હાર્દિક ખોટી દિશામાં જઇ રહ્યો છે; નિખિલ સવાણીનું રાજીનામું
સુરતના પાટીદાર નેતા અને પાસના કન્વીનર નિખિલ સવાણીએ પાસમાંથી રાજીનામું ધરી દેતાં પાટીદારોમાં ખળભળાટ મચી ગયો છે. નિખિલ સવાણીએ વડોદરા, ભરૂચ અને નર્મદા પાસ મિડીયા કન્વીનર પદેથી રાજીનામુ આપ્યું છે. આજે સવારે 11 વાગે નિખિલ સવાણી એક પ્રેસ કોન્ફરન્સ યોજી આ મોટો ખુલાસો કર્યો છે.
મૂળ ભાવનગરનો તેવો નિખિલ હાલ સુરતમાં રહીને સક્રિય રીતે કામ કરી રહ્યા હતો. ત્યારે તેના રાજીનામાંથી તે વાત સ્પષ્ટ થઇ ગઇ છે પાસમાં એક પછી એક ભંગાણ પડી રહ્યા છે. જો કે નોંધનીય છે કે પાસ કોર કમિટી દ્વારા હજુ સુધી નિખિલના રાજીનામાનો સ્વીકાર કરાયો નથી.

હાર્દિક ખોટી દિશામાં જઇ રહ્યો છે
પ્રેસ કોન્ફર્ન્સ બાદ નિખિલે પત્રકારોને જણાવ્યું કે પાસ કન્વીનર હાર્દિક પટેલ ખોટી દિશામાં જઇ રહ્યો છે. અને તે ઇચ્છે તો સાચી દિશા તરફ વળી શકે છે.
કેતન, ચિરાગ હવે નિખિલ
નોંધનીય છે કે આ પહેલા પણ હાર્દિક પટેલ સાથે મતભેદના કારણે જ કેતન પટેલ અને ચિરાગ પટેલને પાસમાંથી નીકાળવામાં આવ્યા હતા. હવે નિખિલ સવાણીના રાજીનામાંએ આ વાત સ્પષ્ટ કરી દીધી છે કે પાસમાં અંદર અંદર જ વિવાદ ચાલી રહ્યો છે.












Click it and Unblock the Notifications
