For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના દર આઠમા ગામમાં વરસે છે NRGની દાનવર્ષા

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 1 જુલાઇ : ગુજરાતના મધ્યમાં આવેલા આણંદ અને ખેડા જિલ્લાએ રાજ્યને સૌથી વધારે NRGs (એનઆરજીસ - નોન રેસિડેન્ટ ગુજરાતીસ) આપ્યા છે. પરંતુ જ્યારે પોતાના માદરે વતનને પાછું આપવાની વાત આવે છે ત્યારે સૌથી વધારે કામ ઉત્તર ગુજરાતના એનઆરજીસે કર્યું હોય તેવું આંકડા દર્શાવે છે.

ગુજરાતના વિકાસમાં એનઆરજીસના યોગદાન સંદર્ભે કરવામાં આવેલા સૌપ્રથમ સર્વેક્ષણમાં આ નોંધનીય તારણો જાણવા મળ્યા છે. આ તારણ અનુસાર મધ્ય ગુજરાતના એનઆરજીની સરખામણીએ ઉત્તર ગુજરાતના એનઆરજીસ વધારે દાનેશ્વરી છે.

આ સર્વેક્ષણ ગુજરાત એનઆરજી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણનું એક રસપ્રદ તારણ એ પણ છે કે એનઆરજીઓએ ગુજરાતના 203 તાલુકાના 2,331 ગામોના વિકાસમાં આર્થિક સહયોગ આપ્યો છે. આનો અર્થ એ થયો કે ગુજરાતના દર આઠમા ગામનો વિકાસ એનઆરજીસ દાતાના ડોલર કે પાઉન્ડમાં થતી દાનવર્ષાના પરિણામસ્વરૂપ છે.

આ સ્રેવક્ષણના અન્ય રસપ્રદ તારણો નીચેની સ્લાઇડમાં વાંચી શકાશે...

1

1

સમગ્ર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 899 ગામડાં, મધ્ય ગુજરાતના 485 ગામડાં, દક્ષિણ ગુજરાતના 392 અને સૌરાષ્ટ્ર-કચ્છના 521 ગામડાંને NRGsના દાનનો એક યા બીજી રીતે લાભ મળ્યો છે.

2

2

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લો NRGsની દાનવર્ષા પ્રાપ્ત કરવામાં મોખરે રહ્યો છે. બનાસકાંઠાના 345 ગામોનો વિકાસ NRGsના દાનની મદદથી થયો છે.

3

3

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં એનઆરજીની પ્રવૃત્તિઓ સૌથી વધારે માત્રામાં થઇ છે.

4

4

બનાસકાંઠા અને મહેસાણાનું દર બીજું ગામ એનઆરજી કનેક્શન ધરાવે છે અને તેનાથી ફાયદો મેળવે છે. આ ગામોમાં દર બીજા ઘરે કોઇને કોઇ વિદેશમાં વસેલું છે.

5

5

ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓને એનઆરજી દાન પ્રાપ્ત થયું છે. આ દાનનો મહત્તમ ઉપયોગ શિક્ષણકાર્ય પાછળ, જેમ કે શાળા કે કોલેજના બિલ્ડિંગ બાંધવામાં થયો છે.

6

6

શિક્ષણક્ષેત્રે એનઆરજીનું સૌથી મોટું યોગદાન અમરેલી જિલ્લામાં જોવા મળ્યું છે. અમરેલીમાં એક અમેરિકા સ્થિત એનઆરજી જુથે 23 શાળાઓને એડોપ્ટ કરી છે.

7

7

આ સર્વેક્ષણ ગુજરાતની એમ એસ યુનિવર્સિટી, ગણપત યુનિવર્સિટી સહિતની 6 શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી હાથ ધરવામાં આવ્યો હતો.

English summary
Every 8th village in Gujarat showered by NRG largesse.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X