For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધારાસભ્યમાંથી જ કોઇ હશે ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી: વિજય રૂપાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, દેશના આગામી વડાપ્રધાન બનવાની પુરજોશમાં સંભાવનાઓ વચ્ચે નરેન્દ્ર મોદી હવે ગુજરાતમાં પોતાના સંભવિત ઉત્તરાધિકારી પસંદ કરવામાં લાગી ગયા છે. બેઠક શરૂ થયા બાદ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ધારાસભ્યોમાંથી જ કોઇ ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી હશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે આ અંગે 16-17 મેના રોજ ભાવિ મુખ્યમંત્રી અંગે નિર્ણય લેવામાં આવશે.

નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યોની બેઠક બોલાવી છે અને સંભવ છે કે આ દરમિયાન ગુજરાતમાં તેમના ઉત્તરાધિકારીના નામ પર ચર્ચા થશે. લોકસભા ચૂંટણીમાં જીત નક્કી દેખાતાં નરેન્દ્ર મોદીએ પોતાના ઉત્તરાધિકારી પસંદ કરવાની પ્રક્રિયા અત્યારથી શરૂ કરી રહ્યાં છે.

સૂત્રોના અનુસાર ગુજરાતના આગામી મુખ્યમંત્રીની રેસમાં રાજસ્વ આનંદીબેન પટેલનું નામ આગળ ચાલી રહ્યું છે. તો બીજી તરફ ભીખૂભાઇ દલસાણિયાનું નામ પણ ચર્ચામાં છે. જો કે નામની જાહેરાત નવી સરકારના ગઠન બાદ જ થશે.

modi-minister

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન સચિવ ભીખૂ દલસાણિયા કહી ચૂક્યાં છે કે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાની સ્થિતીમાં ગુજરાતમાં તેમના ઉત્તરાધિકારી પર ફેંસલો પાર્ટી નેતૃત્વ કેન્દ્રમાં નવી સરકારના ગઠન બાદ જ કરશે.

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે જો ભાજપ નેતૃત્વ તેમને કહે છે, તો શું તે સ્વયં પ્રભાર લેવા માટે ઇચ્છુક છે, તો તેમણે કહ્યું કે મારી પાર્ટી જે પણ જવાબદારી આપશે, તેની નિભાવવા માટે હું તૈયાર છું.

ગુજરાત ભાજપના મીડિયા પ્રભારી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત ભાજપ કોર ગ્રુપની બેઠક નિયમિત હતી. લોકસભાના લીધે ગત ત્રણ મહિનાથી બેઠક થઇ શકી ન હતી. નરેન્દ્ર મોદીની હાજરીમાં આ બેઠકમાં લોકસભાની ચૂંટણી બાદની રણનિતી પર ચર્ચા કરવામાં થઇ. મંગળવારે ગુજરાત ભાજપના ધારાસભ્યોની સાથે યોજાનારી બેઠકના એજન્ડા પર પણ ચર્ચા કરવામાં આવી.

આ દરમિયાન, અંદરખાને ગુજરાતના આગામી મુખ્યમંત્રીના પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. તેમાં રાજસ્વ મંત્રી આનંદીબેન પટેલ, નિતિન પટેલ, સૌરભ પટેલના નામ સામે આવી રહ્યાં છે, જ્યારે નરેન્દ્ર મોદીની સંઘ નેતાઓ સાથે મુલાકાત બાદ ભાજપના પ્રદેશ સંગઠન મહાસચિવ ભિખૂભાઇ દલસાણિયાનું નામ પણ પ્રમુખતાથી લેવામાં આવી રહ્યું છે.

આ પ્રમાણે રિપોર્ટ છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપની સરકાર બને છે અને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ જો સરકારમાં સામેલ થાય છે તો નિતિન ગડકરીને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. જો કે ભાજપના સૂત્રોએ આ રિપોર્ટને નકારી કાઢી છે. પાર્ટી દ્વારા સંકેત આપવામાં આવ્યા છે કે રાજનાથ સિંહ અધ્યક્ષના રૂપમાં પોતાનો કાર્યકાળ પુરો કરશે.

English summary
Gujarat Chief Minister and also the BJP's prime ministerial candidate Narendra Modi has called a meeting on Tuesday evening of all his party's state legislators in Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X