ગુજરાત રેલ્વેને સૌથી વધુ આવક આપે છે છતાં ગુજરાતને અન્યાય!
ગાંધીનગર, 27 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ શાસિત યુપીએ દ્રારા રજૂ કરવામાં આવેલ રેલવે બજેટને વિકાસ વિરોધી અને યુપીએ સરકારની નોન પરર્ફોર્મેસ કાર્યશૈલીનું સ્પષ્ટ પ્રતિક ગણાવ્યું છે. રેલવેના ભાડામાં કરવામાં આવ્યો નથી, આ વાતનો જનતામાં ભ્રમ પેદા કર્યો છે. વાસ્તમાં રેલ ભાડામાં ત્રણ પહેલાં જ વધારો કરવામાં આવ્યો હતો, અને હવે ડીઝલના ખર્ચમાં ભાવ વધારાના બહાને સરચાર્જ લગાવવાથી પ્રજાની જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી બનશે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મોંઘવારીને કાબૂમાં લેવામાં સતત નિષ્ફળ રહેલી યુપીએ સરકારના રેલવે બજેટથી મોંઘવારી વધશે. તેનો બોજો ગરીબ અને મધ્યમવર્ગ પર પડશે. રેલ ટેરિફમાં સીધો કરવામાં આવ્યો નથી, એવો ભ્રમ ફેલાવીને રેલવે મંત્રીએ પ્રજાની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કર્યો છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સમુદ્રીએ માર્ગથી વ્યાપારની મહત્વપૂર્ણ ભૂમિકાને કેન્દ્રમાં રાખતાં કોસ્ટલ-પોર્ટ કનેક્ટિવિટી અને રેલવે વહિવટી તંત્ર વચ્ચે જે નિર્ણાયક સંકલન થવું જોઇએ. તેનું પ્રતિબિંબ આ બજેટમાં જોવા મળ્યું નથી.

કોંગ્રેસ શાસિત યુપીએ સરકારે ગુજરાતની રેલ વિષયક યોગ્ય માંગણીઓની ધોર ઉપેક્ષા કરીને ફરી એકવાર ગુજરાત અન્યાય કર્યો છે. આ મુદ્દે નરેન્દ્ર મોદીએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે પરિવહન સેવાના મહત્વાકાંક્ષી અમદાવાદ-મુંબઇ-પુનાના ફાસ્ટ ટ્રેક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે બજેટમાં કોઇ નામોનિશાન નથી. ગુજરાત રાજ્યમાંથી રેલવે સૌથી વધુ આવક પ્રાપ્ત થાય છે, તેમછતાં નવ વર્ષોમાં ગુજરાતની જનતાની રેલવે સુવિધાની યોગ્ય માંગણીઓની ઉપેક્ષા થતી રહી છે. ગત બજેટમાં કચ્છમાં વેગન ફેક્ટરી બનાવવાની જાહેરાત કરી હતી, અને ગત ત્રણ વર્ષોમાં નવી રેલવે લાઇનો માટે 47 સર્વે થયા હતા. જેમાંથી ગુજરાત વિશે રેલ બજેટમાં કશું કહેવામાં આવ્યું નથી.
ભારતના વિકાસમાં રેલવેની માળખાગત પરિવહન સેવાની અત્યંત નિર્ણાયક ભૂમિકા છે. તે વિશ્વની અર્થવ્યવસ્થામાં ભારતને વ્યાપાર-વાણિજ્યના ક્ષેત્રમાં પોતાનું સામર્થ્ય સાબિત કરવું હોય તો રેલવે સર્વિસિઝ માટે ભવિષ્યનું વિઝન હોવું જોઇએ. સ્થિતી આનાથી ઉલટી છે. પ્રગતિમાં વિદ્યમાન કેટલાક રેલવે પ્રોજેક્ટ નાણાં સંસાધનોના અભાવના કારણે ઠપ થઇ ગયા છે, રેલવે મંત્રીની આવી સ્વિકૃતિ જ રેલવે બજેટને નોન પરર્ફોમેન્સ બજેટ સાબિત કરે છે.












Click it and Unblock the Notifications
