
નરેન્દ્ર મોદીનું ટ્વિટ, ગુરુઓને પાઠવી ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા!
ગાંધીનગર, 22 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવા માટે જાણીતા છે. કોઇ પણ ઘટના કે બનાવ અંગે પોતાનું મંતવ્ય અને વિચારો તેમના યુવા ફેન્સ સાથે શેર કરવા તેઓ અચૂકપણે ટ્વિટ કરતા રહે છે. નરેન્દ્ર મોદીએ આજે ગુરુ પૂર્ણિમાં હોવાના કારણે દેશને મજબૂત બનાવવા માટે યુવધનને શિક્ષિત બનાવવાનારા ગુરુઓને યાદ કર્યા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે.
નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે 'ગુરુ પૂર્ણિમાંના દિવસે, આવો એ ગુરુઓને યાદ કરીએ તથા તેમને શ્રદ્ધાંજલિ અર્પીએ જેમણે પીઢીઓને શિક્ષિત કરી અને મૂલ્યો થકી મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કર્યું છે.'
નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓને યાદ કરતું અને શ્રદ્ધાંજલિ આપતું ટ્વિટ કરીને એવું સાબિત કરી દીધું છે કે તેઓ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ અન્ય નેતાઓની જેમ માત્ર બફાટ મારવા કે પ્રહાર કરવા નથી કરતા. મોદીએ પોતાના ભાષણોમાં તેઓ સ્પષ્ટપણે યુવાનોને કહે પણ છે કે હું તમારે માટે સોશિયલ સાઇટ પર સરળતાથી ઉપલબ્ધ છું.