For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું સુરતમાં શાહ જોડે જે થયું તે "બર્થ ડે બોય" જોડે પણ થશે?

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના 66માં જન્મ દિવસે ગુજરાત આવવાના છે. જ્યાં સૌથી પહેલા તે તેમની માંને મળીને તેમના આશીર્વાદ લેશે. જે બાદ તે લિમખેડા અને નવસારી જશે. જ્યાં આદિવાસીઓ અને દિવ્યાંગોને લગતા કાર્યક્રમોના હાજરી આપી મોદી જનસભાને સંબોધશે. નોંધનીય છે કે વડાપ્રધાન બન્યા પછી મોદી પહેલીવાર તેમના જન્મદિવસ નિમિત્તે ગુજરાતની મુલાકાત પર છે.

ત્યારે જ્યાં એક બાજુ ગુજરાત સરકાર વડાપ્રધાન મોદીની સ્વાગતની તડામાર તૈયારીઓ લાગી છે ત્યાં જ એક અંદરખાને તે વાતની પણ ખાસ તૈયારી કરવામાં આવી રહી છે કે જે સુરતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે થયું તેવું કંઇ અજુગતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ના થઇ જાય. નોંધનીય છે કે સૌની યોજનાના ઉદ્ધાટન વખતે પણ કેટલાક પાટીદારો મોદીના કાર્યક્રમમાં પહોંચી ગયા હતા. અને પોલિસને તેમના મોં દબાવવા પડ્યા હતા.

જો કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થા પણ ફરક છે. ત્યારે નરેન્દ્ર મોદીનો ગુજરાતનો સમગ્ર કાર્યક્રમ શું છે? કેમ મોદીને મોડે મોડે ગુજરાત યાદ આવ્યું? અને કેવી સંભાવના રહેલી છે બર્થ ડે બોયનો બર્થ ડે બગડવાની તે અંગે વિસ્તૃતરૂપે જાણો નીચે....

મોદીનો કાર્યક્રમ

મોદીનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે એટલે કે તેમના 66માં જન્મદિવસ નિમિત્તે ગુજરાતની મુલાકાતે છે. તેના જન્મદિવસ તે ગુજરાતમાં જ રહીને વીતાવશે. જેની શરૂઆત તેમની માતાને હિરાબાને મળવાથી અને તેમના આશીર્વાદ લેવાથી થશે. તે બાદ માનવામાં આવી રહ્યું છે કે મોદી તેમની સ્વર્ગીય ભત્રીજી નિકુંજબેનના પરિવારને મળશે. જો કે પ્રહલાદ ભાઇએ નરેન્દ્ર મોદીની આ મુલાકાતને નકારી છે પણ સંભાવનાઓ રહેલી છે.

મોદીનો કાર્યક્રમ

મોદીનો કાર્યક્રમ

તે બાદ વડાપ્રધાન દાહોદના લિમખેડા ખાતે આદિવાસીઓની કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી તે રેલીને સંબોધિત કરશે અને તે પછી નવસારી ખાતે દિવ્યાંગો માટે આયોજીત કાર્યક્રમમાં હાજર રહીને દિવ્યાંગોને સાધન સહાય આપશે. સાથે જ મોદી બે જળ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.

લોકોના માટે સારા સમાચાર

લોકોના માટે સારા સમાચાર

જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ જવાના હોય છે ત્યાં તેમના આગમન પહેલા જ રસ્તા સારા થઇ જતા હોય છે. ચોખ્ખાઇ થઇ જતી હોય છે. તે જ રીતે નવસારી અને લિમખેડા ખાતે પણ ગુજરાત સરકાર સાફ સફાઇની તડામાર તૈયારીઓમાં લાગી ગઇ છે. વળી વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ તમામ તૈયારોઓમાં કોઇ કમી બાકી ના રહી જાય તેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

શું મોદીની પણ શાહ વાળી થશે?

શું મોદીની પણ શાહ વાળી થશે?

ત્યારે ધીમા સૂરે લોકોએ એક જ વાતની ચર્ચા હાલ ચાલી રહી છે કે સુરતમાં જે રીતે પાટીદારોના હોબાળાથી રાજસ્વી કાર્યક્રમમાં અમિત શાહને ટૂંકાણમાં પતાવવું પડ્યું હતું તેવો જ હાલ શું બર્થ ડે બોય મોદીના કાર્યક્રમમાં પણ થશે. જો કે તેના ચાન્સ ખુબ જ ઓછા છે કારણ કે વડાપ્રધાનની સુરક્ષાનું લેવલ અલગ પ્રકારનું હોય છે. પણ હા પાટીદારો દ્વારા આ અંગે પૂરતો પ્રયાસ કરાશે તે વાત તો પાક્કી છે.

મોદીને ગુજરાત યાદ આવ્યું

મોદીને ગુજરાત યાદ આવ્યું

સૌની યોજનાના ઉદ્ધાટન વખતે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોધમમાં કહી દીધુ હતું કે "હું હવે ગુજરાત આવતો રહીશ" અને તે મુજબ જ મોદી તેમના બર્થ ડેના દિવસે ગુજરાતની મુલાકાતે છે. પણ રાજકીય રીતે જોઇએ તો પણ 2017ની ચૂંટણીને જોતા નરેન્દ્ર મોદીને ગુજરાતને યાદ કરવું હવે બહુ જરૂરી બની ગયું છે, તે વાત પણ નકારાય તેવી નથી.

English summary
PM Modi turns 66 on September 17, on his birthday he will be in his home state Gujarat. He begin the day with blessings from his mother.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X