For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી ભારત યાત્રા પહેલા કેબિનેટનું વિસ્તરણ કરશે

|
Google Oneindia Gujarati News

narendra-modi
ગાંધીનગર, 12 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપની ચૂંટણી પ્રચાર સમિતીના પ્રમુખની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને તેઓ હવે ચૂંટણી પ્રચાર માટે ભારત યાત્રા હેઠળ ભારત ભ્રમણ કરવાના છે. મોદી સમગ્ર દેશમાં 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નું નવું સૂત્ર ગૂંજતું કરવાના છે. જો કે આ પહેલા તેઓ ગુજરાતમાં મંત્રીમંડળને વધારે મજબૂત કરશે. આ માટે ભારત યાત્રાનો આરંભ કરતાં પહેલાં તેઓ કેબિનેટનું વિસ્તરણ કરશે એમ માનવામાં આવી રહ્યું છે.

મંત્રીમંડળના વિસ્તરણની દિશામાં કામગીરી ચાલી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગચ ગુજરાત રાજ્યના શહેરી વિકાસ પ્રધાન આનંદીબહેન પટેલ અને નાણાપ્રધાન નીતિન પટેલને મહત્ત્વની જવાબદારી સોંપાય એ દિશામાં વિચારણા ચાલી રહી છે. મોદી પ્રધાનમંડળના આ બંને પ્રધાનોને મહત્ત્વની જવાબદારી સોંપવા ઉપરાંત પ્રધાનમંડળમાં નવા ચહેરાઓનો સમાવેશ કરાશે.

રાજ્યના જે જિલ્લાઓનું પ્રધાનમંડળમાં પ્રતિનિધિત્વ નથી તેવા જિલ્લામાંથી યુવા ચહેરાને પસંદ કરીને તેમનો પ્રધાનમંડળમાં સમાવેશ કરીને રાજ્યના મોટા ભાગના જિલ્લાઓની આશા આકાંક્ષાને સંતોષવામાં આવશે.

રાજ્યની ચાર વિધાનસભા બેઠક અને બે લોકસભાની બેઠક મળીને કુલ છ બેઠક પર ભાજપનું કમળ ખીલીને અગાઉ કોંગ્રેસના પંજામાં રહેલી આ તમામેતમામ બેઠકોને ભાજપે સંગઠન શક્તિના જોરથી આંચકી લીધા બાદ અને કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયા બાદથી મોદી પ્રધાનમંડળના વિસ્તરણ અંગે ગાંધીનગરના સત્તાના ગલિયારામાં ચર્ચાઓ થતી હતી.

નરેન્દ્ર મોદી અષાઢી બીજથી ભારત યાત્રા શરૂ કરશે?
અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ઐતિહાસિક રથયાત્રા નીકળે છે. ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામની સાથે અષાઢી બીજના દિવસે નગરજનોનાં સુખ દુઃખ જાણવા નગરચર્યાએ નીકળે છે. મુખ્યપ્રધાન મોદી પોતાની ભારત યાત્રાના કાર્યક્રમ માટે અષાઢી બીજના પવિત્ર દિવસને પસંદ કરે તેવી શક્યતા છે એટલે બુધવાર, 10 જુલાઈ, 2013ના રોજથી મોદી ભારત ભ્રમણનો પ્રારંભ કરશે.

English summary
Narendra Modi will expand cabinet before Bharat Yatra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X