For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ ભરી કેવડિયાથી સાબરમતી સુધી સી-પ્લેનની ઉડાન

આજે સી-પ્લેનમાં સફર કરીને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આનો શુભારંભ કરાવ્યો.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતમાં દેશની પહેલી સી-પ્લેન સેવાની શરૂઆત કેવડિયાથી સાબરમતી વચ્ચે થઈ છે. આજે સી-પ્લેનમાં સફર કરીને ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આનો શુભારંભ કરાવ્યો. મોદી કેવડિયા સ્થિત દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીથી અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ સુધી સી-પ્લેનથી જ પહોંચ્યા. તેમના અહીં પહોંચતા પહેલા જ સી-પ્લેનની સુરક્ષાની સુરક્ષાની દ્રષ્ટિએ કેવડિયા જળાશયથી લગભગ 100થી વધુ મગરોને અન્ય જળાશયોમાં શિફ્ટ કરવામાં આવ્યા. વળી, અમદાવાદને 'નો ડ્રોન ફ્લાય ઝોન' ઘોષિત કરી દેવામાં આવ્યો હતો.

205 કિલોમીટર છે બંને સ્ટેશનોનુ અંતર

205 કિલોમીટર છે બંને સ્ટેશનોનુ અંતર

ગુજરાતમાં સી-પ્લેનની સેવા શરૂ કરાવવા માટે માલદીવથી ખાસ રીતના પ્લેન મંગાવવામાં આવ્યા હતા કે જે ત્યાંથી ઉડીને રવિવારે સવારે કેરળન કોચ્ચિ સુધી પહોંચ્યા હતા. ત્યાંથી રીફ્યઅલિંગ બાદ અમદાવાદ લાવવામાં આવ્યા. આ રીતના વિમાનને સ્પાઈસજેટ કંપનએ ભાડે લીધા છે અને ત્યાંથી તેને ઑપરેટ કરાવી રહી છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે સ્પાઈસજેટ ટેકનિકના ટ્વિન ઑટર-300 સીપ્લેનમાં 12થી વધુ યાત્રી સવાર થઈ શકશે. આ સી પ્લેન સ્ટેચ્યુ ઑફ યુનિટીથી સાબરમતી સુધી ઉડાન ભરશે. બંને વચ્ચેનુ અંતર લગભગ 205 કિલોમીટર છે.

પીએમ મોદીએ પહેલા પણ ભરી હતી ઉડાન

પીએમ મોદીએ પહેલા પણ ભરી હતી ઉડાન

સી પ્લેન સેવા ભલે આજે શરૂ થઈ હોય પરંતુ પ્રધાનમંત્રીએ આમાં ઘણા વર્ષો પહેલા જ સફર કરી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે સી પ્લેન સેવા શરૂ કરાવવા માટે સ્વયં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘોષણા કરી હતી. વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ સાબરમતી રિવરફ્રન્ટથી સી પ્લેનની ઉડાન ભરી હતી. ત્યારે તે આકર્ષણનુ કેન્દ્ર બની ગયા હતા. તેમની આગેવાનીમાં સરકારે ઉડાન યોજના હેઠળ ક્ષેત્રીય સંપર્ક વધારવા માટે 16 સી પ્લેન માર્ગોની ઓળખ કરાવી હતી. આ 16 માર્ગોમાં સાબરમતી અને સરદાર સરોવરવાલો રૂટ પણ શામેલ હતો. આ માર્ગ સ્ટેચ્યુ ઑફ યુનિટીને હવાઈ માર્ગથી જોડશે.

બંને સરકારોએ મળીને શરૂ કરાવ્યુ

બંને સરકારોએ મળીને શરૂ કરાવ્યુ

ગુજરાત સરકારે આ વર્ષે જુલાઈમાં સીપ્લેન સેવા માટે ક્ષેત્રીય સંપર્ક યોજના હેઠળ ચાર જળ એરોડ્રામના નિર્માણ માટે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એએઆઈ સાથે ત્રિપક્ષીય સમજૂતીમાં એક પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેન્દ્રીય ઉડ્ડયન પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ સાગરમાળા ડેવલપમેન્ટ કંપની લિમિટેડ(એસડીસીએલ) અને ઈનલેન્ડ વૉટરવે ઑથોરિટી ઑફ ઈન્ડિયાને સાબરમતી રિવરફ્રંટ પર અને સ્ટેચ્યુ ઑફ યુનિટી વચ્ચે આ સુવિધા શરૂ કરવાના નિર્દેશ આપ્યા હતા. માંડવિયાએ કહ્યુ હતુ કે જો બધુ યોજના મુજબ થયુ તો સેવાની શરૂઆત 31 ઓક્ટોબર સુધી થઈ જશે. તેમની આ વાત સાચી સાબિત થઈ. હવે લોકો આ ઓક્ટોબરથી જ આની મઝા લઈ શકશે.

સ્ટાર પ્રચારક ના તો કોઈ પદ છે ના દરજ્જો, મારા માટે જનતાનુ મહત્વ છેઃ કમલનાથસ્ટાર પ્રચારક ના તો કોઈ પદ છે ના દરજ્જો, મારા માટે જનતાનુ મહત્વ છેઃ કમલનાથ

આતંકવાદ સામે બધા દેશોએ એક થવાની જરૂરઃ પીએમ મોદીઆતંકવાદ સામે બધા દેશોએ એક થવાની જરૂરઃ પીએમ મોદી

English summary
Narendra Modi travels on seaplane flight from Kevadia to Sabarmati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X