• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતની સાચી મૂડી નવયુવાન પેઢી છે : નરેન્દ્ર મોદી

|

ગાંધીનગર, 24 જૂન : ગુજરાત રાજ્યમાં ઉજવાઇ રહેલા સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહ અંતર્ગત આજે પાટનગર ગાંધીનગર ખાતે સવારે 11 વાગે ગુજરાતના યુવાનોને રોજગાર પત્રો આપવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને રોજગાર પત્ર આપીને ઉત્સાહિત કર્યા હતા.

નરેન્દ્ર મોદી સ્પીચ

આજે બધા યુવાનો ખુશ દેખાય છે. આ કાર્યક્રમ ગુજરાતની તમામ આઇટીઆઇમાં જીવંત પ્રસારિત થઇ રહ્યો હોવાથી સૌનું સ્વાગત છે.

ઉત્તરાખંડ મુલાકાત વિશે

હું છેલ્લા બે - ત્રણ દિવસથી ગુજરાત બહાર હતો. હું પૂરગ્રસ્ત ઉત્તરાખંડની મુલાકાતે ગયો હતો. હજારો લોકો મુશ્કેલીમાં છે અને તેમાં ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાત હંમેશા આફતના સમયે અન્યોને મદદ કરવામાં આગળ રહ્યું છે. હજારો ગામો વેરણ છેરણ થયા છે તેમને ફરીથી વસાવવાનું કામ હજી સામે ઉભું છે. મનમાં વિચાર આવે છે કે ઉત્તરાખંડના નાગરિકો સામે જેવી આફત આવી છે, તેમના માટે હેલ્પ કિટ, કે જેમાં તેમને ફરીથી પોતાનું ઘર વસાવવું હોય તો તેમાં પ્રાથમિક સામાન સામગ્રી હોય તેવી તૈયાર કરવી છે. આપણે પુનર્વસનના કાર્યક્રમમાં ખભે ખભો મિલાવીને કામ કરશે તેવું વચન આપ્યું છે. ગુજરાત તેમાં મહત્તમ સહાય કરે તે માટે ગુજરાતના યુવાનોને માર્ગદર્શન આપવામાં આવશે. હું ગુજરાતના યુવાનોને સહાય માટે આગળ આવવા અપીલ કરું છું.

રોજગાર અંગે

ગુજરાતના અનેક યુવાનો પોતાની જવાબદારી સમજીને પરિવારને મદદ કરવાની મથામણ કરે છે. આવો યુવા વર્ગ મોટા પ્રમાણમાં છે. આજના ગુજરાતના યુવાનોના મનમાં વહેલામાં વહેલું કંઇક કરવાનો ઉમંગ જાગ્યો છે તેને પ્રગતિ કરવાની ઉત્તમ નિશાની જોઉં છું. અહીં એવા યુવાનો આવ્યા છે જેમને પોતાના પગ પર ઉભા રહેવાનો થનગનાટ છે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રાલયે દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં શ્રમ અને રોજગાર પ્રધાન સૌરભ પટેલ, રમત ગમત પ્રધાન રમણભાઇ વોર, પ્રદીપસિંહ જાડેજા, શ્રમ અને રોજગાર મંત્રાલયના અધિક સચિવ પનીરવેલ અને અન્ય પ્રધાનો તથા અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની સાચી મૂડી નવયુવાન પેઢી છે. તેમને ઓશિયાળી જીંદગી જીવવી નથી.

મારે ગુજરાતનો યુવાન રોજીરોટી માટે સ્વમાન છોડે તેવી સ્થિતિ નહીં પણ સ્વમાનભેર રોજગારી મેળવે તેવિ સ્થિત ઉભી કરવી છે. યુવાનોને બીજાની ઇચ્છા નહીં પણ પોતાની ઇચ્છા અને રસના ક્ષેત્રમાં કામ કરવાની તક મળી રહે તેવી સ્થિતિ ઉત્પન્ન કરવી છે. વિકાસમાં રાજ્યનો યુવાન હકદાર, સહભાગી બને તેવું હું ઇચ્છું છું. રાજ્યમાં એપ્રેન્ટિસનો કાયદો જુનો છે પણ ઉદ્યોગો એપ્રેન્ટિસ લેતા નથી, લે તો ચોપડે રાખતા નથી. આપણે તેમને વિશ્વાસ આપ્યો.

સ્કીલ ડેવલપમેન્ટ

તમે કહો તમારે ચાલવું છે તો હું તે માટે, દોડવું છે તો તે માટે તૈયાર છું. આપણે ગુજરાતના યુવાનો માટે વિકાસના તમામ માર્ગ ખોલી કાઢ્યા છે. ઘણા લોકો એવા પણ છે જેમણે જોબની સાથે બીજું સાઇડમાં કંઇક કરવું છે. આપણે તે માટે સ્કીલ ડેવલપમેન્ટ ના કોર્સ પણ શરૂ કર્યા છે. વિશ્વની તમામ સરકારો એક મુદ્દે સહમતી ધરાવે છે તે છે સ્કીલ ડેવલપમેન્ટ. ભારતના વડાપ્રધાન પણ સ્કીલ ડેવલપમેન્ટને મહત્વ આપે છે. ગુજરાતે સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રને દીર્ઘદ્રષ્ટિ સાથે બનાવ્યું છે. આઇટીઆઇ કરનારા વિદ્યાર્થીઓ કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં જઇને પોતાની સ્કીલ્સ ડેવલપ કરી રહ્યા છે. 40-45 વર્ષની ગૃહિણીઓ પણ તેમાં જોડાઇ રહી છે. 8 લાખ લોકોએ તેનો લાભ લીધો છે. તમે નિશાળનું પગથિયું ના ચઢ્યા હોવ તો પણ તેમાં એન્ટ્રી છે.

