For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકારે નવા ટ્રાફિક દંડમાં 90 ટકાનો ઘટાડો કર્યો

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારને નવા કેન્દ્રીય વાહન કાનુન હેઠળ વાહન સંબંધિત ગુના હેઠળ માંડવાળની રકમની જાહેરાત કરી છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારને નવા કેન્દ્રીય વાહન કાનુન હેઠળ વાહન સંબંધિત ગુના હેઠળ માંડવાળની રકમની જાહેરાત કરી છે. નવો મોટર વ્હીકલ એક્ટ અહીં 16 સપ્ટેમ્બરથી લાગુ થઈ શકે છે. મુખ્યમંત્રીએ જણાવ્યુ છે કે આ નિયમો લોકોને હેરાન કરવા માટે નહિં પણ નાગરીકોની સુરક્ષા માટે છે.

ગુજરાતમાં નવો મોટર વ્હીકલ એક્ટ 16 સપ્ટેમ્બરથી થશે લાગુ

ગુજરાતમાં નવો મોટર વ્હીકલ એક્ટ 16 સપ્ટેમ્બરથી થશે લાગુ

સચિવાલયના સ્વર્ણિમ પરિસરમાં મિડિયા સાથે વાત કરતી વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે ભારત સરકાર દ્વારા ગુજરાતમાં મોટર વાહન અધિનિયમને કડકાઈથી લાગુ કરવા માટે દંડની રકમ પર સંશોધન કરવામાં આવ્યુ છે. કેન્દ્રએ જ્યારે આ કાયદો લાગુ કર્યો હતો, ત્યારે રાજ્યોને તેમાં સંશોધનની પરવાનગી આપી હતી. ગુજરાત સરકારે સંશોધન કરી સામાન્ય લોકોને કંઈક અંશે રાહત આપી છે, જ્યારે ગુનો કરનારા ડ્રાઈવર વિરુદ્ધ પૂરતી કાર્યવાહી અને દંડ લાગુ કરવામાં આવશે.

93 વર્ગમાં 400 સંશોધન કરાયા

93 વર્ગમાં 400 સંશોધન કરાયા

ગુજરાત સરકારે કેન્દ્રના મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન કર્યુ છે અને 93 વર્ગોમાં 400 સંશોધન કર્યા છે, જેમાંથી 24 ખંડોમાં વાહન ચાલક, વાહન નિર્માતા, ટ્રાન્સપોર્ટ અને સરકારી અધિકારીઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહીનું આહવાન કરાયુ છે. કેન્દ્રનો આ નવો કાયદો દિલ્હી, કર્ણાટક, અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પહેલેથી લાગુ થઈ ચૂક્યો છે. જ્યારે ગુજરાતમાં તે 16 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે.

ડિજીલોકરમાંનાં દસ્તાવેજો માન્ય

ડિજીલોકરમાંનાં દસ્તાવેજો માન્ય

મુખ્યમંત્રીએ રાજ્યના નાગરીકોની સુરક્ષામાં કોઈ સમજોતા નથી કર્યા. મોટાભાગના દંડ એવા મામલામાં લગાવાયા છે જેવા કે રજીસ્ટ્રેશન, વિના લાયસન્સ ડ્રાઈવિંગ, નશામાં ગાડી ચલાવવી, ઓવર સ્પીડમાં વાહન ચલાવવું વગેરે.. સરકાર વાહન સંબંધિ ગુનાઓના નિયંત્રણ માટે ડિજીટલ દસ્તાવેજોને માન્ય ગણવાનું નક્કી કર્યુ છે. પોલીસને ચેકિંગ દરમિયાન તમે ડિજીટલ દસ્તાવેજ દેખાડી શકો છો.

ટ્રાફિકને લગતા ગુનામાં દંડ

ટ્રાફિકને લગતા ગુનામાં દંડ

ટ્રાફિકને લગતા તમામ ગુનાઓનું વિવરણ આરટીઓ અને પોલીસ ડેટાબેઝમાં અપડેટ હોવાને કારણે વાહન ચાલક બચી શકશે નહિં. તેની સાથે જ અન્ય ટ્રાફિકને લગતુ ગુના માટે દંડ ભરવો પડશે.

નવી ટ્રાફિક દંડસંહિતા

નવી ટ્રાફિક દંડસંહિતા

-વિના લાયસન્સ વાહન ચલાવવું-પહેલી વાર 500, બીજીવાર 1500

-અડચણરૂપ પાર્કિંગ-પહેલી વાર 500, બીજી વાર 1500

-કાંચ પર ડાર્ક ફિલ્મ લગાવતા-પહેલી વાર 500, બીજી વાર 1000

-ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ-પહેલી વાર 500, બીજી વાર 1000

-હેલ્મેટ ન પહેરવું (તમામ સવાર માટે) 500

-સીટબેલ્ટ ન બાંધવો-1000

-ટુ વ્હીલર પર ત્રિપલ સવારી-100

-ફુલ સ્પીડમાં ડ્રાઈવિંગ-પહેલી વાર 5000, બીજી વાર 10, 000

ઓવર સ્પીડ-એલએમવી માટે 2000

ઓવર સ્પીડ-એલએમવી માટે 2000

-એલએમવીને છોડી-4000

-વિના લાયસન્સ ડ્રાઈવિંગ-ટુ વ્હીલર-2000, ફોર વ્હીલર 3000

-રજીસ્ટ્રેશન વિના ડ્રાઈવિંગ-1000થી 5000

ડ્રાઈવિંગ

ડ્રાઈવિંગ

-થર્ડ પાર્ટી વીમા વગર વાહન ચલાવતા-2000થી 4000

-પ્રદુષણયુક્ત વાહન ચલાવતા-1000થી 3000

-અવાજનું પ્રદુષણ કરે તેવા વાહન ચલાવતા-1000

-એમ્બ્યુલન્સ-ફાયરના વાહનોને સાઈડ ન આપતા-1000

-ખેતીવિષયક માલ કે ઘરવખરી લઈ જતી વખતે માલ વાહનની બહાર નીકળે તો-1000

-સાર્વજનિક સ્થળોએ રેસ લગાવતા-5000

આ પણ વાંચો: ગુજરાત: સગાઈ પછી યુવતીએ લગ્નની ના પાડી, તો ચોથા માળેથી કૂદયો યુવક

English summary
new motor vehicles act 2019 to be notified in gujarat on sep 16
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X