BJP-કોંગ્રેસ ભૂલી જાઓ, આટલા ઉમેદવારોએ પસંદ કર્યું NOTA
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પહેલીવાર નોટનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો છે. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પહેલીવાર નોટનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, જેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો છે. સોમવારે ગુજરાત અને હિમાચલ પ્રદેશ બંને રાજ્યોમાં ભાજપની સરકાર બનાવાના અણસાર છે ત્યારે ઘણા મતદાતાઓ એવા પણ છે જેમણે કોઇ રાજકીય પક્ષ પર વિશ્વાસ વ્યક્ત નથી કર્યો. મત ગણતરીના અત્યાર સુધીના આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે, ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો અને નોટા(NOTA - None Of The Above)નો પણ મોટો ફાળો છે. એક સર્વે અનુસાર, 2 લાખથી વધુ ગુજરાતીઓએ કોઇ ઉમેદવારને પસંદના કરતા નોટાના વિકલ્પ પર પસંદગી ઉતારી છે.

ગુજરાત ચૂંટણી 2017
નોટાના મત જો કોંગ્રેસ પોતાની તરફ વાળી શકી હોત, તો આજે પરિસ્થિતિ કંઇ અલગ હોત. ચૂંટણી પંચ અનુસાર ગુજરાતમાં અત્યાર સુધીના આંકડાઓમાં અપક્ષ ઉમેદવારોને 4.1 ટકા(988415) મત મળ્યા છે, તો નોટા પર 1.8 ટકા(445037) મત પડ્યા છે; જે બીએસપી અને એનસીપીને મળેલ મત કરતાં વધુ છે. જો અપક્ષ અને નોટાના મત કોંગ્રેસને મળ્યા હોત પરિણામોમાં મોટું પરિવર્તન જોવા મળ્યું હોત. અત્યાર સુધીમાં 49.2 ટકા મત અને કોંગ્રેસને 41.5 ટકા મત મળ્યા હતા.
હિમાચલ પ્રદેશ ચૂંટણી 2017
હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહીં 0.9 ટકા મતદારોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો છે, જે ગુજરાતથી ઓછું છે. હિમાચલમાં અપક્ષ ઉમેદવારોને 6.7 ટકા મત મળ્યા હતા. અહીં ભાજપને 48.5 ટકા અને કોંગ્રેસને 41.4 ટકા મત મળ્યા હતા. કુલ 1.9 મતદારોને નોટાનો ઉપયોગ કર્યો, જે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. આ એ જ આંકડો છે જે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘટ્યો છે. આ મત પોતાની તરફ ખેંચી કોંગ્રેસ પોતાનું પ્રદર્શન સુધારી શકી હોત અને જો ભાજપ આ મત મેળવી શક્યું હોત તો બંને દળો વચ્ચે મતોનું અંતર યથાવત રહ્યું હોત.












Click it and Unblock the Notifications
