For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Covid19: ગુજરાતના અખબારોમાં શોક સંદેશાઓનું પૂર, શું મોતના આંકડા છૂપાવાઈ રહ્યા છે?

Covid19: ગુજરાતના અખબારોમાં શોક સંદેશાઓનું પૂર, શું મોતના આંકડા છૂપાવાઈ રહ્યા છે?

|
Google Oneindia Gujarati News

કોરોનાવાયરસ સંક્રમણના આંકડાઓ પર નજર નાખીએ તો પાછલા ત્રણ દિવસમાં ગુજરાતમાં કોરોનાવાયરસ સંક્રમણ અને તેને પગલે થયેલા મોતના મામલામાં ઘટાડો થયો હોવાનું જણાઈ રહ્યું છે. પરંતુ સ્થાનિક સમાચાર પત્રોમાં વધી રહેલા શોક સંદેશાઓની સંખ્યા રાજ્યમાં સરકારી આંકડાઓને લઈ સવાલ ઉઠાવી રહ્યા છે.

coronavirus

ગુજરાતના સ્થાનિક પત્ર-પત્રિકાઓમાં શોક સંદેશાઓની સંખ્યામાં સતત વધારો થયો છે. જે સંભવતઃ દર્શાવે છે કે રાજ્યમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેરે કઈ હદે પ્રભાવિત કર્યા છે.

16માંથી 7 પાના પર શોક સંદેશા

પાછલા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રમાં પ્રકાશિત થતાં પ્રમુખ સમાચાર પત્રોમાં 16 પાનામાંથી 7-7 પાનામાં માત્ર શોક સંદેશા છપાઈ રહ્યા છે.

સૌરાષ્ટ્ર ભાસ્કર આ ક્ષેત્રથી પ્રકાશિત થતું એક પ્રમુખ અખબાર છે. આ અખબારના ભાવનગર સંસ્કરણમાં એક દિવસમાં 200 શોક સંદેશ છપાયા છે. જ્યારે એક મહિના પહેલા આ અખબારમાં માત્ર 30 શોક સંદેશા છપાતા હતા. જેથી અંદાજો લગાવી શકાય કે મૃત્યુનો આંકડો છૂપાવાઈ રહ્યો હોય શકે છે.

24 કલાકમાં 11800 નવા મામલા

ગુજરાતે પાછલા 24 કલાકમાં 11800 નવા કોરોના સંક્રમણના મામલા નોંધ્યા છે જ્યારે 14000 લોકો આ દરમ્યાન રિકવર થયા છે. આંકડાઓ મુજબ પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાવાયરસથી 119 લોકોના મોત થયાં છે.

હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું કોરોનાવાયરસથી નિધનહાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું કોરોનાવાયરસથી નિધન

જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીને કોરોનાવાયરસથી મોતના સત્તાવાર આંકડામાં ઘટાડાને લઈ સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે બીજી ગંભીર બીમારીઓથી થયેલ મૃત્યુને સત્તાવાર આંકડામાં સામેલ ના કરી શકાય.

English summary
Obituaries flooding Gujarati newspapers cast doubt over state's Covid death toll
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X