For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ કહ્યું, મારું તો 'મૌન' પણ વેચાય છે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 30 જૂન: ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ઘેરાયેલા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપાની ચુંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ પોતાના ચુપ રહેવા પર સવાલ ઉભા કરનારાઓને આકરો જવાબ આપતાં કહ્યું હતું કે 'માતું તો મૌન પણ વેચાય છે. જ્યારે આઇપીએલ વિવાદ ચાલી રહ્યો હતો તો પણ દરેક જણ એમ કહેતાં હતા કે મોદી મૌન કેમ છે. આ પહેલાં ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીએ ચુંટણી સિધારની જબરજસ્ત વકિલાત કરતાં કહ્યું હતું કે ફરજિયાત મતદાન અને રાઇટ ટૂ રિજેક્ટ જેવા ચુંટણી સુધાર રાજકારણમાં સારા લોકોને લાવવા માટે જરૂરી છે.

ચાર્ટર્ડ એન્કાઉન્ટર (સીએ) વિદ્યાર્થીના રાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એક સમય એવો આવશે જ્યારે દેશમાં કાળુ ઘન પેદા કરવા પાછળ જવાબદાર લોકોને દંડિત કરવામાં આવશે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મુદ્રા કાળી નથી પરંતુ ધન કાળુ છે, કાળા મગજનું પરિણામ છે. તેમને કહ્યું હતું કે કાળુ ધન પેદા કરવા આવતું રોકવામાં સીએ સામાજિક તાણાવાણામાં સુધારો કરવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.

નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીને કહ્યું હતું કે મારું માનવું છે કે ક્યારેય કંઇ બનવાનું સપનું મત જુઓ, જે સપના જોવા છે તે કંઇક કરવા માટે જોવો. કંઇક બનવાના સપના જોવો છો અને મંજિલ દૂર રહી જાય છે તો અફસોસ થાય છે, પરંતુ જ્યારે કંઇક કરવાનું સપનું જોઇએ છીએ તો કંઇક બનીએ પણ છીએ.

આ પહેલાં ગાંધીનગરમાં 'યુવા ભારતીય નેતાઓના સંમેલન'ને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'ફરજિયાત મતદાન અને નકારી કાઢવાના અધિકાર જેવા ચુંટણી સુધારા રાજકારણમાં સારા લોકોને લાવવા માટે જરૂરી છે. જો કે મતદારાઓને પાર્ટી દ્વારા ઉતારવામાં આવેલા ઉમેદવારોમાંથી જ પસંદ કરવા પડે છે, ભલે તેમનું બેકગ્રાઉન્ડ ગમે તે હોય. પરંતુ જો નકારી કાઢવાનો અધિકાર આપવામાં આવ્યો હોય તો તે બધા ઉમેદવારોને નકારી કાઢી શકે છે.

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નકારી કાઢવાના ડરથી રાજકીય પક્ષો સારા લોકોને ટિકીટ આપશે. આ રાજકારણમાં સારા લોકોને લાવશે. નરેન્દ્ર મોદીએ આ વાતો ભારતીય લોકતંત્રમાં કેવી રીતે સુધારો કરી શકાય, આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ પોતાના જાણીતા વિવેચક સૈયદ ઝફર મહમૂદની મુસ્લિમ સમસ્યાઓને વિભિન્ન પાસાઓ અને 2002ના રમખાણોની એક સ્લાઇડ શો જોયો અને કહ્યું કે આ ખૂબ સરસ છે. તમે બધુ કહી દિધું છે અને હું આ મુદ્દે વિચાર કરીશ.

English summary
A known critic of Narendra Modi, Syed Zafar Mahmood today presented a slide show, touching various aspects of problems being faced by Muslims and the 2002 riots, in front of the Gujarat Chief Minister and said he was happy that his views were taken in stride.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X