For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની 24 વિદેશી ડેલીગેશન્સ સાથે વન ટુ વન બેઠક

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 જાન્યુઆરી: મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૩ના બીજા દિવસે પણ વિવિધ સેમિનારો અને વન ટુવન શ્રેણીબદ્ધ બેઠકો વિદેશના ડેલીગશન્સ-મહાનુભાવો સાથે યોજી હતી. નરેન્દ્રભાઈ મોદીએ આજે દિવસ દરમિયાન સાત જેટલા સેકટરસેમિનારોમાં ઉપસ્થિત રહીને વિવિધ વિષયક ભાગીદારી માટે સમજૂતિના કરારો સંપણ કર્યા હતા. મુખ્ય મંત્રીએ આજે વિવેકાનંદ જયંતિએ વિશાળ યુવા સંમેલન અને લઘુમધ્યમ ઉદ્યોગોના કન્વેન્શનમાં પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

narendra modi
ગુજરાતે એન્ટરપ્રિનિયોર્સના સામર્થ્ય સાથે વિશ્વ અર્થતંત્રમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. આ સંદર્ભમાં SME સેકટર અને યુવાનોના કૌશલ્ય વિકાસ માટે આ બંને સેમિનારો ખૂબ જ ઉપકારક બનશે. યુવાશક્તિ અને મેન્યુફેકચરીંગ મુખ્ય મંત્રીએ આજે દિવસ દરમિયાન ર૪ જેટલા વિદેશી ડેલીગેશન્સ અને મહાનુભાવો સાથે વનટુવન ફળદાયી પરામર્શ કર્યો હતો.

દેશવિદેશના જે ડેલીગેશન્સ અને મહાનુભાવોએ આજે મુખ્ય મંત્રીની સાથે બેઠકો યોજી તે મુખ્યત્વે આ મુજબ છેઃ

(૧) એસ. આઇ. સી. સી. આઇ.
(ર) મોરેશિયસના મંત્રી
(૩) ઇલામેટીક
(૪) જીઓફ લી, સાંસદ
(પ) પોલેન્ડ ઇન્ડીયા બિઝનેસ કાઉન્સીલનું પ્રતિનિધિમંડળ
(૬) ટોરે પ્રતિનિધિમંડળ
(૭) ચેતન ભગત
(૮) ચુંગ લી, ટેઇપી, ડેપ્યુટી રીપ્રેઝન્ટેટીવ
(૯) કેપ્રીહાન્સ, ઓસ્ટ્રેલિયા
(૧૦) જેટ્રો પ્રતિનિધિમંડળ
(૧૧) હેવથ્રોન
(૧ર) સીન્ડીકેટ બેંકનું પ્રતિનિધિમંડળ
(૧૩) આઇ.પી.સી.સી.
(૧૪) કેનેડાના મંત્રી
(૧પ) નેધરલેન્ડ પ્રતિનિધિમંડળ
(૧૬) ઇન્સ્ટ્રન પાવર એન્ડ સીસ્ટમ પ્રતિનિધિમંડળ
(૧૭) સાંઘાઇ હાઇડેલીગેશન
(૧૮) હેમા પટેલ, યુ.એસ.એ.
(૧૯) મીડાવેસ્ટોવાકો
(ર૦) એ. આઇ. બી. સી.
(ર૧) યુ. કે. આઇ. બી. સી.
(રર) સાયરસ મિસ્ત્રી

આ ઉપરાંત મુખ્ય મંત્રી લેન્ડ યુઝ એફીસીયન્સી એન્ડ અર્બન ટ્રાન્સપોર્ટ અંગેનો પરિસંવાદ, ગ્લોબલ ફાઇનાન્સીયલ હબ અંગેનો પરિસંવાદ તથા ગુજરાત એન ઇમરજીંગ ટ્રાન્સપોર્ટેશન હબ વિષયક પરિસંવાદોમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Narendra Modi meet one to one to 24 foreign delegation in vibrant gujarat global summit 2013.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X