For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો જીતવાનું મોદીનું ટાર્ગેટ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 28 ઓક્ટોબર : સમગ્ર દેશમાં ભાજપનો ડંકો વગાડવા માટેની તનતોડ મહેનત કરી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ પોતાના ગઢ ગુજરાતમાં પણ લોકસભાની તમામ 26 બેઠકો અંકે કરવા માટેનો ટાર્ગેટ રાખી રહ્યા છે. આ માટે તાજેતરમાં ગાંધીનગર પાસે યોજાયેલી ચિંતન શિબિરમાં કાર્યકરોને તે માટેનું આહવાન કર્યું હતું. આ સાથે તેમણે ગુજરાતમાંથી કોંગ્રેસનું નામનિશાન મિટાવી દેવાનું પણ જણાવ્યું હતું.

નોંધનીય છે કે ભાજપે ગત લોકસભા ચૂંટણી 2009માં 26માંથી 15 બેઠકો મેળવી હતી જ્યારે કોંગ્રેસ 11 બેઠકો પર જીત મેળવવામાં સફળ રહી હતી. જ્યારે વર્ષ 2004માં ભાજપે 14 અને કોંગ્રેસે 12 બેઠકો જીતી હતી. આ વખતે ભાજપ દ્વારા કરાવવામાં આવેલા ખાનગી સર્વેમાં ગુજરાતમાં ભાજપને 20 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અલબત્ત નરેન્દ્ર મોદી આ વખતે ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની વિજયપતાકા લહેરાવવા માંગે છે.

narendra-modi-style

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે મોદી આ વખતે પુરવાર કરવા માંગે છે તે તેમની બરોબરી કરી શકે તેવું કોઇ નથી. તેમણે રાજ્યની છેલ્લી 3 વિધાનસભા ચૂંટણમાં ભાજપને સતત જીત અપાવી છે અને કોંગ્રેસને સત્તાથી દૂર રાખવામાં સફળતા મેળવી છે. આ માટે નરેન્દ્ર મોદીએ ભાજપના તમામ કાર્યકરોને સંગઠનને વધારે મજબૂત કરીને પાર્ટીને સફળતા અપાવવા માટે જણાવ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે નરેન્દ્ર મોદી કેશુભાઇ પટેલનો રેકોર્ડ તોડવા માંગે છે. વર્ષ 1998માં જ્યારે કેશુભાઇ પટેલ ભાજપમાં હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ભાજપને 26માંથી 20 બેઠકો જીતી હતી. જ્યારે 1996માં ભાજપે 26માંથી 16 બેઠકો જીતી હતી. આ માટે તેમણે લોકસભા બેઠકો પર ઉમેદવારોની પસંદગી પણ ખાસ ધ્યાનમાં રાખીને કરવા જણાવ્યું છે.

English summary
Narendra Modi striving hard to win all lok sabha seats in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X