દુબઇના મુસ્લિમ રોકાણકારો ગુજરાતમાં રોકાણ કરેઃ મોદી

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ અમદાવાદ, 7 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા સદભાવના કાર્યક્રમ અંતર્ગત આજે રિવર ફ્રન્ટ ખાતે ઉમ્મત બિઝનેસ કોન્ક્લેવ, 2014, મુસ્લિમ ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે તકે તેમણે ગુજરાતના વિકાસમાં મુસ્લિમોનું યોગદાન પણ ઘણુ છે. મોદીએ કહ્યું કે, કચ્છમાં મુસ્લિમોનો મોટો વ્યપાર છે, ગુજરાતના વિકાસમાં દરેક વ્યક્તિ ભાગીદાર છે. જો પ્રતિયોગિતાની દુનિયામાં આગળ વધવુ હશે તો દરેકે વિકાસ કરવો પડશે.

કોઇ ભુખ્યું હોય તો ના ઇબાદત થઇ શકે ના ભજન થઇ શકે

કોણ કયા ધર્મ છો તેના આધારે એ નક્કી નથી થતું કે તેને કેટલી ભુખ લાગે છે, તે વિકાસ કરવા માગે છે, આપણે વ્યવસ્થાને વિકસીત કરવામાં સફળ થઇશું તો તંદુરસ્ત સમાજની રચના થાય છે, પરંતુ આપણે ત્યાં કહેવત છે, કોઇ ભુખ્યું હોય તો ના ઇબાદત થઇ શકે ના ભજન થઇ શકે. ગરીબને જીવન વ્યતિત કરવા માટે સરળતા ત્યારે રહેશે જ્યારે આપણે વિકાસની સાચી દિશામાં આગળ વધીશું. કોઇને એ દિશામાં વિચાર આવ્યો નથી, કેટલા મુસ્લિમો ગરીબ છે. શું એ દિશામાં ધ્યાન આપવાની જરૂર નથી.

ગુજરાતમાં પતંગ ઉદ્યોગ વિકસ્યો

ગુજરાતમાં પતંગ ઉદ્યોગ વિકસ્યો

મોદીએ પતંગ અંગે ઉદાહરણ આપીને કહ્યું કે પહેલા પતંગમાં બે ત્રણ રંગને એકઠા કરીને પતંગ બનાવવામાં આવી હતી, પરંતુ જ્યારે પતંગ પર પ્રન્ટિંગ કરીને છાપવાની વાત કરવામાં આવી તો આજે પતંગના ઉદ્યોગમાં વિકાસ થઇ રહ્યો છે. ધીરે ધીરે પતંગના ઉદ્યોગમાં એટલી વસ્તુઓ ઉમેરાયી કે પતંગ ઉદ્યોગથી ગુજરાત, ભારત અને તેની સાથે જોડાયેલા લોકોને થયો છે. એવું નથી કે ક્ષમતા અમુક લોકોના હાથમાં હોય છે, ક્ષમતા બધામાં હોય છે પણ તક નથી મળતી. સરકારનું કામ છે કે બધાને તક મળે. આજે ગુજરાતનો ઉદ્યોગ 700 કરોડ સુધી પહોંચી ગયો છે.

ગુજરાતે છબી બદલી

ગુજરાતે છબી બદલી

વર્ષો સુધી ગુજરાતની છબી રહી, તેના કારણે આપણને ક્યારેય વિચાર જ ના આવ્યો કે આપણે તેમાથી બહાર આવી શકીએ. એક સદી તેમાં વિતાવી અને છેલ્લા 20 વર્ષમાં મૂડ બદલાયો છે અને મેન્યુફેક્ચરિંગ તરફ ખેંચાયું છે. સ્ટીલ, વિજળી અને ખેતીમાં મેન્યુફેક્ચરિંગ કરી રહ્યાં છે. તેના કારણે આજે દેશમાં સૌથી વધુ ફાળો આપનારું રાજ્ય બની ગયું છે. અમારા પ્રયાસ છે કે બ્રાન્ડ ઇન્ડિયા કરવાનું છે.

રેડીમેડ ક્ષેત્રમાં ભારત આગળ વધે

રેડીમેડ ક્ષેત્રમાં ભારત આગળ વધે

અહીં વ્યાપારી આવ્યા છે, ત્યારે આપણી પહેલી પહેલ હોવી જોઇએ ઝીરો ડિફોલ્ટ પ્રોડેક્ટ. જો વિશ્વમાં ટકવું હશે તો ઝીરો ડિફોલ્ટ પ્રોડક્ટ આપવી પડશે. રેડીમેડ ક્ષેત્રમાં અનેક મુસ્લિમો છે, ત્યારે શું ઉણપ છે કે રેડીમેડ ગાર્મેન્ટમાં ભારત પાછળ છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આગ્રહ છે કે હિન્દુસ્તાનનું કોટન વિશ્વમાં સારું એવું વેચાય છે. ત્યારે ગુજરાતમાં કોટનમાં વેલ્યુ એડીશનની ઘણી સંભાવના છે. ફાર્મથી ફાઇબર, ફાઇબરથી ફેબ્રિક, ફેબ્રિકથી ફેશન અને ફેશની ફોરેન. જો આ રીતે આપણે જવાનું નક્કી કરીએ તો વિશ્વમાં આપણે રેડીમેડ ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા કરી શકીએ છીએ.

