For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે, ગુજરાતમાં પગપાળા વનવિસ્તાર પરિભ્રમણ કરી શકાશે

|
Google Oneindia Gujarati News

gujarat-forest
ગાંધીનગર, 4 ડિસેમ્બર : હવે ગુજરાતમાં યુવાનો પગપાળા વન વિસ્તારોમાં પરિભ્રમણ કરી શકશે અને નૈસર્ગિક સૌંદર્યને માણી અને સમજી શકશે. આમ કરવાનો હેતુ ગુજરાતના યુવાનોને પ્રકૃતિની વધારે નજીક લાવી તેની સુરક્ષા કરવાની સમજ જાગૃત કરવાનો છે. ગુજરાત રાજ્યના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે 15 થી 35 વર્ષની વયમર્યાદાવાળા વિદ્યાર્થી, બિન વિદ્યાર્થી અને યુવક-યુવતીઓ માટે સાહસિક પગપાળા વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જાન્યુઆરી 2013માં યોજાનાર આ 10 દિવસના પરિભ્રમણ કાર્યક્રમમાં 100 જેટલા યુવક યુવતીઓને તક આપવામાં આવશે. વધુમાં જે યુવક યુવતીઓ 15-1-2013ના રોજ 15 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા હશે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લઇ શકશે. ગુજરાતની વનરાજીને નજીકથી માણવા ઇચ્છતા યુવાનો માટે આ પ્રકારે પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના જંગલો દેશ-વિદેશમાં જાણીતા છે. આ કાર્યક્રમની સફળતાને આધારે ભવિષ્યમાં ફરીવાર તેના આયોજન અંગે નિર્ણય લેવામાં આવશે.

ભાગ લેવા ઇચ્છુક યુવક યુવતીઓએ અરજીમાં પુરૂં નામ, સરનામું, જન્મતારીખ, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય, એન.સી.સી./ પર્વતારોહણ/ રમતગમત સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તીનું તબીબી પ્રમાણપત્ર, અગાઉ આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગત, વાલીની સંમતિ અને તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથેની અરજી જિલા રમતગમત અધિકારીની કચેરી, બહુમાળી મકાન, બ્લોક નં. સી, ત્રીજો માળ, રાજમહેલ કેમ્પ, અમરેલી364 001ને 15મી જાન્યુઆરી, 2013 સુધીમાં મોકલી આપવાની રહેશે. પસંદગી પામેલા મેદવારને કચેરી તરફથી જાણ કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે.

English summary
Now, you can roaming gujarat forest by walk.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X