નર્મદા યોજના પર 70 હજાર કરોડ ખર્ચાયા, છતાં પાણીનો પ્રશ્ન ઉકેલાયો નથી
નર્મદા યોજના પર સરકાર હજી સુધી 70 હજાર કરોડનો ખર્ચ કરી ચૂકી છે. પરંતુ હજી પણ રાજ્યમાં 18.45 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈની સુવિધા નથી પહોંચી શકી. આ યોજના સાથે જોડાયેલી 10795.81 કિલોમીટરની નહેરોનું કામ પણ બાકી છે. સરકારની સત્તાવાર જાહેરાત પ્રમાણે નર્મદા નહેર નેટવર્કની લગભગ 52,231 કિલોમીટરનું કામ થઈ ચૂક્યુ છે. 10,532 કિલોમીટરનું કામ ચાલી રહ્યું છે, જે આ વર્ષના અંત સુધીમાં પુરુ થવાની આશા છે. જો કે સાથે જ સરકારે એ પણ માન્યું છે કે આ યોજના માટે હજી વધારાના 5 હજાર કરોડની જરૂર છે. એટલે કે સરવાળે આ યોજના 75 હજાર કરોડના ખર્ચે પૂરી થશે.
પાકિસ્તાનથી આવેલા તીડનો ખાત્મો, પરંતુ ઈંડાથી ખેડૂતો ચિંતિત

રાજ્યમાં 21,841 કિલોમીટર પાઈપલાઈનનું કામ પૂર્ણ
નર્મદા પરિયોજનામાં 18.45 લાખ હેક્ટરમાં સિંચાઈની સુવિધા આપવાની છે. રાજ્યમાં અત્યાર સુધી 16.51 લાખ હેક્ટરમાં જ તેના દ્વારા સિંચાઈ થઈ રહી છે. ગુજરાત વિધાનસભામાં નર્મદા નહેર નેટવર્ક પર ચર્ચા દરમિયાન સરકારે સ્વીકાર્યું કે નાની અને ઉપ માઈનર નહેરનું મોટા ભાગનું કામ બાકી છે. સરકારે કહ્યું કે રાજ્યમાં 21,841 કિલોમીટર ભૂમિગત પાઈપલાઈનનું કામ પુરુ થઈ ચૂક્યુ છે. જેના દ્વારા સિંચાઈ ક્ષમતામાં 8 લાખ હેક્ટરનો વધારો થયો છે.

વિધાનસભામાં કોંગ્રેસના નેતાએ કહી આ વાત
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભામાં કહ્યું સરકારે નાની અને ઉપનહેરોના બદલે ખેતરોમાં પાઈપલાઈન નાખવાનો નિર્ણય કર્યો છે, તેમ છતાંય સરકાર નહેર નેટવર્કનું કામ પુરુ નથી કરી શકી. તેમણએ સરકાર પાસે 18.45 લાખ હેક્ટરમાં સિંચાઈના ટાર્ગેટ સામે નર્મદા દ્વારા સિંચિત ક્ષેત્રની માહિતી માગી હતી.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવદેન
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે નહેર નેટવર્ક પુરુ કરવામાં મોડું થવા પાછળ જમીન સંપાદનનો મુદ્દો છે. નહેરનું નેટવર્ક અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો, રેલવે ક્રોસિંગ કે રેલવે લાઈન પરથી પસાર થઈ રહ્યું છે. આ ઉપરાંત ઓઈલની પાઈપલાઈન, ટેલિફોન લાઈન અને વીજ લાઈનને સ્થાનાંતરિત કરવાનું કામસ હેલું નથી.

નર્મદા ડેમ અને નહેર નેટવર્ક પાછલ 70167.55 કરોડનો ખર્ચ
નીતિન પટેલે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે જો શેડ્યુલ પ્રમાણે નર્મદા ડેમ પૂરો થયો હોત તો કામ માત્ર 30 હજાર કરોડમાં પુરુ થઈ જાત. પરંતુ કોંગ્રેસની સરકારોએ ડેમ પુરો ન થવા દીધો. ભાજપ સરકારમાં ડેમનું કામ પૂર્ણ થયું સાથે જ નહેર નેટવર્ક પણ પૂરઅમ કરાઈ રહ્યું છે. રાજ્ય સરકાર અત્યાર સુધી નર્મદા ડેમ અને કેનાલ નેટવર્કમાં 70167.55 કરોડ ખર્ચ કરી ચૂકી છે.