શિક્ષણ અને કૌશલ્ય અલગ બાબતો

મિત્રો એ સમજવાની જરૂર છે કે શિક્ષણ અને કૌશલ્ય બંને અલગ બાબતો છે. જીવનમાં કૌશલ્યવર્ધન થાય તો ક્વોલિટી ઓફ લાઇફ, ક્વોલિટી ઓફ વર્ક, સ્પીડ, ઇન્કમ બધી બાબતોમાં વધારો થાય છે. ગુજરાતના કૌશલ્યવર્ધન કેન્દ્રો મોડેલરૂપ બન્યા છે. આ વખતના બજેટમાં સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરી છે. સ્કીલ ડેવલપમેન્ટના ક્ષેત્રના નિષ્ણાતો, ઉદ્યોગપતિઓને સાથે લઇને અભ્યાસક્રમો અને મશીન ટૂલ્સને આધુનિક બનાવવાના આયોજનો કરાવ્યા છે. બદલાતી ટેકનોલોજી સાથે શિક્ષણમાં પણ બદલાવ આવે તેવી દિશામાં કામ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં બેરોજગારીનો દર

હિન્દુસ્તાનમાં સૌથી પહેલીવાર ગુજરાત એવું રાજ્ય છે જેણે સ્કીલ યુનિવર્સિટી બનાવી છે. આ વખતે પીપીપી મોડેલ પર વડોદરામાં સ્કીલ યુનિવર્સિટી શરૂ કરી રહ્યા છે. આ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને કેટલી ઊંચાઇએ લઇ જઇ શકાય છે, તે દર્શાવવા માટે આ પ્રયાસ કરાયો છે. જે દેશમાં 65 ટકા યુવાનો હોય તે રાષ્ટ્રે પોતાના આયોજનમાં યુવા ધનને કેન્દ્રમાં રાખવા જોઇએ. ગુજરાતે પોતાના વિકાસના મોડેલમાં યુવાનોને જોડ્યા છે. તેમાં યુવાનોને શિક્ષણ, સ્કીલ, રોજગાર અને વિકાસમાં ભાગીદારીને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. ગુજરાતમાં સૌથી ઓછા બેરોજગારો ગુજરાતમાં છે. દેશમાં સરેરાશ બેરોજગારીનો દર 3 ટકા છે. ગુજરાતમાં બેરોજગારીનો દર એક ટકા કરતા પણ ઓછો છે.

સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે

ગુજરાતના યુવાનો સ્વમાનભેર જીવે તે માટે એપ્રેન્ટિસોને રૂપિયા 1500 સરકાર તરફથી આપવામાં આવે છે. તેમનો વિચાર સરકાર કરે છે. તમારા બાવડામાં જોર હોય તો હાથ મિલાવો. સરકાર ઉદ્યોગો પાસે જાય છે અને યુવાનો પાસે જાય છે. સરકારે કંપનીઓ અને યુવાનોને મેળવી આપ્યા. જેના કારણે એક જ સપ્તાહમાં 40,000 યુવાનોને રોજગાર આપ્યા હતા. ગયા બે વર્ષમાં 1.60 લાખ લોકોને રોજગાર મેળાઓ દ્વારા રોજગારી પૂરી પાડી છે. સરકાર સમગ્ર વ્યવસ્થામાં ખડે પગે ઉભી રહી છે. તેને ઓછું વળતર ના મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવી છે.

દુનિયામાં ખૂબ મોટા પાયે બેરોજગારીનું પ્રમાણ વધ્યું

દુનિયામાં ખૂબ મોટા પાયે બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. એક્સપર્ટ્સ કહે છે કે બેરોજગારીનું પ્રમાણ વધવાનું છે. આપણે પાણી પહેલા પાળ બાંધવી છે. આ કામ આપણે સફળતાપૂર્વક કરી રહ્યા છીએ. આપણે આઇટીઆઇમાં ટ્રેઇનિંગ કરાવી છે. આપણી આઇટીઆઇનું વિશ્વભરમાં મૂલ્ય છે. આપણા રાજ્યમાંથી જેમણે સ્કીલ ડેવલપમેન્ટ અને આઇટીઆઇના 415 લોકો દુનિયામાં વિવિધ કાર્યો માટે પસંદ થયા છે. દુનિયાના સમૃદ્ધ દેશોમાં પણ તેમણે રોજગારી મેળવી છે.

આઇટીઆઇમાં સોફ્ટ સ્કીલ શીખવાડો

મારી ઇચ્છા છે કે આઇટીઆઇમાં વિદ્યાર્થીઓ સોફ્ટ સ્કીલ પણ શીખે. તેઓ અંગ્રેજી બોલતા શીખે. તેમની સોફ્ટ સ્કીલ વધારે. ગુજરાતના યુવાનો રોજગારી માટે ભટકે તેવું આપણે નથી કરવું.

સરકારને સૂચન આપો

હું ટ્વિટર અને ફેસબુક પર ઉપલબ્ધ છું. ગુજરાતના યુવાનોને સ્કીલ ડેવલપમેન્ટ અને આઇટીઆઇના વિકાસમાં જો કોઇ સૂચન હોય તો મને મોકલે. આપણે તેના અમલમાં બને તેટલા પ્રયાસો કરીશું. હું તો ફરતો રહું છું. જાણતો રહું છું.

English summary
Narendra Modi gave employment letters to the youth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more