Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હાર્દિક પટેલને લઈને દિલીપ સંઘાણીનું મોટુ નિવેદન, કહ્યું- વિચારધારા સેટ ન થાય તો પાર્ટી સસ્પેન્ડ પણ કરે?

પાટીદાર આંદોલનમાંથી નેતા બનેલા હાર્દિક પટેલ આ દિવસોમાં બીજેપીમાં છે. હાર્દિક પટેલ ક્યારેક બીજેપીના ઘોર વિરોધી રહ્યા છે ત્યારે એવુ પણ કહેવાય છે કે બીજેપીના નેતાઓને હાર્દિકની એન્ટ્રી પસંદ આવી નથી.

અમદાવાદ : પાટીદાર આંદોલનમાંથી નેતા બનેલા હાર્દિક પટેલ આ દિવસોમાં બીજેપીમાં છે. હાર્દિક પટેલ ક્યારેક બીજેપીના ઘોર વિરોધી રહ્યા છે ત્યારે એવુ પણ કહેવાય છે કે બીજેપીના નેતાઓને હાર્દિકની એન્ટ્રી પસંદ આવી નથી. હવે જે નિવેદન સામે આવ્યુ છે તે આ વાતને વધુ પાક્કી કરે છે. બીજેપીના નેતા અને કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ હાર્દિકને લઈને મોટી વાત કરી છે.

hardik patel

એક ઈન્ટરવ્યૂ દરમિયાન કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ કહ્યુ કે, એક વખત વાલિયો લૂંટારો પણ વાલ્મિકી બન્યો હતો. બીજેપીનું કામ ઘડતર કરવાનું છે. જે ભાજપની વિચારધારામાં સેટ ન થાય તે ટકી શકે નહીં. પાર્ટી સસ્પેન્ડ પણ કરે અને કાઢી પણ મૂકે.

અહીં તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલની બીજેપીમાં એન્ટ્રી થતા ગુજરાતના ઘણા નેતાઓ નારાજ છે. જો કે પાટીદાર વોટબેંકને જોતા બીજેપીએ હાર્દિકને વિરમગામથી ટિકિટ પણ આપી છે. અહીં તેઓએ કહ્યું કે, અમારું સુધારવાનું કામ છે. રાષ્ટ્રને આવા સુધરેલા નાગરિકો આપવા છે. ભાજપની વિચારધારા સ્વીકારીને ભાજપે સભ્ય બનાવ્યા છે, પાસના આંદોલન વિચારધારા માટે નહી. તેઓએ કહ્યુ કે, હાર્દિક પટેલનું ભવિષ્ય એના વ્યવહાર પર આધાર રાખે છે.

અહીં તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલને બીજેપીએ વિરમગામ સીટ પરથી વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X