For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'પ્રચારમાં સચિન, શાહરૂખ કરતાં પણ આગળ છે નરેન્દ્ર મોદી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવીન નિગમ, 11 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જો રાજકીય વ્યક્તિ ના હોત તો તે કોઇ મોટી જાહેરાત કંપનીના સીઓ જરૂર બન્યા હોત. જાહેરાતની દુનિયામાં આજે જો કોઇ વ્યક્તિને માસ્ટર માનવામાં આવે તો તે નરેન્દ્ર મોદી છે. ફિક્કીના એક સંમેલનમાં ગુજરાતની મહિલાઓની વાત કરતાં તેમને જસુબેનના પિત્ઝાના નામનો ઉલ્લેખ શું કર્યો. આખા દેશમાં જસુબેનના પિત્ઝાની ફ્રેંચાઇઝી લેનારાઓની લાઇન લાગી ગઇ છે. લખનઉમાં જ મારો એક મિત્ર છે, બિલ્ડરનો સારો ધંધો ચાલે છે.

પત્રકાર હોવાને કારણે તેમને મને ફોન કરીને પુછ્યું કે તમને ખબર છે કે જસુબેન પિત્ઝાનો ઓનર કોણ છે. મેં તેમને ના પાડ્યા બાદ પુછ્યું તમારે શું કામ છે? તેમને કહ્યું કે વિચારું છું કે લખનઉમાં તેમની ફ્રેન્ચાઇઝી લઇ લઉં. મેં પુછ્યું અહીં ચાલશે. કારણ કે ગુજરાતનો સાવ અને લખનવી સ્વાદમાં થોડું અંતર હોય છે. તે બોલ્યા ચાલશે નહી પણ હવે તો દોડશે. કારણ કે નરેન્દ્ર મોદીજીએ તેનું નામ લઇ લીધું છે. આટલું જ નહી તેમને જણાવ્યું હતું કે તે અને તેમના એક મિત્ર આ કામ માટે જલદી ગુજરાત જવાના છે.

narendra-modi

તેમની સાથે વાત કર્યા બાદ હું સમજી ગયો કે નરેન્દ્ર મોદીમાં કંઇક દમ તો છે, કારણે તેમના મોંઢામાંથી જસુબેનના પિત્ઝાનું નામ નિકળતા જો પિત્ઝા વેચનારાઓને માટે ઉત્તર પ્રદેશન રાજધાની લખનઉ જે આખી દુનિયામાં પોતાની ખાણીપીણીને લઇને આખી દુનિયામાં પ્રસિદ્ધ છે, વેપારીઓ ગુજરાત જવાની વાત કરવા લાગ્યા તો નરેન્દ્ર મોદીને ધન્યવાદ છે પોતાની માર્કેટીંગ સ્કીલ માટે. જે કામ સચિન, ધોની અને શાહરૂખ જેવા સુપરસ્ટાર નથી કરતાં તે જસુબેનના પિત્ઝા માટે નરેન્દ્ર મોદીએ એક મિનિટમાં કરી દિધું.

1990માં જસુબેનના પિત્ઝાનું કામ શરૂ થઇ ગયું છે, ફિક્કી સંમેલનમાં નરેન્દ્ર મોદીએ જેવી જસુબેનના પિત્ઝાની વાત છંછેડી કે તરત જ પિત્ઝા કંપનીઓ હવે દિલ્હીમાં ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યાં છે.

English summary
Gujarat chief minister Narendra Modi could be more effective than Sachin Tendulkar, Shahrukh Khan in campaign of any product.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X