દુબઇના મિત્રો ગુજરાતમાં રોકાણ કરે

દુબઇના મિત્રો ગુજરાતમાં રોકાણ કરે

રીઅલ એસ્ટેટ ડેવલોપમેન્ટમાં એફોર્ડેબલ હાઉસિંગનું કામ બહાર નીકળ્યું છે. લાખોની સંખ્યામાં મકાન બનવાનું અભિયાન ચાલી રહ્યું છે અને અમે પ્રાઇવેટ ક્ષેત્રને પણ આગ્રહ કરીએ છીએ. અહીં દુબઇથી આવેલા મિત્રોને પણ કહીં રહ્યાં છે કે ગુજરાતમાં આવો અને રીઅલ એસ્ટેટમાં તમારું લક અજમાવો અહીં ઘણું બધું છે.

ગરીબોને તક આપવાની દિશામાં સરકાર અને સમાજ કામ કરે

ગરીબોને તક આપવાની દિશામાં સરકાર અને સમાજ કામ કરે

ગરીબ બાળકને પણ સ્કીલ મળી હોય છે. તેમની સ્કીલને સોકેસ કેમ ના કરીએ આ લોકો પાસે તક નથી તેમને અમે અવસર આપવા માગીએ છીએ. સરકાર અને સમાજ આ દિશામાં કામ કરે તો તેમને એ તક મળે છે. આપણે આપણી પ્રતિભા પર ઉભા થવું પડશે. આપણે એ દિશામાં જેટલુ બળ આપીશું આપણા સમાજનો યુવાન તેની પ્રતિભા દર્શાવી શકશે.

ભાજપ પાવર અને જનતા એમપાવર હોય

ભાજપ પાવર અને જનતા એમપાવર હોય

હું જ્યારે પાવર ભાજપને જોઇએ છે પરંતુ અમને સત્તા જનતા જનાર્દનને એમપાવર કરવા માટે જોઇએ છીએ. ભાજપ પાવર અને જનતા એમપાવર હોય તે માહોલ ઉભો કરવો છે. બનાસકાઠામાં ઇસ્માઇલ શેરુ કરીને ખેડૂત છે, તેમણે પોતાના ખેતરમાં ડીપ ઇરીગેશન લાગવ્યું અને તે પરંપરાગત ખેતીમાંથી બહાર આવ્યો અને તેણે બટાકાની ખેતીમાં પ્રતિ હેક્ટરમાં સૌથી વધુ બટાકા ઉગાડવાનો રેકોર્ડ આજે ઇસ્માઇલના નામે છે.

ગુજરાતમાંથી 10-12 ટેલેન્ટને એકઠી કરવામાં આવે

ગુજરાતમાંથી 10-12 ટેલેન્ટને એકઠી કરવામાં આવે

ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી કે જ્યાં મુસ્લમાનનો દિકરો ઘડિયાળ રિપેર નહીં કરતો હોય, પરંતુ આજે ઇલેક્ટ્રિક વોચ આવી ગઇ તેના કારણે તેમનો ધંધો પડી ભાગ્યો છે. ત્યારે ગુજરાતમાંથી 10-12 ટેલેન્ટને એકઠી કરવામાં આવે, જો આ દિશામાં કામ કરવામાં આવે તો તેઓ અનેક નવું આપી શકે છે. તેમની અંદર જરૂરી ઇનપુટ પહોંચાડીને આપણે તેને વિકાસની મુખ્યધારામાં લાવી શકીએ છીએ. તેથી જ આ મંત્રને લઇને છે સબકા સાથ સબકા વિકાસ, તો પ્રગતિની નવી ઉંચાઇને પાર કરી શકીએ છીએ.

ગુજરાતમાં સુખ ચેન છે તેથી તે નવા સ્વપ્ન જોઇ શકે છે

ગુજરાતમાં સુખ ચેન છે તેથી તે નવા સ્વપ્ન જોઇ શકે છે

જ્યારે હું વિકાસની વાત કરુ છું ત્યારે આ ચાર વાતનો ઉલ્લેખ કરું છું. જેના કારણે આજે ગુજરાત નવા સ્વપ્ન જોઇ શકે છે. સ્વપ્ન પણ સુખ ચેન હોય ત્યાં આવે છે, અને એ જિંદગી અપાવવાનું કામ અમે કર્યું છે અને તેના કારણે ગુજરાતના દરેક યુવાન નવા સ્વપ્નને સાકાર કરવા માગે છે. સિક્યોરિટી, ઇક્વિટી, પ્રોસ્પેરિટી અને ઇક્વિલિટી લઇને સાથે આગળ વધીએ તો આપણે વિકાસની દિશામાં આગળ વધી શકીએ છીએ.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/899unIjQHHo" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Narendra Modi inaugurate the Ummat Business Conclave – 2014 at Riverfront in Ahmedabad

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.