For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ક્યાં સુધી એક પરિવારની માળા જપશો પીએમ સાહેબ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભુજ, 15 ઓગષ્ટ: બરોબર સવારે નવા વાગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તિરંગો ફરકાવીને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવે હતી. તિરંગો ફરકાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યું અને તે પણ હિન્દીમાં. જેમ કે એક દિવસ પહેલાં નરેન્દ્ર મોદીએ લલકારતાં કહ્યું હતું કે 15 ઓગષ્ટના રોજ વડાપ્રધાન મનમોહન સિંહના ભાષણ અને મારા ભાષણની તુલના થશે જેના કારણે નરેન્દ્ર મોદીના સંબોધન પ્રત્યે લોકોની ઉત્સુકતા ઘણી વધી ગઇ હતી.

નરેન્દ્ર મોદી પોતાના ચિરપરિચિત શૈલીમાં જ દેશને સંબોધન કર્યું. લાલ રંગની પાઘડી પહેરીને નરેન્દ્ર મોદીએ પહેલાં ગુજરાતની મહાન વિભૂતિઓને યાદ કરી અને તેમને દેશને આપેલા અસીમ યોગદાનની પ્રશંસા કરી, તેમને સરદાર વલ્લભભાઇ પટેલને કોટિ-કોટિ પ્રણામ કર્યા.

પ્રણવ મુખર્જી પર પ્રહાર

પ્રણવ મુખર્જી પર પ્રહાર

ત્યારબાદ તેમનો હુમલો શરૂ થયો દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને રાષ્ટ્રના નામે આપેલા સંદેશા પર પ્રહાર કર્યા. જેમાં તેમને કહ્યું હતું કે સહનશક્તિની એક હદ હોવી જોઇએ. નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે કયા પ્રકારની સહનશક્તિની વાત કરી રહ્યાં છે. દેશમાં ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર થઇ રહ્યાં છે પરંતુ પ્રણવ મુખર્જી કેમ સંયમ રાખીને બેઠા છે તે કેમ કોઇ પગલાં ભરતાં નથી.

ભ્રષ્ટાચારની સીડી

ભ્રષ્ટાચારની સીડી

જે પ્રકારે ટીવી-સીરિયલમાં રોજ નવા નવા શો આવે છે તે પ્રમાણે યુપીએ સરકારમાં રોજ ભ્રષ્ટાચારની સીડી આવે છે. તાજેતરમાં જ મામા-ભાણિયાના ભ્રષ્ટાચારની સીડી ધમાલ મચાવી હતી તો હવે સાસુ અને જમાઇની સીડી માર્કેટમાં આવી છે. તે કેમ ચૂપ છે.

એક જ પરિવારની ભક્તિ

એક જ પરિવારની ભક્તિ

ત્યારબાદ તેમને મનમોહન સિંહના લાલકિલ્લાના ભાષણ પર આપત્તિ વ્યક્ત કરી અને આકરી ટીકા કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મનમોહન સિંહના ભાષણે તેમને દુખી કર્યા છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું આજે આદ્યાત્મના આ પાવન પર્વમાં તે લાલકિલ્લા પર ફક્ત એક પરિવારની માળા કરી રહ્યાં છે, તેમને શરમ ન આવી કે તે આજે લાલકિલ્લા પરથી ચાટુકારિતા છોડી શકે છે. તે સરદાર વલ્લભભાઇ પટેલનું નામ લઇ શકે છે, તે લાલ બહાદુર શાસ્ત્રીનું નામ પણ લઇ શકે છે પરંતુ તમે એક પરિવારની ભક્તિમાં એવા ડૂબી ગયા છો કે તેમને દેશની કોઇ ચિંતા નથી.

મનમોહન સિંહનું મૌન વ્રત

મનમોહન સિંહનું મૌન વ્રત

નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહને લલકારતાં કહ્યું હતું કે જોઇ હિંમત હોય તો તે ગુજરાત અને દિલ્હીનો મુકાબલો કરાવે. કેમ તે પોતાની વિચારસણીથી દેશનો વિકાસ કરી નથી રહ્યાં. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કામમાં નબળાઇ તો હોય શકે, પરંતુ વિચારસણીમાં નહી અને તમારા ઇરાદામાં નહી પણ તમારી વિચારસણીમાં નબળાઇ છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મનમોહન સિંહને તો મીડિયાએ પણ કહી દિધું છે કે આ વખતે તે છેલ્લીવાર ધ્વજ ફરકાવી રહ્યાં છે. મને શરમ અને દુખ અનુભવે છે કે દેશના વડાપ્રધાન ફક્ત ગોખેલી વાતો કહે છે. તેમની પાસે આતંકવાદનો જવાબ નથી, ના તો તેમની પાસે ગરીબીનો કે નવી વિચારસણી નથી. વધતી જતી મોંઘવારી અને બેરોજગારી સામે દેશ ઝઝૂમી રહ્યો છે પરંતુ તમે પોતાનું મૌન વ્રતથી બહાર નીકળી નથી રહ્યાં.

દેશ આજે પણ ગુલામ છે

દેશ આજે પણ ગુલામ છે

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે સરકારની થાળીમાં રોટલી-ભાત ગણાવી રહ્યાં છે પરંતુ એ જણાવો કે ગત દસ વર્ષોમાં તેમને રોટલીમાંની ચિંતાની ન થઇ. તેમને દેશની સેના વિશે કશું કહ્યું ન હતું. તેમને કહ્યું હતું કે દેશમાં તેમને યૂનિવર્સિટી અને શિક્ષણના ક્ષેત્રમાં ઘણું યોગદાન કર્યું છે તો તેમને ગુજરાતનું નામ કેમ ન લીધું? મારો અવાજ દેશની જનતા સાંભળે છે પરંતુ દિલ્હી નહી. આજના પાવન પર્વ પર તેમને ના તો તેમને કમલા નેહરૂનું નામ લીધું અને ના તો સરદાર વલ્લભભાઇ પટેલનું જેમને જીવનભર કોંગ્રેસ માટે કામ કર્યું અને તે ક્યાં સુધી એક જ પરિવારના ગુણગાન કરતા રહેશે કેમ તે દેશ વિશે વિચારી રહ્યાં નથી? અફસોસની સાથે આજે કહું છું કે દેશ આજે પણ ગુલામ છે.

7 જિલ્લાઓની ભેટ

7 જિલ્લાઓની ભેટ

નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતને વિકસીત રાજ્ય ગણાવતાં કહ્યું હતું કે આજે હું મેં મારા પ્રદેશને 7 જિલ્લાઓની ભેટ આપી છે. ગુજરાત જેવો વિકાસ આખા દેશને જોઇએ છે. આજે સમય આવી ગયો છે કે દેશ કોંગ્રેસ મુક્ત થઇને નવી વિચારસણી સાથે આગળ વધે.

English summary
Gujarat Chief Minister Narendra Modi is about to begin his Independence-Day speech at the Lallan College here shortly. His speech has attained more significance for on Wednesday he had challenged a comparison between the speeches made by Prime Minister Manmohan Singh at the Red Fort in New Delhi and that to be made by him here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X