ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ.....

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

બસમાં સાધલી પાસે શોર્ટસકિટ થવાના કારણે આગ લાગી

બસમાં સાધલી પાસે શોર્ટસકિટ થવાના કારણે આગ લાગી

સાંગલીથી કરજણ જતી એસટી બસમાં સાધલી પાસે શોર્ટસકિટ થવાના કારણે આગ લાગી. આ બસમાં ત્યારે લગભગ 40થી 45 યાત્રીઓ હતા. જો કે કોઇ જાનહાનિ નથી થઇ પણ આ બસમાં આગના ગોટે ગોટા થઇ ગયા હતા.

ગીરમાં ભાજપના ધારાસભ્ય કરી સિંહને મારવાની વાત!

ગીરમાં ભાજપના ધારાસભ્ય કરી સિંહને મારવાની વાત!

શુક્રવારે, ઇકો સેનસિટીવ ઝોનના વિરોધમાં ગીર ખાતે યોજાયેલી વિરોધ રેલીમાં બીજેપીના નલિન કોટડિયા અને ક્રોંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઇ વંશ સહિત મોટી સંખ્યામાં ગ્રામીણો હાજર રહ્યા. જેમાં નલિનભાઇ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે "જો સિંહને બચાવાનો કાયદો તમારી રોજી રોટીની વચ્ચે આવે છે તો સિંહને પણ મારી નાંખો. એક સિંહને મારવાની સજા ખાલી સાત વર્ષની છે."

ગીરના જંગલમાં વનરાજાનું વેકેશન પૂરું

ગીરના જંગલમાં વનરાજાનું વેકેશન પૂરું

શુક્રવારે, જૂનાગઢના જાણીતા ગીરના સિંહોનું અભ્યારણને ફરીથી ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. ત્યારે પહેલા દિવસે જ મોટી સંખ્યામાં પર્યટકો અહીં ઊમટી પડ્યા હતા. નોંધનયી છે કે સિંહોની મેટિંગ સીઝન હોવાના કારણે આ અભ્યારણ 16 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવ્યું હતું.

પંચમહાલમાં થયો ગોજારો અકસ્માત, એક પરિવારની 4 મહિલાઓની મોત

પંચમહાલમાં થયો ગોજારો અકસ્માત, એક પરિવારની 4 મહિલાઓની મોત

શુક્રવારે, પંચમહાલ નજીક હાઇ વે પર ઊભેલા એક ટ્રક સાથે કાર અથડાતા અમદાવાદના બાપુનગરમાં રહેતા યાદવ પરિવારની 4 મહિલાઓની મોત થઇ છે. વળી 8 વ્યક્તિઓ ધાયલ થયા છે જેમાંથી 1 બાળક સમેત 2ની હાલત ગંભીર છે. યાદવ પરિવાર પાવાગઢથી પરત ફરી રહ્યો હતો.

સુરતમાં 43 પટેલો લાવ્યા ઓરિસ્સાની વહુઓ

સુરતમાં 43 પટેલો લાવ્યા ઓરિસ્સાની વહુઓ

શુક્રવારે, સુરતમાં 43 પટેલ યુવકોએ ઓરિસ્સાની યુવતીઓ સાથે પ્રભૂતાના પગલા માંડ્યા. નોંધનીય છે કે ગુજરાતમાં પણ યુવતીઓની ઓછી સંખ્યાને જોઇને બહારના પ્રદેશોથી લગ્ન કરવા માટે યુવતીઓને બોલાવી પડી રહી છે. ત્યારે હવે પાટીદારો અને ઓરિસ્સા વચ્ચે રોટી બેટીના વહેવાર શરૂ થયા છે.

સુરતમાં સ્વામિનારાયણના સંતો વચ્ચે થયો ઝગડો

સુરતમાં સ્વામિનારાયણના સંતો વચ્ચે થયો ઝગડો

શુક્રવારે, સુરતના રામપુરા સ્વામિનારાયણ મંદિરમાં 2 સંતો વચ્ચે ઝગડો થયો. સકરતુલાના ભાગ બાબતે થયેલા આ ઝગડામાં કોઠારી સ્વામી અને બ્રહ્મચારી સ્વામી વચ્ચે ઝગડો થતા બ્રહ્મચારી સ્વામીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X