યુવતીનો ફોટો પાડવા મામલે બે કોમ વચ્ચે જૂથ અથડામણમાં એકનું મોત

Subscribe to Oneindia News

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક ગામે લગ્નમાં છોકરીનો ફોટો પાડવા અંગેનો ઠપકો આપતા, જેની અદાવત રાખી મોટી સંખ્યામાં લોકો તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં બે કોમના લોકો સામ - સામે આવી જતા એક જૂથ અથડામણ થઇ હતી. આ અથડામણમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય બે લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે મોરબી ખસેડવામાં આવ્યા હતા. અસામાજિક તત્વોએ 10 દુકાનોને આગ ચાંપી હતી.અને પોલીસ અને એસઆરપીની ટીમ પર હુમલો પણ કર્યો હતો. જે બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગામમાં ગોઠવી દેવામાં આવ્યો હતો.

police

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામના રહેવાસી અબ્બાસ રહેમાનભાઈ વડગામા વાળાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પ્રસંગમાં તેના કૌટુંબિક છોકરીના આરોપીએ મોબાઈલમાં ફોટો પાડ્યા હતા. જે મામલે તેના ભત્રીજાને જાણ થઇ હતી અને બોલાચાલી થઈ હતી. બાદમાં આરોપીઓ તરફથી ધમકી મળતા આજે હળવદમાં આ મામલે ફરિયાદ કરવા જતા આરોપીઓએ તેના તથા તેના બે ભત્રીજાઓ પર હુમલો કર્યો હતો. આરોપી યોગરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલાએ તેમજ તેની માતા લાલીબા રાજેન્દ્રસિંહ ઝાલાએ અદાવત રાખીને ગામમાં આવેલી ગટ્ટાભાઈ દરજીની દુકાન પાસે તીક્ષણ હથિયાર સાથે આવ્યા હતા. આ લોકોએ તોસીફ હુસેન, તેનો ભાઈ ફેઝલ હુસેન અને કૌટુંબીક કાકા અબ્બાસ રહેમાન વડગામા પર હુમલો કર્યો હતો.

crime

અથડામણમાં તોસીફ હુસેન નામના યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે તેના ભાઈ ફેઝલ હુસેન અને કાકા અબ્બાસ રહેમાને સારવાર માટે મોરબીની હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે મોરબી પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ દોડી ગયો હતો અને હોસ્પિટલ ખાતે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસે યુવાનના મોતને પગલે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

English summary
One death in a group collision between two communities. Read here more.
Please Wait while comments are loading...