નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બરે શપથ લેશે, અગ્રણીઓ હાજર રહેશે

narendra-modi-victory-sign
ગાંધીનગર, 21 ડિસેમ્બર : ગુજરાતમાં હેટ-ટ્રિક લગાવ્યા બાદ નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બરે સતત ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી પદની શપથ લેશે. નરેન્દ્ર મોદીની શપથવિધિમાં દિલ્હીથી ભાજપનું મોવડીમંડળ ઉપસ્થિત રહેશે એમ કહેવામાં આવી રહ્યું છે પણ કોણ ઉપસ્થિત રહેશે તેમના નામના ફોડ પાડવામાં આવી રહ્યા નથી.

ગુજરાતમાં જનાદેશથી નરેન્દ્ર મોદીની હેટ્રિક થતા લોક સભા ચૂંટણી 2014 માટેનો રસ્તો નક્કી થયો છે. આ કારણે ભાજપમાં મોદીના આંતરિક વિરોધીઓ હવે વધારે શક્ય બનશે. તેના કારણે એ જોવાનું રહેશે કે ગુજરાતમાં ભાજપના શાસનની આ ઉજવણીમાં કયા નેતાઓ હાજર રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર શપથ લીધા બાદ બીજા દિવસે એટલે કે 27 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી દિલ્હી જશે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 'ભાઈઓ-બહેનો, જો તમારી ઈચ્છા છે તો હું જરૂર 27 તારીખે એક દિવસ માટે દિલ્હી જતો આવીશ.'

જીત બાદ ગુરૂવારે મોદી પોતાનાં કાર્યકર્તાઓ અને લોકોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે ચારેબાજુથી મોદી પીએમ, મોદી પીએમના નારા ગૂંજતા હતા ત્યારે મોદી તે અવાજને અવગણીને કહ્યું કે, 'આપણે ગુજરાતને એવું રાજ્ય બનાવીશું જે, દેશમાં કોઈ પણ ઉણપ હોય એને પુરી કરી શકે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X