For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લો બોલો, હવે રખડતી ગાય અકસ્માત કરે તો એ તમારો વાંક છે, વિશ્વાસ ન હોય તો વાંચી લો આ ઘટના!

અમદાવાદ સહિતના મહાનગરોમાં રખડતા ઢોર મોટી સમસ્યા બની રહ્યા છે. આ અંગે ગુજરાત હાઈકોર્ટે પણ સરકારની ઝાટકણી કાઢી હતી. જો કે આ તમામ ઘટનાઓ બાદ પણ રખડતા ઢોરનો ત્રાસ ઓછો થયો નથી.

By Desk
|
Google Oneindia Gujarati News

અમદાવાદ : અમદાવાદ સહિતના મહાનગરોમાં રખડતા ઢોર મોટી સમસ્યા બની રહ્યા છે. આ અંગે ગુજરાત હાઈકોર્ટે પણ સરકારની ઝાટકણી કાઢી હતી. જો કે આ તમામ ઘટનાઓ બાદ પણ રખડતા ઢોરનો ત્રાસ ઓછો થયો નથી. હાલ રાજ્યમાં રખડતા ઢોરને કારણે અનેક લોકોના મોત થાય છે. આ તમામ બાબતો વચ્ચે હવે એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. ઘટના કંઈક એવી છે કે ખેડામાં રખડતા ઢોરને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. મોત બાદ અન્ય વ્યક્તિ કોઈપણ બાબતે ગાય કે તેના માલિકને કોઈપણ કિંમતે જવાબદાર માનવા તૈયાર ન હતી, તો તે વ્યક્તિએ પોતાની જાતને જવાબદાર ગણાવી પોલીસમાં પોતાની વિરુદ્ધ જ FIR નોંધાવી દીધી.

ખૂદ પોતાની સામે જ ફરીયાદ નોંધાવી

ખૂદ પોતાની સામે જ ફરીયાદ નોંધાવી

ગુજરાત હાઈકોર્ટે ગયા મહિને જ સત્તાધીશોને રખડતા પ્રાણીઓની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે કેટલાક નક્કર પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. રખડતા ઢોર માર્ગ અકસ્માતો માટે ખૂબ જ જવાબદાર સાબિત થઈ રહ્યા છે અને માર્ગ અકસ્માતોમાં મૃત્યુનું સૌથી મોટું કારણ છે. જો કે આ સત્યને લોકો સ્વીકારવા તૈયાર નથી. ગુજરાતના ખેડા જિલ્લામાં રખડતા પશુના કારણે સર્જાયેલા માર્ગ અકસ્માત માટે એક વ્યક્તિએ માત્ર પોતાને જ જવાબદાર માની પોતાની સામે કેસ દાખલ કર્યો છે.

ગાયના કારણે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયુ હતું

ગાયના કારણે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયુ હતું

આ ઘટના ખેડાની છે. અહીં બે લોકો બાઇક પર રોડ પર જઇ રહ્યા હતા ત્યારે અચાનક સામેથી ગાય દોડી આવતા બાઇક સવારનું સંતુલન બગડતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલા યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હવે શનિવારે રાહુલ વણઝારા નામના 23 વર્ષીય વ્યક્તિએ તેની વિરુદ્ધ ખેડા ટાઉન પોલીસમાં FIR નોંધાવી છે. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિ 37 વર્ષીય હસમુખ વણઝારા હતો ફરીયાદનો પિતરાઈ ભાઈ હતો.

ગાયને બચાવવા જતા અકસ્માત સર્જાયો

ગાયને બચાવવા જતા અકસ્માત સર્જાયો

પોલીસમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, બંને શનિવારે ખેડાના પરા દરવાજા પાસે તેમના કામ પર ગયા હતા. બાદમાં બંને જણા રાહુલની બાઇક પર નજીકના બજારમાં ચા પીવા નીકળ્યા હતા. પોલીસ એફઆઈઆરમાં રાહુલે કહ્યું છે કે, હું બેદરકારીને કારણે ખૂબ જ ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો. એક વળાંક પાસે ગાય અચાનક મારી તરફ દોડી હતી, ગાયને બચાવવા જતાં મેં કાબૂ ગુમાવ્યો હતો.

મૃતકને માથાના ભાગે ઈજા થઈ હતી

મૃતકને માથાના ભાગે ઈજા થઈ હતી

બાઇક અસંતુલિત હોવાના કારણે રાહુલ રોડની બાજુની ઝાડીઓમાં પટકાયો હતો. તેનો પિતરાઈ ભાઈ હસમુખ રોડ પર પડ્યો હતો, જેના કારણે તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. રાહુલના કહેવા પ્રમાણે, ગાયને બચાવવાના પ્રયાસમાં મેં કાબૂ ગુમાવ્યો હતો. હું રસ્તાની બાજુની ઝાડીઓમાં પડ્યો અને ઘાયલ થયો, .મારો ભાઈ રોડ પર પડ્યો અને માથામાં ગંભીર ઈજા થઈ. તેણે કહ્યું કે, હસમુખ થોડીક સેકન્ડ માટે ઊભો પણ રહ્યો, પરંતુ ફરીથી પડી ગયો. જેના કારણે તેને વધુ ઈજાઓ થઈ હતી.

બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત

બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત

રાહુલે તાત્કાલિક એમ્બ્યુલન્સ સર્વિસને ફોન કર્યો અને ઘટનાસ્થળે આવેલા સ્ટાફે તેને મૃત જાહેર કર્યો હતો. તેણે એફઆઈઆરમાં કહ્યું છે કે, મેં 108 એમ્બ્યુલન્સ સેવાને ફોન કર્યો અને સ્થળ પર આવેલા પેરામેડિક્સે હસમુખને મૃત જાહેર કર્યો. રાહુલની ફરિયાદ પર પોલીસે તેની સામે બેદરકારી અને ઝડપને કારણે મોતના આરોપ હેઠળ કેસ નોંધ્યો છે.

ગાય કે તેના માલિક કેવી રીતે જવાબદાર હોઈ શકે? - રાહુલ

ગાય કે તેના માલિક કેવી રીતે જવાબદાર હોઈ શકે? - રાહુલ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં રાહુલે કહ્યું છે કે તેની બેદરકારીને કારણે તેના પિતરાઈ ભાઈનું મૃત્યુ થયું છે, તેથી તેણે પોતાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું કે, હું વાહન ચલાવતો હતો, તેથી મારી બેદરકારીને કારણે મારા પિતરાઈ ભાઈનું મૃત્યુ થયું. આથી મેં મારી સામે ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું કે, જાનવરને ખુલ્લામાં છોડવામાં તેના માલિકની ભૂલ હતી. પરંતુ, અકસ્માત માટે ગાય કે તેના માલિકને કાયદેસર રીતે કેવી રીતે જવાબદાર ગણી શકાય?

રખડતા પ્રાણીઓનો ત્રાસ વધી રહ્યો છે

રખડતા પ્રાણીઓનો ત્રાસ વધી રહ્યો છે

રાહુલ અને હસમુખ બંને ખેડા શહેરના વણજારાવાસ વિસ્તારના છે. પોલીસે ઘટનાના એકમાત્ર સાક્ષી તરીકે મૃતકની નોંધ કરી રાહુલ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર યુપીથી લઈને ગુજરાત સુધી રખડતા પશુઓની સમસ્યા તરફ ધ્યાન દોરે છે, જે સુધારવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી.

English summary
Now if a stray cow causes an accident, that is your problem
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X