For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શિક્ષકોને તાલિમવર્ગમાં શરીરથી નહીં પણ મનથી હાજર રહેવા મોદીનું આહ્વાન

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 6 જૂન: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સેટેલાઇટ દ્વારા સમગ્ર ગુજરાતના શિક્ષકોને તાલિમ વર્ગો અંગે સંબોધન કર્યું હતું. મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે 'નવા વિચારો સાથે નવા ઉમંગો સાથે બાળકો પાસે પહોંચે અને પ્રથમ દિવસથી જ એક નવી ઉર્જા સમગ્ર વાતાવરણમાં પ્રસરે તમે પણ અનુભવ કર્યું હશે કે આ તાલિમ વર્ગમાં શરીરથી હાજરી હોય અને મનથી હાજરી હોય તો કેટલો ફાયદો થાય છે. સવા બે લાખ શિક્ષકોને અવસર મળ્યો છે. શિક્ષકોનું જ્યારે સંબોધન કરું છું ત્યારે હું એ વાતથી સજાગ છું કે તે કેટલાયના જીવન ઘડતરમાં મહત્વની ભૂમિકા અદા કરે છે.'

એક શિક્ષક તરીકે આપણું શરીર આપણું મન બધુ એક રોબોટ બની જાય તો આપ આપના મિત્રો સ્વજનો ગુમાવો કે ના ગુમાવો? તમારા સંબંધીઓ તમારી સાથે વાતચીત કરવા માટે તૈયાર નાહોય. તમને ખ્યાલ નાહોય પરંતુ તમારુ વલણ કંઇક અલગ પ્રકારની થઇ ગઇ હોય છે. આવી માનસિકતા એટલે કે મનથી તમારામાં વૃદ્ધત્વ આવી જાય છે. એ તમારે નક્કી કરવાનું છે કે આવું થવા દેવું છે કે નહીં. એ વૃદ્ધત્વમાંથી બહાર નીકળવા માટેની આ પ્રવૃત્તિ છે મિત્રો.

મારે આ અભ્યાસવર્ગ કરવાની પાછળ એ મથામણ છે કે ગુજરાતના મારા સવા બે લાખ સાથીઓ જેમના હાથમાં કરોડો ભૂલકાઓનું ભવિષ્ય છે. તેમનું જીવન જો ઉત્સાહથી ભરેલું હોય તો તે ચેતનવંતુ બની જાય છે. તમે શાળાએ જાવ તમારા ટેબલ પર કંઇ વસ્તુઓ પડી હોય, ચોકના ટૂકડા ગમે ત્યાં પડ્યા હોય અને ડસ્ટર ગમે ત્યાં હોય તો પહેલી દસ મીનીટ તમારી મનની સ્થિતિ કેવી હશે મિત્રો. સ્વસ્થતા નહીં અનુભવો. પરંતુ જો સાફસૂથરો રૂમ હોય કોઇ ભૂલકો તમારા ટેબલ પર ફૂલ મૂકેલું હોય તો તમારું મન પ્રફૂલ્લિત રહે છે.

આ રાજ્યની અંદર ભ્રષ્ટાચારનું નામો-નિશાન મટી ગયું છે. હવે દરેક શિક્ષકે ભણતર ગણતર ચણતરનું કાર્ય કરવાનું છે. જ્યારે હું શિક્ષક હોવું તો મારી શાળા એ ગ્રેડમાં શા માટે ના આવે એવો વિચાર મને સતત સતાવ્યા કરે. મિત્રો આ કામ તમારે જ કરવાનું છે. મિત્રો તમને ઢોરો માંદા પડે છે તો તમને ક્યારેય એવું કામ સોંપ્યું છે કે શિક્ષક મિત્રો જરા તમારી ચોપડીમાં જૂએને કે આનો ઇલાજ શું થાય તમને જે કામ સોપ્યું છે તેને તમારે સાર્થકતાથી પાર પાડવાનું છે.

Narendra modi
મિત્રો આપણે સમાજનું ઋણ ચૂકવવાનું છે. હવે એવું લાગે છે કે ક્યા સુધી સહન કરવાનું, મારે માટે ગુજરાતનું બાળક તેની જીંદગી મહત્વની છે મારે તમારી મદદ છે, તમને ઇશ્વરે તક આપી છે. હું શાળાની મૂલાકાતે ગયો હતો ત્યાં એક બેન ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા. મે શાળામાં તપાસ કરી બાળકો નબળા પડ્યા. તેમણે કહ્યું હું અને મારા પતિ સાત વર્ષથી આ શાળામાં ભણાવીએ છીએ અમે બરાબર કામ કર્યું હોત તો આજે તમારે અહી તમારો મૂલ્યવાન સમય વેડફીને ના આવુ પડ્યું હોત.

