nityaswarup swami viral video : સંપ્રદાય છે કે ફ્રોડ સાધુઓનો અડ્ડો? સ્વામીનારાયણના વધુ એક સાધુનો બફાટ
nityaswarup swami viral video : સ્વામીનારાયણ સંપ્રદાયના નિત્યસ્વરૂપદાસ સ્વામીએ એક વિવાદિત નિવેદન આપ્યું છે, જેના કારણે ભારે વિવાદ સર્જાયો છે.
એક વાયરલ વીડિયોમાં તેમણે 33 કરોડ દેવી-દેવતાઓને સ્વામીનારાયણના મેનેજર ગણાવ્યા અને જણાવ્યું કે ભગવાન સ્વામીનારાયણે પ્રથમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને મેનેજર બનાવ્યા, જે બાદ અન્ય દેવતાઓ બન્યા.

આ નિવેદન બાદ, નાની-મોટી સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં આક્રોશ જોવા મળ્યો છે. નિવેદન બાદ લોકો આ ફ્રોડ સાધુ પર થુ-થુ કરી રહ્યાં છે.
સ્વામીના આ નિવેદનને લઈને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે. કેટલાક ધાર્મિક ગુરુઓ અને પંડિતોએ આ નિવેદનને વાહિયાત ગણાવ્યુ છે.
દિલીપદાસજી મહારાજે મીડિયાને જણાવ્યુ કે, આ નિવેદન પર ટીકાઓ કરતા કહ્યું કે, ભણેલા-ગણેલા સ્વામી સનાતન ધર્મ વિશે જે બેફામ બોલી રહ્યા છે તે યોગ્ય નથી.
આવા નિવેદનો તેમને શોભતા નથી. સનાતન ધર્મ પર વારંવાર જે ટિપ્પણી થઈ રહી છે તે સારી વાત નથી. સ્વામીની ફરજ છે કે તે ધર્મ અને સમાજને સારી દિશામાં લઈ જાય.
નિત્યસ્વરૂપદાસ સ્વામીના આ નિવેદન સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાયો છે, જેના કારણે અનેક લોકો દ્વારા તેને ઉગ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. કઈ રીતે આ વિવાદનો અંત આવશે તે જોવાનું રહેશે, પણ અત્યાર સુધી તો આ મુદ્દો ગરમાઇ રહ્યો છે.












Click it and Unblock the Notifications
