For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: દેશમાં ફરીથી એકવાર મોદી સરકાર! મા હીરાબાએ માન્યો સૌનો આભાર

હીરાબાએ ગાંધીનગરમાં પોતાના ઘરની બહાર મીડિયાકર્મીઓને જોઈને તેમનો આભાર માન્યો.

|
Google Oneindia Gujarati News

17મી લોકસભા ચૂંટણીના જે પરિણામ જાહેર થઈ રહ્યા છે તે અનુસાર ભારતના ઈતિહાસમાં પહેલી વાર બહુમત સાથે કોઈ બિન કોંગ્રેસી પક્ષનું સત્તામાં ફરીથી કમબેક થતુ દેખાઈ રહ્યુ છે. ભાજપના ગઢ ગુજરાત રાજ્યમાં પાર્ટી ફરીથી બધી26 સીટો પર આગળ છે. એટલે કે તે 2014 જેવો ક્લીનસ્વીપ કરતી જોવા મળી રહી છે. દેશભરમાં ભાજપની આગેવાનીવાળા એનડીએને 340 સીટો મળવા જઈ રહી છે. ગઈ ચૂંટણીમાં એનડીએને 336 સીટો મળી હતી. ગાંધીનગર સીટ પર ભાજપના પ્રમુખ અમિત શાહ જીતતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મા હીરાબેન મીડિયા સામે આવ્યા.

આ પણ વાંચોઃ UPAએ પહેલી વાર 100નો આંકડો કર્યો પાર, કોંગ્રેસને 61 સીટોઆ પણ વાંચોઃ UPAએ પહેલી વાર 100નો આંકડો કર્યો પાર, કોંગ્રેસને 61 સીટો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મા હીરાબાએ કહ્યુ થેંક્યુ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મા હીરાબાએ કહ્યુ થેંક્યુ

હીરાબાએ ગાંધીનગરમાં પોતાના ઘરની બહાર મીડિયાકર્મીઓને જોઈને તેમનો આભાર માન્યો. તેમના ઘરની બહાર મોદી, મોદી, મોદી... ગુંજી રહ્યુ હતુ. આ દરમિયાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પોતાની મા અને અન્ય પરિવારજનો સાથે લોકોનું અભિવાદન કરતા દેખાયા. હીરાબાએ હાથ જોડીને લોકોનો આભાર માન્યો. પુત્ર નરેન્દ્ર મોદીની જીતથી તે ઘણા ખુશ દેખાયા.

ભાજપ અધ્યક્ષ અમિત શાહનું નસીબ દાવ પર

તમને જણાવી દઈએ કે ગાંધીનગર સીટથી ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાના કેરિયરની પહેલી ચૂંટણી લડી છે માટે ગુજરાત લોકસભા ચૂંટણીના પરિણામ સારા આવવા ભાજપ માટે એટલા માટે પણ જરૂરી છે કારણકે અમિત શાહનું પોતાનુ નસીબ દાવ પર લાગેલુ છે જેમણે આ વખતે ગાંધીનગર સીટ પરથી લાલકૃષ્ણ અડવાણીને રિપ્લેસ કર્યા છે. બીજુ ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ ગૃહરાજ્ય છે.

રાજકીય સમીકરણો થોડા બદલાયા

રાજકીય સમીકરણો થોડા બદલાયા

ગઈ ચૂંટણીમાં ગુજરાતના પરિણામે ગઈ વખતે ભાજપને ચોંકાવી દીધા હતા. 2014માં ગુજરાતમાં કોંગ્રેસના હાથે એક પણ સીટ લાગી નહોતી. ગઈ લોકસભા ચૂંટણીની જેમ ગુજરાતમાં આ વખતે પણ ભાજપની જ સરકાર છે પરંતુ રાજકીય સમીકરણો થોડા બદલાઈ ગયા છે. રાજ્યની બધી 26 સીટો પર ત્રીજા તબક્કામાં 23 એપ્રિલના રોજ મતદાન થયુ હતુ.

English summary
Gujarat: Narendra Modi's mother Heeraben give greets during LS election results
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X