For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની રાષ્ટ્રીય ભૂમિકા આવતીકાલથી દિલ્હીમાં શરૂ

|
Google Oneindia Gujarati News

narendra modi
અમદાવાદ, 26 ડિસેમ્બર: નરેન્દ્ર મોદીએ આજે ચોથીવાર મુખ્યમંત્રી બનવા માટે શપથ ગ્રહણ કરી લીધા છે. અને આવતીકાલે તેઓ નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સીલની બેઠકમાં ભાગ લેવા દિલ્હી જઇ રહ્યા છે. આ સાથે જ કહી શકાય કે નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય ભુમિકા શરૂ થઇ જશે.

જોકે ભલે ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે તેમનુ નામ જાહેર ના કરે પરંતુ ગુજરાતની જનતા અને અન્ય રાજ્યોની જનતા પણ તેમને પ્રધાનમંત્રી તરીકે આરૂઢ કરવા માંગે છે. મોદીએ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ અગ્રણી સ્વ. કૈલાશપતિ મિશ્રના અવસાન બાદ તેમને શ્રધ્ધાંજલિ પાઠવવા પટના ગયા હતા, દરમિયાન જનમેદનીએ તેમને પીએમ બનાવવાની બૂમો લગાવી હતી. માટે મોદી એક એવા નેતા છે પહેલેથી જ રાષ્ટ્રીય ભૂમિકામાં આવી ગયા છે.

મોદી 27 ડિસેમ્બરના રોજ દિલ્હી જવાના છે. નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે એનડીસીની બેઠકમાં ભાગ લેવા જઇ રહ્યા છે. બેઠકમાં યુપીએ સરકાર અને વિપક્ષના મુખ્યમંત્રીઓ વચ્ચે ઘર્ષણ સર્જાય તેવી શક્યતા છે. વિપક્ષી નેતાઓ કેન્દ્ર સરકાર દ્વારા કરતા તેમના રાજ્યોને અન્યાય બદલ સરકારને ભીંસમાં લેશે. મોદી આ બેઠકમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

મોદી આ ઉપરાંત ભાજપના દિગ્ગજ નેતા અને ભુતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇ અને લાલકૃષ્ણ આડવાણીના આશિર્વાદ લેશે. તેમજ ભાજપી કાર્યકરો અને નેતાઓને મળીને તેમની સાથે ચર્ચા વિચારણા પણ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોદી જ્યારે પોતાના મતવિસ્તાર મણિનગરમાં વિજય સભા સંબોધી રહ્યા હતા ત્યારે લોકો પીએમ...પીએમ ના નારા લગાવી રહ્યા હતા. ત્યારે મોદીએ હળવા મૂડમાં જણાવ્યું હતું કે જો તમારી એટલી બધી ઇચ્છા હોય તો હું 27 તારીખે એક દિવસ માટે દિલ્હી જઇ આવીશ.

English summary
Narendra Modi will go in delhi tomorrow to attend NDC meeting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X