ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમદાવાદઃ 1.32 લાખનો દારૂ ઝડપાયો

અમદાવાદઃ 1.32 લાખનો દારૂ ઝડપાયો

ભિલોડા પોલીસે કારમાંથી 1.32 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો. પોલીસે એક બાઇક અને કાર સહિત સાડા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વાહન ચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આતંકીઓના ટાર્ગેટમાં છે અમદાવાદ

આતંકીઓના ટાર્ગેટમાં છે અમદાવાદ

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ દરમિયાન આતંકીઓનું મુખ્ય ટાર્ગેટ અમદાવાદ હોવાના ઇનપુટ મળ્યા છે. પહેલી વખત શહેરની તારાંકીત અને વૈભવી હોટલો માટે પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આંધ્ર પ્રદેશમાંથી પકડાયેલા ત્રણ આતંકીઓ પાસેથી દસ્તાવેજો પણ મળી આવ્યાં છે.

મેટ્રો રેલમાં નોકરીના બહાને 4 હજાર લોકો સાથે ઠગાઇ

મેટ્રો રેલમાં નોકરીના બહાને 4 હજાર લોકો સાથે ઠગાઇ

મેટ્રોરેલ પ્રોજેક્ટમાં યુવક અને યુવતીઓને આકર્ષક પગારથી નોકરીમાં રાખવાના હોવાની જાહેરાતો થઇ હતી. 4 હજાર લોકો પાસેથી 4.20 લાખની છેતરપિંડી થઇ હોવાનો ખુલાસો થયો છે. જે બાદ જાહેરાત આપનાર અને ઠગ મુખ્ય આરોપી લક્ષ્મ ઉમરાવ યાદવ ઑફિસને તાળા મારીને નાસી છુક્યો છે.

દર વર્ષે કંડલા પોર્ટ પર હજારો પાકિસ્તાની જહાજ આવે છે

દર વર્ષે કંડલા પોર્ટ પર હજારો પાકિસ્તાની જહાજ આવે છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને પગલે બન્ને દેશ તેમના સૈન્યને સીમાઓ તરફ ખસેડી રહ્યા છે. કેન્દ્રીય શિપિંગ મિનિસ્ટ્રીએ કેપીટીના પ્રશાસન પાસેથી પાકિસ્તાની ફ્લેગશિપવાળા કંડલા આવતા જહાજની માહિતી મંગાવી. 2014-15 અને 2015-16માં અનુક્રમે ત્રણ અને બે જહાજ કંડલા પોર્ટ ઉપર આવ્યા હતા.

બાળકો સાથે રુપાણીએ ઉજવ્યો દીકરાનો બર્થડે

બાળકો સાથે રુપાણીએ ઉજવ્યો દીકરાનો બર્થડે

સીમ વિજય રૂપાણીના સાડા ત્રણ વર્ષના પુત્ર પુજીતનું આકસ્મિક મૃત્યુ નિપજ્યું હતું. બાદમાં વિજય રૂપાણીએ તેમના નામનું ટ્ર્સ્ટ ખોલ્યું હતું. 8મી ઑક્ટોબરે પુજીતનો જન્મદિવસ હોવાથી રૂપાણીએ ટ્ર્સ્ટની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર ગોલી અને સુંદરે હાજરી આપી હતી.

પોસ્ટલ ડેક્લેરેશનના દૂરપયોગથી ક્યાંક ફસાઇ ન જાઓ

પોસ્ટલ ડેક્લેરેશનના દૂરપયોગથી ક્યાંક ફસાઇ ન જાઓ

IDS સ્કીમ હેઠળ દેશભરમાંથી 65 હજાર કરોડની છૂપી આવક જાહેર થઇ છે. જે કરદાતાઓએ પોસ્ટલના માધ્યમથી જાહેરાત કરી છે તેનુ ચેકિંગ કરવાનું બાકી છે. આઇટી ડિપાર્ટમેન્ટને શંકા છે કે કરદાતાના બદલે કોઇ બીજી વ્યક્તિએ પોસ્ટ દ્વારા છૂપી આવક જાહેર કરી દીધી હોય. કરદાતાઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવશે.

ગુજરાતે પાકિસ્તાનમાં શાકભાજીની નિકાસ બંધ કરી

ગુજરાતે પાકિસ્તાનમાં શાકભાજીની નિકાસ બંધ કરી

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ વાતાવરણમાં ગુજરાતના વેપારીઓ દ્વારા પાકિસ્તાનમાં કરાતી શાકભાજીની નિકાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. મોટા પ્રમાણમાં ટામેટા અને મરચાની નિકાસ કરવામાં આવે છે. ગુજરાતમાંથી દરરોજ અંદાજે 3 કરોડના શાકભાજીનો વેપાર પાકિસ્તાન સાથે કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X