંભળો...

મોરબીમાં નરેન્દ્ર મોદીએ શું સંબોધન કર્યું સાંભળો...

English summary
Narendra Modi weighed against silver, says the proceeds from the gift will go for building Statue of Unity on Narmada River.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more