
Navratri 2017 photos : ગૌરીઓના નખરાં ને ખેલૈયાઓના ઠાઠ
આજે છે નવરાત્રીનું પાંચમું નોરતું. એટલે કે હવે નવરાત્રી પૂર્ણ થવાને ખાલી 4 દિવસ જ બાકી છે. અને ગરબે ગુમતા કોઇ પણ ખેલૈયા માટે આ વાત સાંભળતા જ તેના મનમાં એજ વિચાર આવે કે અલ્યા નવરાત્રી જતી રહેશે, ચલ આજે તો ગરબે રમી લઉં! નવલી નવરાત્રી ભલે 9 દિવસોનો તહેવાર હોય પણ આ નવ રાતોની દરેક રાતે ગુજરાતમાં ગરબા, ભક્તિનો એવો અદ્ધભૂત સંગમ જોવા મળે છે કે જે અવર્ણીય છે! વાત. તેમાં પણ ગરબે ગમતી ગૌરીએ, તેમના હસમુખા ચહેરા અને લચક ગરબાને બનાવી દે છે ખાસ. તો બસ આવા જ કેટલાક નવરાત્રીની તસવીરો જુઓ નીચેના આ ફોટો સ્લાઇડરમાં...

નવરાત્રી
શું તમને ખબર છે નવરાત્રીમાં એવરેજ ગુજરાતી 10 થી 20 હજાર રૂપિયાનો ખર્ચો ખાલી આ 9 દિવસો દરમિયાન જ કરી લે છે. પાસ, ખાણી પીણીમાં જ રોજના ઓછામાં ઓછા 1000 રૂપિયાનો ખર્ચો થઇ જાય છે. અને જે જૂના ખેલૈયા હોય છે તે તો ગરબામાં ઠાઠ જમાવવામાં 25-50 હજાર સુધીનો ખર્ચો કરતા પણ બે વાર નથી વિચારતા.

ગરબા અને ગૌરીઓ
ગરબાની સૌથી સારી વાત હોય શું છે ખબર છે? જેને ફેશનનો "ફ" પણ ના ખબર હોયને તે પણ આ નવ દિવસમાં તમામ પ્રકારની ફેશન વિષે ખાલી ગરબા જોઇને શીખી જાય છે.

પરંપરા
વળી તેવું નથી કે ફેશન એટલે બોલ્ડનેશ. ખૂબ જ પરંપરાગત વસ્ત્રોમાં પણ ખૂબ જ સુંદર રીતે પરંપરાને જાળવતા ગુજરાતી નારીઓને સારી પેઠે આવડે છે. ના મનાતું હોય તો આ ફોટો જોઇ લો!

સખીઓનો સાથ!
ગરબા એટલે ખાલી નૃત્યુ જ નહીં. ગરબા એટલી સ્નેહીજનોનો સાથ! સખીઓ સાથે ગરબા રમવાની મજા જ કંઇક ખાસ હોય છે. અને કદાચ આ જ કારણે ગરબા હંમેશા સમૂહમાં રમાય છે. જે આપણને લાવે છે એક બીજાની સાથે!

સાથીનો સંગાથ
ગરબામાં ધણીવાર તેવું બને છે કે બન્ને લોકો પહેલી વાર ગરબામાં જ મળ્યા હોય! તેવું પણ બને છે કે પતિને ગરબા ના આવડતા હોય અને પત્નીને સરસ આવડતા હોય. પણ તેમ છતાં જેવું આવડે તેવું રમતા પતિઓ પણ ગરબામાં નજરે પડે છે! કારણ કે ગરબામાં ગરબા આવડે કે ના આવડે તે નહીં પણ એક બીજાનો સંગાથ જરૂરી છે!

ગરબા ઉંમર નથી જોતા
આ ફોટો અમદાવાદના સ્વાતિ ગાર્ડનનો છે. જેમાં વડીલોના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસ મજાની સાડીમાં સજ્જ વડીલોએ અહીં ઠસ્સાભેર ગરબા કર્યા હતા.

નાની ગૌરીઓ
સાચું પુછો તો ગરબામાં સૌથી વધુ મજા શું આવે છે ખબર છે! નાના નાના ભૂલકાંઓને જોવાની. તે એટલા શોખથી તૈયાર થઇને આવ્યા હોય, પાછળ તેમની મમ્મીઓ તેમના ઓઢણાં ઠીક કરતી હોય અને પાછા ફોટો પડાવાની વાત આવે ત્યારે આ ફોટોની જેમ જ પોઝ આપીને એવા ક્યૂટલી ઊભા રહી જાય કે લાગે ખરેખરમાં આકાશની માં અંબા નાની બાળાઓના સ્વરૂપમાં સાક્ષત આવ્યા હોય!