• search

નરેન્દ્ર મોદીએ કર્યું અનોખા પોર્ટલ eGujCopનું ઉદઘાટન

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ગાંધીનગર, 19 સપ્ટેમ્બર : આજે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી અને લોકસભા ચૂંટણી 2014માં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના ગૃહ મંત્રાલયના અનોખા પોર્ટલ eGujCop (ઇગુજકોપ)નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ એક ઐતિહાસિક પ્રયોગ છે. ઇ-ગવર્નન્સ એ ઇઝી અને ઇફેક્ટિવ ગવર્નન્સ છે. આ ટેકનોલોજીની મદદથી ગુજરાતનો કોઇ પણ નાગરિક ગુજરાતભરમાં પોલીસ કે હોમગાર્ડ સાથે વાતચીત કરી શકશે.

  ગુજરાતમાં ચાલી રહેલા ઇગવર્નન્સના અનેક કાર્યક્રમોમાં આ વધારે સરળ અને અસરકારક માધ્યમ બનશે. આ ટેકનોલોજીની મદદથી આપણે પોલીસમાં લોકોનો વિશ્વાસ વધે તેવા પગલાં ભરી શકવામાં સફળ બનીશું. સામાન્ય માનવીને પોલીસની ગતિવિધી સાથે સરળતાથી જોડી શકાશે. આના કારણે કામ સરકારી તંત્રમાં કામ કરવું વધારે સરળ બનશે કારણ કે તેમાં વધારે કાગળનો ઉપયોગ કરવામાં આવશે નહીં.

  નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ગુના અને અપરાધો ઘટાડવાની દિશામાં આ ટેકનોલોજી વધારે મદદરૂપ બનશે તેમ જણાવતા કહ્યું કે "રાજ્યમાં ગુના અને ગુનેગારોની ભાળ મેળવવામાં આ પોર્ટલ ઉપયોગી બનશે. કારણ કે આ પોર્ટલ પર કોઇ પણ ગુનાની સમગ્ર કેસ હિસ્ટ્રી પળવારમાં મેળવી શકાશે અને તેમાં કોણ સામેલ છે તેની વિગતો પણ જાણી શકાશે."

  ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું કે "જ્યારે અમે જ્યોતિર્ગ્રામ યોજના પર કામ કરી રહ્યા હતા ત્યારે એમે જાણતા હતા કે તે માત્ર વીજળી પુરતી મર્યાદિત નથી. જ્યારે તે અમલી બની ત્યારે તેની સાથે બીજા અનેક કાર્યો પણ થયા. રાજ્યમાં વીજળી મળવાથી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી વધી. જેના કારણે આઇટી નેટવર્ક વધારે મજબૂત બન્યું. આઇટી એ ભવિષ્ય છે. તેના દ્વારા ડિસ્ટન્સ લર્નિંગને પ્રોત્સાહન આપી શકાય છે."

  તેમણે જણાવ્યું કે વિવિધ એપ્લિકેશન્સની મદદથી આપણે વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકીએ છીએ. એકવાર માળખાકીય સુવિધાઓ ઉભી કર્યા બાદ આપણે માનવશક્તિ અંગે વિચારી શકીએ છીએ. આપણે પોલીસ દળમાં યુવા અને ટેકનોલોજીના જાણકાર યુવાનોને ભરતી કરીને પોલીસ દળને વધારે કાર્યક્ષમ બનાવી શકીએ છીએ. ગુજરાતનું પોલીસદળ વધારે યુવાન અને ટેક્નોસાવી બને તે માટે આપણે ભરતીના ધારાધોરણોમાં ફેરફાર કર્યો છે.

  મોદીએ જણાવ્યું કે "આ એપ્લિકેશનથી ઘણું બધું કરી શકાય એમ છે. ટેકનોલોજીનો જાણકાર વ્યક્તિ તેનો મહત્તમ લાભ મેળવી શકશે. આ પ્રોજેક્ટના આરંભમાં જ અનેક બાબતોને ડિજિટલાઇઝ્ડ કરી દેવામાં આવી છે. આપણે સૌ ટેકનોલોજીમાં રસ લેતા થઇએ. જેવી રીતે આપણે મોબાઇલ ફોનનો ઉપયોગ શીખ્યા, મોબાઇલ ફોનમાં આવતી વિવિધ એપ્લિકેશન્સ જેમ કે એસએમએસ, વોટ્સ એપ શીખ્યાં તેવી જ રીતે આ એપ્લિકેશન પણ શીખીએ અને તેનો સામાન્ય જીવનમાં ઉપયોગ કરતા થઇએ."

  તેમણે જણાવ્યું કે "આ એપ્લિકેશનનો મહત્તમ ઉપયોગ કરીને તેનો મોટો ફાયદો મેળવીએ. પોલીસની ખાખી વર્દી લોકોમાં સુરક્ષાનો ભાવ જન્માવે છે. તેવી જ રીતે ટેકનોલોજીના ઉપયોગથી ખોટુ કરનારાઓમાં ભયની ભાવના જગાવીએ."

  આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી રજનીભાઇ પટેલ, સચિવ એસ કે નંદા, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટ નિર્ધારિત સમય કરતા એક મહિનો વહેલો શરૂ કરવામાં સફળતા મળી છે. આ પ્રોજેક્ટમાં નોડલ એજન્સી તરીકે સ્ટેટ ક્રાઇમ બ્યુરો કામ કરી રહ્યું છે.

  1

  1

  દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં ગૃહ વિભાગની ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રણાલીનું સુગ્રથિત સંકલન

  2

  2


  વ્યાપની દ્રષ્ટિએ આ પ્રકારનો વિશ્વનો સૌથી મોટો અને અનોખો પ્રોજેક્ટ

  3

  3

  450 પોલીસ સ્ટેશન્સ, 59 સીપીઆઇ કચેરીઓ, 60 સબ ડિવિઝનલ કચેરીઓ, 35 સીપી/એસપી કચેરીઓ સહિત 1100 સ્થળો આવરી લેવાયા

  4

  4

  ટેકનોલોજીથી પોલીસ સેવાનું સરળીકરણ અને સરળતાથી ફીડબેક મળે તેવી પારદર્શી પ્રક્રિયા

  5

  5

  ઝડપી દસ્તાવેજીકરણ અને રિપોર્ટિંગ, દસ્તાવેજોના સંગ્રહનું શ્રેષ્ઠ માળખું અને ઝડપથી માહિતી મેળવવાની પ્રણાલી

  6

  6


  ઓટોમેટિક ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશનનના માધ્યમથી ઓળખ પ્રક્રિયા

  7

  7

  સિટિઝન પોર્ટલ સર્વિસના માધ્યમથી પોલીસ સેવા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા

  8

  8

  ખોવાયેલી વ્યક્તિઓ, ચોરાયેલી વસ્તુઓ, શોધી કાઢવામાં આવેલા વાહનો અંગેની માહિતી

  9

  9

  હથિયાર લાયસન્સ, હોટલ લાયસન્સ, પોલીસ વેરિફિકેશન વગેરે માટે ઓનલાઇન અરજી અને અરજીની પ્રગતિ અંગે માહિતી

  10

  10

  નાગરિકોને પોતાના કેસના સ્ટેટસ અંગે ઓનલાઇન વિગત

  11

  11

  અગત્યના ફોર્મ અને પ્રમાણપત્રોનું ઓનલાઇન ડાઉનલોડિંગ શક્ય

  <center><center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/IqbJffmczpo" frameborder="0" allowfullscreen></iframe></center></center>

  English summary
  Narendra Modi inaugurated Home Department's unique portal eGujCop

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more