For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબા સાહેબનો જન્મ દેશ માટે બીજી દિવાળી સમાન: મોદી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 15 એપ્રિલ: મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરને તેમના જન્મ દિવસે ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધીનગરમાં વિધાનસભા સંકુલ સામે ડો. આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ડો. બાબા સાહેબ આંબેડકરનો જન્મ આ દેશ માટે બીજી દિવાળીનો ઉત્સવ હતો. વંચિતોના વિકાસ માટે આજીવન સંઘર્ષ કરતા રહીને વંચિતો-દલિતોને સેવા સંસ્કાર અને શિક્ષિત કરનારા ડો. આંબેડકર યુગપુરુષ બની ગયા છે.

modi ambedkar
મોદીએ જણાવ્યું કે સામાન્ય માનવીને પણ જીવનની કઠિન સમસ્યાઓથી બહાર આવી સરળ-સહજ જીવન કઇ રીતે જીવાય, વંચિતો-દલિતોનો વિકાસ કેમ થાય, તેમના હક્કો અને અધિકારોઓની સદા રક્ષા થાય તે માટે પ્રતિબદ્ધ તેવા ડો. આંબેડકરનું નામ સદા અમર રહેશે તેમ જણાવી નરેન્દ્ર મોદીએ ડો. બાબા સાહેબ આંબેડકર વંચિતોના વિકાસ અને ઉત્થાન સાથે સમાજની એકતાને ઉની આંચ ન આવે તે ઉમદા હેતુથી સામાજિક સમરસતા માટે સમર્પિત રહ્યા હતાં તેનો ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે સામાજિક ન્યાય અધિકારીતાના મંત્રી રમણભાઇ વોરા, પૂર્વમંત્રી ફકીરભાઇ વાઘેલા, ધારાસભ્યો પૂનમભાઇ મકવાણા શંભુજી, અશોકભાઇ પટેલ તેમજ અગ્રણીઓ ઝવેરભાઇ ચાવડા, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, અધ્યક્ષ વાડીભાઇ પટેલ સહિત દલિત અગ્રણીઓ- નાગરિકોએ ઉપસ્થિત રહી ડો. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી.

English summary
This is a second Diwali for the nation. Dr. Ambedkar a Yug Purush who worked very hard for development of the underprivileged said Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X