સરમુખત્યાર નહીં, દેશની સેવા કરવા માંગુ છું: નરેન્દ્ર મોદી

વધુમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જેને પોતાને નીતિઓને ઇન્ટરનેટ પર અપલોડ કરી છે. અમે સામાન્ય પ્રજાને તેને વાંચવા અને સુચન આપવા માટે આમંત્રિત કરીએ છીએ. સંબંધિત સૂચન પર વિચાર કર્યા બાદ તે અંગે નિર્ણય કરવામાં આવે છે. વડાપ્રધાન પદની ઉમેદવારી અંગે પ્રશ્ન પૂછતાં તેમને ફરી એકવાર જવાબ આપવાનું ટાળી દિધું હતું. નરેન્દ્ર મોદી કહ્યું હતું મુખ્યમંત્રી બન્યા પહેલાં મેં વિચાર્યું ન હતું કે એક હું ગુજરાતનો મુખ્યમંત્રી બનીશ, હાં એટલું જરૂરી છે કે હું દેશની સેવા કરવા માંગું છું.
કંઇક બન્યા કરતાં એ વિચારવું જરૂરી છે કે ગરીબો અને સામાન્ય પ્રજાની સેવા કેવી રીતે કરી શકાય. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતની પ્રજાએ અત્યાર સુધીમાં તેમણે 8 વખત સર્વશ્રેષ્ઠ મુખ્યમંત્રી તરીકે નવાઝવવામાં આવ્યાં છે. ધર્મનિરપેક્ષતા અંગે પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું હતું કે આ અંગે તેઓ પોતે સર્ટિફિકેટ આપી ન શકે, બીજા લોકો તેમને સર્ટિફિકેટ આપી શકે.












Click it and Unblock the Notifications
