નર્મદા ડેમનું લોકાપર્ણ કરવા મોદી બર્થ ડે દિવસે આવશે ગુજરાત

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે છે. 17મી સપ્ટેમ્બરના રોજ તેમના જન્મદિવસના દિવસે જ તે કેવડિયા ખાતે નર્મદા ડેમનું લોકાર્પણ કરશે. નોંધનીય છે કે કાલે ગુજરાત માટે ખાસ કરીને એક મોટો દિવસ છે. વર્ષ 1961માં જે પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું તે સરદાર સરોવર બંધનું 56 વર્ષ પછી રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવશે. વધુમાં રવિવારે એટલે કે 17મી સપ્ટેમ્બર પીએમ મોદીનો જન્મદિવસ પણ છે. ત્યારે તેમ પણ મનાય છે કે આ મુલાકાત સાથે તે તેમની માતા હીરા બાને પણ ગાંધીનગર ખાતે મળવા જશે.  અને તેમના આશીર્વાદ લેશે. જે માટે પીએમ નરેન્દ્ર મોદી આજે સાંજથી જ અમદાવાદમાં પહોંચી જશે.

modi

નીચે જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ: 

  • 16 સપ્ટેમ્બરે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આવશે
  • 17મી સપ્ટેમ્બરનો કાર્યક્રમ
  • 9:15 AM કેવડિયા ખાતે નર્મદા ડેમનું લોકાર્પણ
  • 11:15 AM ડભોઇ ખાતે જાહેર સભાનું સંબોધન કરશે
  • 2:30 PM અમરેલી જશે 
  • અને ત્યાંથી સાંજે 5 વાગ્યાની આસપાસ ભાવનગરથી દિલ્હી જવા રવાના થશે.
English summary
PM Narendra Modi visit Gujarat on his birthday for inauguration of sardar sarovar dam.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.