બિચારા લાગતા મૂકબધિરે યુવાને, વુદ્ધની પથ્થર મારીને કરી હત્યા

Posted By:
Subscribe to Oneindia News

રાજકોટમાં બગીચામાં રહેતા એક પ્રૌઢ વયના પુરૂષની હત્યા એક બહેરા મૂંગા વ્યક્તિએ કરી હોવાનુ સામે આવ્યું છે. ગત 24 નવેમ્બરના રોજ બગીચામાં જ રહેતા વૃદ્ધની લાશ મળી આવી હતી. નોંધનીય છે કે રાજકોટ વાસીઓ સ્ટોન કિલરની ધટનાને હજી ભૂલ્યા નથી ત્યારે પથ્થર મારીને વૃદ્ધની હત્યા કરવાની આ ઘટના બાદ લોકોમાં ફરી ભયનો માહોલ ઊભો થયો હતો.

rajkot

જો કે શરૂઆતી પોલીસ તપાસમાં, પોલીસને કોઈ સગડ મળ્યા નહોતા. પરંતુ પોલીસે સોરઠીયા વાડીના બગીચાની આસપાસ આવેલી દુકાનોના સીસીટીવી ચકાસતા જાણવા મળ્યુ હતું કે બહેરા મૂંગા યુવાને જ વૃદ્ધની પથ્થર મારીને હત્યા કરી છે. સીસીટીવીમાં પણ આ વાત સ્પષ્ટ થતા, પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

પોલીસે જણાવ્યુ હતું કે મૃતકનું ભરત પુરષોત્તમભાઇ છે, જે મજૂરી કામ કરતા હતા. અને છેલ્લા દસેક વર્ષથી સોરઠીયા વાડીના બગીચામાં જ રહેતા હતા. પોલીસે આ કેસ ઉકેલવા માટે પોલીસે મૂકબધીર સ્કૂલના મદદ લેતા જાણવા મળ્યુ કે આરોપીએ મોજશોખ માટે હત્યા કરી હતી અને ત્યાર બાદ ખિસ્સામાંથી પૈસા લઈ ફરાર થઈ ગયો હતો. ત્યારે નોંધનીય છે કે રાજકોટમાં ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે.

English summary
Old Man Murdered With Stone In Rajkot. Read here more
Please Wait while comments are loading...