અમેરિકાએ આપ્યો મોદીને ઝટકોઃ વિઝા પોલીસીમાં નહીં કરાય ફેરફાર

બીજી તરફ કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ અમેરિકાના આ નિર્ણય પર કહ્યું છે કે અમેરિકાના પોતાના નિયમ અને કાયદા છે. વિઝા આપવા કે નહીં તે તેનો મામલો છે. જ્યારે અલ્વીને પૂછવામાં આવ્યુંકે અમેરિકા મોદીને વિઝા નહીં આપવાનો શું ઝટકો છે? તો તેમણે કહ્યું કે આ અંગે મોદી અને ભાજપે વિચારવું જોઇએ. ભાજપે ચિંતન કરવું જોઇએ.
રાશિદ અલ્વીએ કહ્યું કે, એક વ્યક્તિ એ જ વિચારશે કે 2002ના કારણે મોદીને વિઝા નથી મળી રહ્યાં. તેનાથી કોંગ્રેસ પાર્ટીનો મામલો નથી. આ ભાજપનો આંતરિક મામલો છે. તેના પર ભાજપે આત્મમંથન કરવું જોઇએ.
નોંધનીય છે કે, અમેરિકાના એક સાંસદે અમેરિકન સરકારને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દૂરદૃષ્ટિ અને વિચારોનું એવું કહીને ખુલ્લુ અને પૂર્ણરીતે સમર્થન કર્યું છે કે, તેમના અસાધારણ નેતૃત્વના કારણે તેમનું રાજ્ય દેશની આર્થિક મહાશક્તિ છે. અમેરિકન સાંસદ એપ એન ફાલેઓમાવેગાએ બુધવારે અમેરિકાન સંસસદના પ્રતિનિધિ સભામાં આપેલા પોતાના સંબોધનમાં કહ્યું કે આવી સફળતા સાથે હું એવી આશા કરું છું કે અમેરિકાન હવે ગુજરાત પ્રત્યે નવી દૃષ્ટિ અપનાવશે અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પૂર્ણ અને ખુલ્લી રીતે સમર્થન કરશે કારણ કે તે આખા વિશ્વના લોકોના જીવન સ્તરમાં સુધારો લાવવા ઘરેલુ અને વિદેશોમાં નોકરીઓ સુજિત કરીને વિશ્વની અર્થવ્યવસ્થાને સારી બનાવવાની દિશામાં કાર્ય કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
