સરક્રીકમાંથી વધુ એક પાકિસ્તાન બોટ મળી આવી, કુલ સંખ્યા થઇ 4

Posted By:
Subscribe to Oneindia News

બીએસએફના જવાનાને ગુજરતના કચ્છ જિલ્લામાં આવેલ સરક્રિકમાંથી વધુ એક બિનવારસી બોટ મળી છે. નોંધનીય છે આ ચોથી બિનવારસી બોટ છે જે 4 દિવસની અંદર મળી આવી છે. બિન વારસી બોટ મળવાની ઘટના બાદ બી.એસ.એફ દ્વારા આસપાસના વિસ્તારમાં સધન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. અને આ ચારેય બોટ અને તેમાંથી મળેલ સામાનને કોટેશ્વર લવાવામાં આવશે. અને તેની વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

boat

નોંધનીય છે કે આ નાવમાં શંકાસ્પદ વસ્તુઓ હાલ કંઇ નથી મળી આવી પણ હાલના સમયમાં આવી બિનવારસી પાકિસ્તાની નાવની સંખ્યા વધી છે. જે એક ચિંતાનો વિષય છે. આ પહેલા પણ સરક્રિક અને હરામીનાલા વિસ્તારમાં આવી પાકિસ્તાની નાવો જોવા મળી હતી. જો કે થોડા સમય પહેલા પાકિસ્તાની માછીમારો સાથે પણ બોટ પકડાઇ હતી. જો કે હાલ જે ચાર બોટ મળી છે તે તમામ ખાલી બોટ હતી.

English summary
One more Pakistani fishing boat seized in three days by BSF in Gujarat.
Please Wait while comments are loading...