For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ આપ્યું દુશ્મનને આમંત્રણ, જયરામ રમેશને લખ્યો પત્ર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 ઓક્ટોબરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ક્યારેક પોતાની ગતિવિધિઓને લઇને બધાને આશ્ચર્યમાં મુકી દે છે. તે દુશ્મનો સાથે દુશ્મની પણ પ્રેમભરી રીતે નીભાવે છે. આ વખતે તેમણે કંઇક એવુ જ કર્યુ છે, જેનાથી બધા આશ્ચર્યમાં મુકાઇ ગયા છે. મોદીએ એક કાર્યક્રમમાં સામેલ થવા માટે પોતાના સૌથી મોટા દુશ્મન ગણાતા જયરામ રમેશને આમંત્રિત કર્યા છે. મોદીએ આ નિમંત્રણ સાથે જ જયરામ રમેશને અજીબોગરીબ સ્થિતિમાં મુકી દીધા છે. તેમણે ગ્રામીણ વિકાસ મંત્રી જયરામને સરદાર પટેલની વિશાળ પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના શિલાન્યાસ માટે આમંત્રણ મોકલ્યું છે.

narendra-modi-cm
31 ઓક્ટોબરે યોજાનારા આ કાર્યક્રમમાં મોદીએ પત્ર લખી કેન્દ્રિય મંત્રી જયરામ રમેશને આમંત્રિત કર્યા છે. પોતાના પત્રમાં મોદીએ તેમને ‘મારા પ્રિય જયરામજી'ના નામથી સંબોધિત કરતા લખ્યું છે કે, આ પરિયોજના સરકાર સંબોધિત નથી. તેની જવાબદારી સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રિય એકતા ટ્રસ્ટ સંભાળશે. 182 મીટર ઉંચી બનનારી સરદાર વલ્લભભાઇ પટેલની આ પ્રતિમા અમેરિકામાં બનેલા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બેગણી ઉંચી હશે.

મોદીએ જયરામ રમેશને લખ્યું છે કે અમારું માનવું છે કે, આ સ્થળ આપણા મહાન રાષ્ટ્રની સંસ્કૃતિ અને સામાજીક જીવનના મહત્વના આધારના રૂપમા જાણીતું થશે. તેવામાં મતભેદને ભૂલીને તમામ વર્ગના લોકોએ તેમા સહયોગ આપવો જોઇએ અને આ કાર્યક્રમમા સામેલ થવું જોઇએ. જે પ્રકારની દલીલ આપીને મોદીએ રમેશને પત્ર લખ્યો છે, તેનાથી નિશ્ચિતપણે જયરામ રમેશ દુવિધામાં મુકાઇ ગયા હશે. હવે જોવાનું એ છેકે તેઓ મોદીના આમંત્રણનો સ્વિકાર કરીને કાર્યક્રમમાં સામેલ થશે કે નહીં.

English summary
Gujarat Chief Minister has invited the Union Minister for Rural Development to the groundbreaking ceremony of a giant statue of Sardar Patel called the 'Statue of Unity' on October 31.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X