મિત્રો તમારા પણ પ્રશ્નો હશે, સંઘર્ષો હશે, આંદોલનો હશે બધુ બરાબર છે એને સાઇડ પર રાખો તેને ઉકેલ આપણે સાથે બેસીને લાવીશું. પરંતુ એનો ભોગ નાના ભૂલકાઓ ના બને એ આપણે ધ્યાન રાખવાની જરૂર છે મિત્રો. મંદિર જવાની ટેવ હોય તો ગમે તેટલો વરસાદ પડ્યો હોય તોય આપણે મંદિર જઇ આવીએ છીએને એવી જ રીતે શાળાનું છે મિત્રો.

નાના ફૂલકાનું ઘડતર તમારા હાથમાં છે મિત્રો ઇશ્વરે એ જવાબદારી તમને સોંપી છે. ભવિષ્યમાં ક્યારે એવું પણ બનશે કે તમે રસ્તે ચાલતા જતા હશો અને એક બીએમડબલ્યુ કાર તમારી પાસે આવીને ઉભી રહે અને તેમાંથી એક માણસ ઉતરીને તમને પગે લાગીને કહે કે સાહેબ તમે મને 4 ધોરણમાં ભણાવતા હતા.
મારા મનમા ઇચ્છા હતી કે મારા દરેક શિક્ષકને શોધીને મારા ઘરે બોલાવી તેમનું સમ્માન કરું. મે તેમને બોલાવીને સાલ ઓઢાડીને તેમનું સમ્માન કર્યું હતું.
મિત્રો જો એક શિક્ષક કોઇની જીંદગી બદલી શકતો હોય તો એનાથી મોટી વાત શું હોઇ શકે.

જેમ તાંબાનો લોટો રોજ માંજવો પડે તેમ મનને પણ રોજ માંજવું પડે. આપણે કોઇ પુસ્તક વાંચતા હોય તેમાંથી કોઇ ફકરો અથવા તો ફિલ્મ જોતા હોય ત્યારે કોઇ ડાયલોગ તમારું જીવન વિચાર બદાઇ જાય. તમારું મન જિજ્ઞાશું કેવી રીતે બને એ મારો ઉદ્દેશ્ય છે. તાલિમને કર્મકાંડ ના બનાવતા મિત્રો તેને એક સરકારી પ્રવૃત્તિ ના સમજતા. આ નાના નાના ભૂલકાઓના જીવનનો સવાલ છે ગુજરાતના વિકાસનો સવાલ છે. હું ટ્વિટર, ફેસબુક, મારી વેબસાઇટ પર ઉપલબ્ધ છું, જે કંઇ તમારા મનમાં હોય તે તમે મને જણાવો. મારે તમારી સાથે જોડાવું છે મિત્રો સમાજની આવતી કાલ માટે નાના ભૂલકાઓ માટે. આવો મિત્રો ટેકનોલોજી દ્વારા દરેક શિક્ષકો સાથે જોડાઇએ. અને તમે સંકોચના કરતા કે મુખ્યમંત્રીને આવુ લખાય કે ના લખાય, બધું લખાય. હું તમારો મિત્ર જ છું. મારા મનમાં શિક્ષક પ્રત્યે ખૂબ આદર છે.

સમય કાઢીને આ પ્રવૃત્તિ દિલથી કરજો તમને ખૂબ જ આનંદ આવશે. આપ સૌને મળવાનો અવસર મળ્યો. આપની શાળા ગુણોત્સવની અંદર પાછી ના રહે એનું જરૂર ધ્યાન રાખશો. મંદિર ગમે તેટલું ભવ્ય બનાવી દીધું હોય પરંતુ જ્યાં સુધી તેમાં મૂર્તિનું પ્રાણપ્રતિષ્ઠાન ના થાય ત્યાં સુધી તે સાર્થક નથી કહેવાતું. તેવી જ રીતે શાળા બનાવી દીધી હોય, તેમાં સરસ મજાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભુ કરી દીધું હોય ઓરડા મસ્ત બનાવી દીધા હોય પરંતુ જ્યા સુંધી બાળકની અંદર પ્રાણ પ્રતિષ્ઠા ના થાય ત્યાં સુધી કાર્ય પૂર્ણ નથી થતું. એ પ્રાણ પ્રતિષ્ઠા એટલે બાળકના જીવનને જ્ઞાન અને તાલિમથી ભરી દેવું.

English summary
Gujarat CM Narendra modi has addressed the primary school teachers across Gujarat through satellite.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X